Weather Update: ગુજરાતમાં આગામી 7 દિવસ ખૂબ જ ભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્રમાં અત્યંત ભારે વરસાદની ચેતવણી

ગોવા, મહારાષ્ટ્ર, ગુજરાતમાં આગામી સાત દિવસ દરમિયાન ખૂબ જ Gujarat Weather Update: ભારે વરસાદ પડી શકે છે. 17-19 ઓગસ્ટ દરમિયાન મધ્ય મહારાષ્ટ્રના કોંકણ, ગોવા, ઘાટ વિસ્તારોમાં, 19-20 ઓગસ્ટે સૌરાષ્ટ્રમાં અત્યંત ભારે વરસાદ પડશે.

Written by Rakesh Parmar
August 17, 2025 16:05 IST
Weather Update: ગુજરાતમાં આગામી 7 દિવસ ખૂબ જ ભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્રમાં અત્યંત ભારે વરસાદની ચેતવણી
સૌરાષ્ટ્રમાં અત્યંત ભારે વરસાદની આગાહી. (તસવીર: IMD/X)

Weather Update 17 August: પશ્ચિમ મધ્ય બંગાળની ખાડીને અડીને આવેલા ઉત્તર-પશ્ચિમ, ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશા કિનારા પર એક નવું નીચું દબાણ ક્ષેત્ર રચાઈ રહ્યું છે અને આગામી 24 કલાકમાં તે ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. ગોવા, મહારાષ્ટ્ર, ગુજરાતમાં આગામી સાત દિવસ દરમિયાન ખૂબ જ ભારે વરસાદ પડી શકે છે. 17-19 ઓગસ્ટ દરમિયાન મધ્ય મહારાષ્ટ્રના કોંકણ, ગોવા, ઘાટ વિસ્તારોમાં, 19-20 ઓગસ્ટે સૌરાષ્ટ્રમાં અત્યંત ભારે વરસાદ પડશે.

આ ઉપરાંત આગામી બે દિવસ દરમિયાન આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઓડિશામાં ભારેથી અતિ ભારે વરસાદ, 17-18 ઓગસ્ટ દરમિયાન દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ પર છૂટાછવાયા સ્થળોએ, 18 તારીખે ઓડિશા અને તેલંગાણામાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે. પશ્ચિમ ભારતની વાત કરીએ તો 17-19 ઓગસ્ટ દરમિયાન મધ્ય મહારાષ્ટ્રના કોંકણ, ગોવા, ઘાટ વિસ્તારોમાં, 19 અને 20 ઓગસ્ટે ગુજરાતના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. 17-21 ઓગસ્ટ દરમિયાન મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાત, 17-20 ઓગસ્ટ દરમિયાન કોંકણ, ગોવા, 17 અને 18 ઓગસ્ટના રોજ મરાઠવાડામાં અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.

દક્ષિણ ભારતની વાત કરીએ તો 17-18 ઓગસ્ટના રોજ દરિયાકાંઠાના કર્ણાટક, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, યાનમ, દક્ષિણ કર્ણાટકમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. 17મીએ તમિલનાડુમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદ પડશે. 17-20 ઓગસ્ટ દરમિયાન દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, યાનમ, આંતરિક કર્ણાટક, 17 અને 18 ઓગસ્ટના રોજ રાયલસીમા 17-19 ઓગસ્ટ દરમિયાન તેલંગાણા, 17-21 ઓગસ્ટ દરમિયાન દરિયાકાંઠાના કર્ણાટક, 18-20 ઓગસ્ટ દરમિયાન કેરળ, માહેમાં ભારે વરસાદ પડી શકે છે.

ઉત્તર-પશ્ચિમ ભારત માટે હવામાન વિભાગે જણાવ્યું છે કે 17-19 ઓગસ્ટ દરમિયાન જમ્મુ અને કાશ્મીર, લદ્દાખમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ