ભાવનગરમાં વરસાદનો કહેર! પાણીના જોરદાર પ્રવાહમાં વૃદ્ધ તણાયા, વીડિયો વાયરલ

Bhavnagar viral video: એક વૃદ્ધ વ્યક્તિ પાણીના જોરદાર પ્રવાહને પાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ દરમિયાન વૃદ્ધ અચાનક સંતુલન ગુમાવે છે અને પાણીમાં તણાઈ જાય છે. વૃદ્ધ બચી ગયા કે નહીં તેની હજુ સુધી કોઈ માહિતી સામે નથી આવી.

Written by Rakesh Parmar
June 17, 2025 22:40 IST
ભાવનગરમાં વરસાદનો કહેર! પાણીના જોરદાર પ્રવાહમાં વૃદ્ધ તણાયા, વીડિયો વાયરલ
રાણીવાડા ગામમાં એક વૃદ્ધ વ્યક્તિ પાણીના જોરદાર પ્રવાહમાં તણાયાનો એક વીડિયો સામે આવ્યો છે. (તસવીર: સોશિયલ મીડિયા, વીડિયો ગ્રેબ)

Bhavnagar Flood Video: ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં ક્યાંક છૂટોછવાયો તો ક્યાંક ધોધમાર વરસાદ પડી રહ્યો છે. દરમિયાન રાજ્યના ઘણા જિલ્લાઓ પણ ભારે વરસાદની ઝપેટમાં આવ્યા છે. આવમાં ભાવનગરના મહુવા તાલુકાના રાણીવાડા ગામમાં એક વૃદ્ધ વ્યક્તિ પાણીના જોરદાર પ્રવાહમાં તણાયાનો એક વીડિયો સામે આવ્યો છે. હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક વૃદ્ધ વ્યક્તિ પાણીના જોરદાર પ્રવાહને પાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ દરમિયાન વૃદ્ધ અચાનક સંતુલન ગુમાવે છે અને પાણીમાં તણાઈ જાય છે. વૃદ્ધ બચી ગયા કે નહીં તેની હજુ સુધી કોઈ માહિતી સામે નથી આવી. જોકે આ વાયરલ વીડિયોની ગુજરાતી ઈન્ડિયન એક્સપ્રેસ પુષ્ટિ કરતું નથી.

ભાવનગરમાં વરસાદનો કહેર

તમને જણાવી દઈએ કે આજે સવારે આવી જ બીજી ઘટના જોવા મળી હતી. ભાવનગર જિલ્લામાં એક શાળાના બાળકો પૂરમાં ફસાયા હોવાના સમાચાર સામે આવ્યા હતા. આ કિસ્સો પણ મહુવા તાલુકાનો છે. આ દરમિયાન ભારે વરસાદને કારણે તલગાજરડા ગામના ઘણા શાળાના બાળકો પાણીમાં ફસાઈ ગયા હતા. આ સમાચાર પૂર્વ કેબિનેટ મંત્રી અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી સુધી પહોંચતા જ તેમણે રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પ્રાર્થના સભામાં હાજર હતા, તેમણે તાત્કાલિક ભાવનગર કલેક્ટરને બચાવ ટીમ મોકલવા સૂચના આપી હતી. આ પછી બચાવ ટીમ તાત્કાલિક પહોંચી ગઈ અને તમામ બાળકોને સુરક્ષિત રીતે બચાવી લીધા.

આ પણ વાંચો: બોટાદનું ખાંભડા ગામ પાણીમાં ગરકાવ, ભાવનગરમાં પૂર જેવી સ્થિતિ

ભારે વરસાદને કારણે 3 ઘર ધરાશાયી થયા

બીજી તરફ છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા ગામમાં ભારે વરસાદને કારણે ત્રણ ઘર ધરાશાયી થયા હતા. સંખેડાના ઝવેરી વાળામાં એક પછી એક ત્રણ જૂના ઘર ધરાશાયી થયા, સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. ઘરના કાટમાળને કારણે બહાર પાર્ક કરેલી કારને ભારે નુકસાન થયું છે. સ્થાનિક વહીવટીતંત્ર અને રાહત અને બચાવ ટીમ સ્થળ પર કાર્યરત છે. ગુજરાતના બોટાદ જિલ્લામાં ગઈકાલે સાંજે 5 વાગ્યાથી આજે સવારે 6 વાગ્યા સુધી ભારે વરસાદ પડ્યો હતો. જિલ્લામાં સૌથી વધુ વરસાદ ગઢડામાં 14 ઇંચ નોંધાયો છે. બોટાદમાં સાડા સાત ઇંચ, રાણપુરમાં અઢી ઇંચ અને બરવાલામાં અઢી ઇંચ વરસાદ પડ્યો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ