Rain Forecast: હવામાન વિભાગે બે દિવસ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરી છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વીજળી સાથે ભારે વરસાદ પડી શકે છે. આ સમયગાળા દરમિયાન 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને વિભાગે માછીમારોને નદીઓમાં ન જવાની સલાહ પણ આપી છે.
IMD એ હિમાચલ પ્રદેશ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી પણ કરી છે. આ ઉપરાંત આગામી બે દિવસમાં પૂર્વ ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદની શક્યતા છે.
આ જિલ્લાઓમાં વરસાદની શક્યતા
હવામાન વિભાગની આગાહી મુજબ દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, સુરત, વલસાડ, ગીરસોમનાથ, જૂનાગઢ, નવસારી, તાપી, ડાંગ અને અમરેલી સહિત ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે. વિભાગે અન્ય જિલ્લાઓમાં પણ હળવા વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા મોનસૂન ટ્રફ, ચક્રવાતી પરિભ્રમણ પ્રણાલી સક્રિય થવાને કારણે વરસાદની આગાહી કરી છે.
આ પણ વાંચો: રાજ્યમાં સિઝનનો 108.34 ટકા વરસાદ, મંગળવારે 15 તાલુકામાં મેઘમહેર
અત્યાર સુધી સામાન્ય કરતાં 28 ટકા વધુ વરસાદ
આ વર્ષે ગુજરાત અને સમગ્ર દેશમાં સારો વરસાદ પડ્યો છે. ગુજરાતની વાત કરીએ તો આ વર્ષે સામાન્ય કરતાં આશરે 28 ટકા વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 107 ટકા વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્ર સિવાય, ગુજરાતના અન્ય તમામ ભાગોમાં સદીના આંકડા કરતાં વધુ વરસાદ પડ્યો છે. ઉત્તર ગુજરાતમાં 118.72 ટકા, મધ્ય પૂર્વીય ક્ષેત્રમાં 110.10 ટકા, સૌરાષ્ટ્રમાં 93.36 ટકા, કચ્છમાં 135.95 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 110.72 ટકા વરસાદ પડ્યો છે.