ડેરી કૌભાંડના કથિત આરોપી વિપુલ ચૌધરી જામીન પર છૂટ્યા બાદ ફરી એકવાર ભાજપની ગુડ બુકમાં? કોંગ્રેસે શું આપી પ્રતિક્રિયા?

સીએમ ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) અને ડોરી કૌભાંડના કથિત આરોપી વિપુલ ચૌધરી (Vipul Chaudhary) માણસા (Mansa) ના સોલૈયા ગામ (Solaiya Village) માં આંજણા ચૌધરી સમાજ (Anjana Chaudhary Samaj) ના કાર્યક્રમમાં એક સ્ટેજ પર જોવા મળતા અનેક તર્ક વિતર્ક, શું વિપુલ ચૌધરી ફરી ભાજપ (BJP) ની ગુડ બુકમાં? કોંગ્રેસ (Congress) નેતા અર્જુન મોઢવાડીયા (arjun modhwadia) એ પણ આપી પ્રતિક્રિયા.

Updated : January 11, 2023 17:16 IST
ડેરી કૌભાંડના કથિત આરોપી વિપુલ ચૌધરી જામીન પર છૂટ્યા બાદ ફરી એકવાર ભાજપની ગુડ બુકમાં? કોંગ્રેસે શું આપી પ્રતિક્રિયા?
વિપુલ ચૌધરી અને સીએમ ભૂપેન્દ્ર પટેલ આંજણા ચૌધરી સમાજના કાર્યક્રમમાં એક સ્ટોજ પર (ફોટો - એક્સપ્રેસ)

પરિમલ ડાભી : ગુજરાતના પૂર્વ પ્રધાન વિપુલ ચૌધરી (Vipul Chaudhary) જામીન પર બહાર આવ્યાના લગભગ એક મહિના પછી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) રવિવારે આંજણા-ચૌધરી સમુદાય (anjana chaudhary samaj) ના એક વિશાળ કાર્યક્રમમાં તેમની સાથે સ્ટેજ શેર કર્યો છે.

જ્યારે સીએમ પટેલ સમુદાયના ‘સ્નેહ મિલન’ને સંબોધિત કરી રહ્યા હતા, ત્યારે વિપુલ ચૌધરી સાથે જોવામાં આવ્યા હતા, તમને જણાવી દઈએ કે, સરકાર દ્વારા વિપુલ ચૌધરી સામેના 800 કરોડના કથિત કૌભાંડમાં તપાસ કરવામાં આવી રહી છે, હંમેશા વિવાદોથી દૂર રહેતા સાવચેત મુખ્યમંત્રી માટે જે અસામાન્ય લાગતું હતું.

અંજના ચૌધરીની મોટી સંખ્યા અને પ્રભાવ તે ઓબીસીમાં એક શક્તિશાળી સમુદાય માનવામાં આવે છે, કારણ કે તેમાંના ઘણા ઉત્તર ગુજરાતમાં ડેરી અને કૃષિ ક્ષેત્રને નિયંત્રિત કરે છે. રવિવારના રોજ આ કાર્યક્રમ માણસા તાલુકાના સોલૈયા ગામમાં એનઆરઆઈ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં પાર્ટીની રેખાઓ પાર કરીને ગુજરાતના લગભગ તમામ ચૌધરી સમુદાયના નેતાઓએ હાજરી આપી હતી.

આ બેઠકમાં ભાજપના અશોક ચૌધરી પણ હાજર હતા, જેમણે જાન્યુઆરી 2021માં મહેસાણામાં દૂધસાગર ડેરીના ચેરમેનની ચૂંટણીમાં વિપુલને હરાવ્યા હતા. વિપુલ ચૌધરીને જામીન પર છોડવાનો આદેશ વિધાનસભાની ચૂંટણી પૂરી થયા બાદ જ આવ્યો હતો.

એક સામાન્ય મત એવો છે કે મુખ્યમંત્રી પટેલને વિપુલ ચૌધરીની સ્ટેજ પરની હાજરી અંગે જાણકારી ન હતી. પરંતુ બીજી તરફ એવો મત એ પણ છે કે, સીએમ સાથે વિપુલ ચૌધરીની હાજરીએ ભાજપ અને ચૌધરી વચ્ચે કોઇ સમજૂતી કરાર થયો હોઇ શકે એ સુચવે છે. કારણ એ પણ ચર્ચાઇ રહ્યું છે કે, વિપુલ ચૌધરી એક પાવરફુલ ચૌધરી નેતા છે. બીજુ એ કે ચૂંટણીમાં કોંગ્રેસના કારમા પરાજયથી વિપુલ ચૌધરી પાસે બીજો કોઇ વિકલ્પ પણ નથી.

આંજણા-ચૌધરી સમુદાયના એક વરિષ્ઠ નેતા અને રવિવારની મીટિંગના આયોજકે દલીલ કરી હતી કે, સંભવ છે કે સીએમ પટેલ તેમના આગમન સુધી મંચ પર વિપુલની હાજરી વિશે જાણતા ન હોય. “આ એક સામાજિક કાર્યક્રમ હતો. કાર્યક્રમના મુખ્ય યજમાન રમણ ચૌધરી અને વિપુલ ચૌધરી કૉલેજમાં સહપાઠી હતા, તેથી સ્વાભાવિક રીતે જ તેમણે વિપુલને મિત્ર તરીકે આમંત્રિત કર્યા હોય. તે એક સામુદાયિક કાર્યક્રમ હતો. જો તમે ધ્યાનથી જોયું હોય અને નોધ્યું હોય તો, સીએમએ તેમના સંબોધનમાં બધાના નામ લેતી વખતે વિપુલ ચૌધરીનુંનું નામ લીધું ન હતું.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા, જેમણે વિપુલને જેલવાસ અને મુક્તિ દરમિયાન ટેકો આપ્યો હતો, તેમણે કહ્યું કે, આ ભાજપની વ્યૂહરચનાનો બીજો સંકેત છે. “અમે ઇચ્છીએ છીએ કે સહકારી આંદોલન સ્વતંત્ર રહે, પરંતુ કમનસીબે, (ભાજપ) સરકાર લોકોને તેમના હાથ મરોડીને શરણાગતિ માટે દબાણ કરે છે અથવા લોકોને સહકારી આંદોલનમાંથી દૂર કરે છે. જેનો ભોગ વિપુલ ચૌધરી પણ બન્યા છે.

મોઢવાડિયાએ કહ્યું કે, તેઓ મુખ્યમંત્રી વિપુલ સાથે મંચ શેર કરવા વિશે અનુમાન કરવા માંગતા નથી: “મને ખબર નથી કે આ શા માટે છે, શક્ય છે કે ક્યાં તો વિપુલને આત્મસમર્પણ કરવાની ફરજ પાડવામાં આવી હોય અથવા વિપુલ ચૌધરીને ભાજપ સાથે કોઈ કરાર થયો હોય.

જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે વિપુલ ચૌધરીએ કહ્યું: “હું મુખ્યમંત્રી વતી વાત ન કરી શકુ કે તેમણે મારી સાથે સ્ટેજ કેમ શેર કર્યો. પરંતુ હું એ કહી શકું છું કે મેં મુખ્ય પ્રધાન સાથે સ્ટેજ શેર કર્યું કારણ કે હું તેમની પાર્ટી ભારતીય જનતા પાર્ટીમાં છું, આ સ્પષ્ટ છે.”

આ પણ વાંચોવ્યાજખોરો દ્વારા થતી હેરાનગતિ રોકવા પોલીસ સમગ્ર ગુજરાતમાં શરૂ કરાશે ઝુંબેશ

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેમની અને શાસક પક્ષ વચ્ચે કોઈ સમાધાન થયું છે, તો વિપુલે કહ્યું, “મને પણ આવી વાતો સાંભળવા મળી છે. પરંતુ હકીકત એ છે કે હું ભાજપમાં હતો, છું અને રહીશ… બાકી તો બધી અટકળો છે.

એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા ચૂંટણીના બે મહિના પહેલા સપ્ટેમ્બરમાં વિપુલની ધરપકડ એક આશ્ચર્યજનક હતી, અને ભાજપ દ્વારા તેને જોખમી જુગાર તરીકે જોવામાં આવ્યું હતું. વિપુલ એક સમયે શંકરસિંહ વાઘેલા સરકારમાં ગૃહ પ્રધાન હતા, અને પૂર્વ મુખ્ય પ્રધાને તેમના સમર્થનમાં એક રેલીને પણ સંબોધિત કરી હતી, અને ચૌધરી સમુદાયને ભાજપને મત આપવાનું કહ્યું હતુ.

ઑક્ટોબરમાં, ગુજરાત સરકારે વિપુલની જામીન અરજીનો વિરોધ કરતા કહ્યું હતુ કે, તપાસ હજુ ચાલુ છે અને ચાર્જશીટ દાખલ કરવામાં આવી નથી.

ચૌધરી સમુદાયના સામાજિક સંગઠન અર્બુદા સેના સાથે, વિપુલે તેની મુક્તિની માંગણી સાથે ભાજપ સામે વિરોધ કરીને, લડવાનો પ્રયાસ કર્યો.

ઉત્તર ગુજરાતમાં પરિણામોને પ્રભાવિત કરવા માટે 15-17 લાખની સંખ્યાવાળા સમુદાયની સંભવિતતાને જોતાં, વિપુલ કોને ટેકો આપશે તે અંગે ઘણી અટકળો ચાલી રહી હતી. મહેસાણા જિલ્લાના વિસનગરથી આમ આદમી પાર્ટી (આપ) દ્વારા વિપુલને સંભવિત ટિકિટ આપવાની ચર્ચા પણ હતી.

આ પણ વાંચોગાંધીનગર : આ વોટ્સએપ નંબરથી હવે સીધી જ મુખ્યમંત્રી કાર્યાલયમાં કરી શકાશે ફરિયાદ

ગુજરાતના પરિણામો જાહેર થયાના ચાર દિવસ પછી, ભાજપને રાજ્યમાં તેનો અત્યાર સુધીનો સૌથી મોટો જનાદેશ મળ્યો, બીજીબાજુ વિપુલ ચૌધરીને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા.

(ભાષાંતર – કિરણ મહેતા)

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ