Gujarat By Elections 2025: કડી-વિસાવદર વિધાનસભા બેઠકો માટે આજે મતદાન

Gujarat By Elections Voting Today: 19 જૂન ગુરૂવારના રોજ રાજ્યની બે વિધાનસભા બેઠકો માટે મતદાન યોજાશે. કડી અને વિસાવદર બેઠકની પેટાચૂંટણી માટે આજે મતદાન થશે.

Gujarat By Elections Voting Today: 19 જૂન ગુરૂવારના રોજ રાજ્યની બે વિધાનસભા બેઠકો માટે મતદાન યોજાશે. કડી અને વિસાવદર બેઠકની પેટાચૂંટણી માટે આજે મતદાન થશે.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
Gujarat By Elections Voting Today

Gujarat By Elections 2025 : ગુજરાતમાં બે વિધાનસભાની પેટા ચૂંટણી માટે ત્રિકોણિય જંગ

Gujarat By Elections Voting 2025: 19 જૂન ગુરૂવારના રોજ રાજ્યની બે વિધાનસભા બેઠકો માટે મતદાન યોજાશે. કડી અને વિસાવદર બેઠકની પેટાચૂંટણી માટે આવતીકાલે મતદાન થશે. વિસાવદરની પેટાચૂંટણી માટે એક તરફ આમ આદમી પાર્ટી (AAP) એ બે મહિના અગાઉ જ ઉમેદવાર જાહેર કરીને પ્રચાર શરૂ કરી દીધો હતો. જ્યારે ભાજપ-કોંગ્રેસે છેલ્લી ઘડીએ ઉમેદવારો જાહેર કર્યા હતા. આ પેટાચૂંટણીમાં મુખ્યત્વે જંગ તો ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે હોવાનું મનાઇ રહ્યું છે, પરંતુ કોંગ્રેસની ભૂમિકા પણ અતિમહત્ત્વની છે.

Advertisment

વિસાવદર બેઠક પર ભાજપના કિરીટભાઈ બાબભાઈ પટેલ, કોંગ્રેસના નિતિન રાણાપરિયા અને આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા ચૂંટણી મેદાનમાં છે. સૌરાષ્ટ્રમાં વિસાવદરની બેઠક ખુબ જ ચર્ચામાં છે. જ્યાં ત્રણેય પાર્ટીઓના પાટીદાર ઉમેદવારો વચ્ચે ત્રિકોણિય જંગ છે. પેટા ચૂંટણી માટે 19 જૂને વોટિંગ અને 23 જૂને મત ગણતરી થશે.

કડી અને વિસાવદર બેઠકો પર પેટા ચૂંટણી માટે રાજનૈતિક પાર્ટીઓના ઉમેદવારોએ નામાંકન દાખલ કરી દીધુ છે. ગાંધીનગર પાસે આવેલી કડી વિધાનસભા સીટ પર ભાજપના રાજેન્દ્ર ચાવડા, કોંગ્રેસના રમેશ ચાવડા અને આમ આદમી પાર્ટીથી જગદીશ ચાવડા ચૂંટણી મેદાનમાં છે. એસસી રિઝર્વ સીટ પર ત્રિકોણીય મુકાબલો જોવા મળી રહ્યો છે. પેટા ચૂંટણી માટે 19 જૂને વોટિંગ અને 23 જૂને મત ગણતરી થશે.

તમને જણાવી દઈએ કે, ફેબ્રુઆરીમાં વર્તમાન ધારાસભ્ય કરસનભાઈ પૂંજાભાઈ સોલંકીના નિધનથી કડી બેઠક ખાલી થઈ, જ્યારે ભૂપેન્દ્રભાઈના રાજીનામા બાદ વિસાવદર બેઠક ખાલી થઈ હતી. ચૂંટણી આયોગે આ બંને સીટો પર પેટા ચૂંટણીની જાહેરાત કરી 2 જૂનના રોજ કરી હતી.

Advertisment

23 જૂને મતગણતરી થશે

19 જૂને સવારથી સાંજ સુધી મતદાન યોજાશે. આ દરમિયાન તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી મતદારો કોઈપણ મુશ્કેલી વિના મતદાન કરી શકે. મતદાન બાદ 23 જૂને મતગણતરી થશે અને તે જ દિવસે પરિણામ જાહેર કરવામાં આવશે. ચૂંટણીપંચે મતદારોને ઉત્સાહભેર મતદાન કરવાની અપીલ કરી છે.

ગુજરાત ગુજરાતી ન્યૂઝ વિધાનસભા ચૂંટણી