Vapi GIDC: દેશની તમામ GIDCમાં ગુજરાતે મારી બાજી! પ્રથમ સ્થાન મેળવ્યું

GIDC Got The First Place: ગુજરાતના વાપી જીઆઇડીસીને કેન્દ્ર સરકાર તરફથી સાફ સફાઈ અને પાણી, પ્રકાશ, રોડ રસ્તા, પોકેટ ગાર્ડન અને સુંદર જીઆઇડીસીનો એવોર્ડ આપવામાં આવ્યો છે. આ પુરસ્કારની ઘોષણા વાણિજ્ય ઉદ્યોગ મંત્રીએ કરી છે.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
GIDC Got The First Place, Gujarat GIDC Got The First Place,

વાપી ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ (GIDC)ને 'સ્વચ્છ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક' કેટેગરીમાં શ્રેષ્ઠતા માટે સન્માનિત કરવામાં આવી છે. (તસવીર: @ficci_india/X)

GIDC Got The First Place: ગુજરાતના વાપી જીઆઇડીસીને કેન્દ્ર સરકાર તરફથી સાફ સફાઈ અને પાણી, પ્રકાશ, રોડ રસ્તા, પોકેટ ગાર્ડન અને સુંદર જીઆઇડીસીનો એવોર્ડ આપવામાં આવ્યો છે. આ પુરસ્કારની ઘોષણા વાણિજ્ય ઉદ્યોગ મંત્રીએ કરી છે.

Advertisment

છેલ્લા કેટલાક સમયથી વાપી જીઆઇડીસીમાં સ્વચ્છતા અને પ્રાથમિક સુવિધાઓ જેવી કે પાણી, લાઇટ, રસ્તા અને પોકેટ ગાર્ડન અને વૃક્ષારોપણમાં વધારો કરવામાં આવ્યો છે અને સ્વચ્છતા પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. આથી સમગ્ર દેશના ઔદ્યોગિક વિસ્તારો પૈકી વાપીને સૌથી સ્વચ્છ વિસ્તાર હોવાનો એવોર્ડ મળ્યો હોવાથી વાપી અને ઔદ્યોગિક જગતમાં ઉત્સાહનો માહોલ છે. આ ઉપરાંત સ્વચ્છતા પર સંપૂર્ણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

https://twitter.com/ficci_india/status/1859559203427266896

મહત્વનું છે કે FICCI (ફેડરેશન ઓફ ઈન્ડિયા ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી) ની 97મી વાર્ષિક સાધારણ સભામાં ગુજરાતની વાપી ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ (GIDC)ને 'સ્વચ્છ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક' કેટેગરીમાં શ્રેષ્ઠતા માટે સન્માનિત કરવામાં આવી છે.

દિલ્હીમાં યોજાયેલી 97મી FICCI વાર્ષિક સામાન્ય સભામાં ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલની હાજરીમાં દેશના 'સ્વચ્છ ઔદ્યોગિક ઉદ્યાનો' માટેના પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં દેશના સૌથી સ્વચ્છ જીઆઈડીસી વિસ્તાર તરીકે વાપીની પસંદગી કરવામાં આવી છે. આ એવોર્ડ મળ્યા બાદ વાપીના ઉદ્યોગોમાં ઉત્સાહનો માહોલ છે.

Advertisment
https://twitter.com/ficci_india/status/1859596049041563845

વાપી રાજ્યના નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈનું હોમ ટાઉન છે અને તેમણે વિસ્તારના વિકાસમાં સ્વચ્છતા અને પર્યાવરણ જાળવવા માટે કરેલા પ્રયાસોને પણ ધ્યાનમાં લીધા છે.

ગુજરાતી ન્યૂઝ ગુજરાત