VIDEO: ભાવનગરમાં બિલ્ડીંગમાં ભીષણ આગ, બારીઓ તોડીને બાળકોને બચાવાયા

આજે સવારે ભાવનગરના કાલનાલા વિસ્તારમાં આવેલી ઈમારતના ભોયરામાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જે થોડાક જ સમયાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતું.

Written by Rakesh Parmar
AhmedabadUpdated : December 03, 2025 14:05 IST
VIDEO: ભાવનગરમાં બિલ્ડીંગમાં ભીષણ આગ, બારીઓ તોડીને બાળકોને બચાવાયા
કાળુભાર રોડ - સમીપ કોમ્પ્લેક્સમાં આગની ઘટના. (તસવીર: સોશિયલ મીડિયા)

ભાવનગરના કાલુપુર રોડ વિસ્તારમાં બુધવારે સવારે એક બિલ્ડીંગમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ભોંયરામાં શરૂ થયેલી આગ ઝડપથી સમગ્ર ઇમારતમાં ફેલાઈ ગઈ હતી. આ ઇમારતમાં અનેક હોસ્પિટલો આવેલી છે. દર્દીઓને હોસ્પિટલોમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઇમારતના કાચ તોડીને બાળકોને બચાવવામાં આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, આજે સવારે ભાવનગરના કાળુભાર રોડ – સમીપ કોમ્પ્લેક્સના ભોયરામાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જે થોડાક જ સમયાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતું. જોકે આસપાસના લોકોએ તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં દાખલ બાળકોનું રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દીધુ હતું અને હોસ્પિટલની બહારની કાચની બારીઓ તોડીને બાળકોને બચાલી લીધા હતાં. ત્યાં જ ફાયર વિભાગના કર્મચારીઓ પણ તાબડતોડ પહોંચી ગયા હતા અને આગ પર કાબૂ મેળવવા પાણીનો મારો શરૂ કરી દીધો હતો.

ચાદરમાં લપેટીને નવજાત બાળકોને બચાવાયા

કાળુપુર રોડ નજીક એક બહુમાળી સંકુલમાં પેથોલોજી લેબમાં આજે સવારે 9 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. આ સંકુલમાં ઘણી હોસ્પિટલો, અન્ય દુકાનો અને ઓફિસો આવેલી છે. આગ લાગ્યા બાદ સંકુલની હોસ્પિટલમાં દાખલ બાળકો અને અન્ય દર્દીઓને કાચ તોડીને બચાવી લેવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલાં જ સ્થાનિક રહેવાસીઓએ તાત્કાલિક બારી પર સીડી મૂકી અને ચાદરમાં લપેટાયેલા બાળકોને એક પછી એક બહાર કાઢવાનું શરૂ કર્યું. તેમની સતર્કતાથી બાળકોનો જીવ બચી ગયો. બધા દર્દીઓને મેડિકલ કોલેજની સર. ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચો: સુરતના SVNIT માં NRI વિદ્યાર્થીએ આત્મહત્યા કરી

આગ ઓલવવામાં એક કલાક લાગ્યો હતો. આગ હવે કાબુમાં આવી ગઈ છે અને સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. માહિતી મળતાં જ પાંચ ફાયર ટેન્ડર અને 50 કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. આગ એટલી બધી ફેલાઈ ગઈ હતી કે તેને ઓલવવામાં એક કલાક જેટલો સમય લાગ્યો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ