VIRAL VIDEO: વલસાડમાં વીજ કરંટથી સાપ બેભાન થયો, આ માણસે CPR આપીને બચાવ્યો જીવ, ગુજરાતના મંત્રીએ કર્યા વખાણ

હાલમાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક સાપ દેખાય છે જે બેભાન થઈ ગયો છે. એક માણસ સાપને CPR આપતો જોવા મળે છે, તેનો જીવ બચાવવાની આશામાં. વીડિયોમાં તે સાપને પકડીને CPR આપતો જોવા મળે છે.

Written by Rakesh Parmar
December 04, 2025 19:42 IST
VIRAL VIDEO: વલસાડમાં વીજ કરંટથી સાપ બેભાન થયો, આ માણસે CPR આપીને બચાવ્યો જીવ, ગુજરાતના મંત્રીએ કર્યા વખાણ
ગુજરાતના મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ વ્યક્તિનો વીડિયો પોતાના એક્સ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. (તસવીર: વાયરલ વીડિયો)

આ દુનિયામાં ઘણા બધા જીવો અને પ્રાણીઓ છે. લોકો તેમાંથી ઘણાને પ્રેમ કરે છે, જ્યારે અન્યથી ડરીને દૂર રહે છે, જે વ્યાજબી પણ છે. સાપ પણ એક એવો જીવ છે જેનાથી લોકો દૂર રહેવાનું પસંદ કરે છે. જો સાપ કરડે છે તો માણસનો જીવ જોખમમાં મૂકાઈ શકે છે. આ જ કારણ છે કે સાપથી લોકો પોતાને દૂર રાખે છે, પરંતુ ઘણા લોકો એવા છે જે સમજે છે કે સાપનો જીવ પણ મહત્વપૂર્ણ છે અને તેઓ તેમનો જીવ બચાવવાનો પ્રયાસ કરે છે. એક માણસે આવું જ કર્યું અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, અને તેના આ કામ માટે તેની પ્રશંસા થઈ રહી છે.

એક માણસ સાપને CPR આપ્યો

હાલમાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક સાપ દેખાય છે જે બેભાન થઈ ગયો છે. એક માણસ સાપને CPR આપતો જોવા મળે છે, તેનો જીવ બચાવવાની આશામાં. વીડિયોમાં તે સાપને પકડીને CPR આપતો જોવા મળે છે. થોડીવાર CPR આપ્યા પછી પણ જ્યારે કંઈ થતું નથી, ત્યારે તે સાપના શરીરને એક જગ્યાએ દબાવતો જોવા મળે છે. થોડા સમય પછી સાપ ફરીથી ભાનમાં આવે છે અને તેનું શરીર હલતું જોઈ શકાય છે. માણસે CPR આપીને સાપનો જીવ બચાવ્યો, જેનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.

ગુજરાતના મંત્રીએ પ્રશંસા કરી

ગુજરાતના મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ વ્યક્તિનો વીડિયો પોતાના એક્સ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો અને કેપ્શનમાં તેની પ્રશંસા કરી છે. તેમણે લખ્યું, “દરેક જીવન કિંમતી છે. વલસાડ જિલ્લાના આમધા ગામમાં, મુકેશભાઈ વાયડે મોઢાથી મોઢા સુધી સીપીઆર દ્વારા વીજ કરંટથી બેભાન થયેલા સાપને નવું જીવન આપ્યું. મુકેશભાઈ વાયડે વાઇલ્ડ રેસ્ક્યુ ટ્રસ્ટના સક્રિય સભ્ય છે અને તેમણે અસંખ્ય સાપને બચાવ્યા છે. વન્યજીવન પ્રત્યેનું તેમનું સમર્પણ પ્રશંસનીય છે. આજે વિશ્વ વન્યજીવન સંરક્ષણ દિવસ પણ છે; આપણા ગુજરાતને વન્યજીવનનો સમૃદ્ધ વારસો મળ્યો છે.”

આ પણ વાંચો: કેમિકલ યુક્ત કેળા કેવી રીતે ઓળખવા? ઝેરી કેળાથી બચવા ફોલો કરો આ 3 ટિપ્સ

આ જ વીડિયોમાં તેઓ સાપને બચાવનાર વ્યક્તિ સાથે વાત કરતા પણ દેખાય છે. આ વ્યક્તિએ કરેલા પ્રશંસનીય કાર્યને કારણે આ વીડિયો સોશિયલ મીડિયા પર વ્યાપકપણે પોસ્ટ અને વાયરલ થઈ રહ્યો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ