હાલમાં ગુજરાતમાં ભીષણ ગરમી પડી રહી છે. આગામી સમયમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં જોરદાર પવન ફૂંકાય શકે છે. ત્યાં જ હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના જણાવ્યા મુજબ, એપ્રિલના છેલ્લા અઠવાડિયામાં 8 રાજ્યોના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. આગામી દિવસોમાં હવામાન બદલાશે. આવનારા સમયમાં ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.
ગુજરાતમાં હાલના સમયમાં વરસાદની કોઈ સંભાવના નથી પરંતુ મે મહિનાના પહેલા અઠવાડિયામાં હવામાન બદલાવાની ધારણા છે. હવામાન 1 તારીખથી બદલાશે અને આ પરિવર્તન 5 મે સુધી ચાલુ રહે તેવી શક્યતા છે.
અમદાવાદ હવામાન કેન્દ્ર અનુસાર, ઘણા વિસ્તારોમાં વાતાવરણ વાદળછાયું હશે અને કેટલાક સ્થળોએ વાવાઝોડા આવે તેવી સંભાવના છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ, વાવ-થરાદ અને રાપરમાં એક કે બે સ્થળોએ જોરદાર પવન ફૂંકાઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં પણ વાવાઝોડાની સંભાવના છે.
શહેરોનું તાપમાન કેવું હશે
ગુજરાતના ઘણા જિલ્લાઓમાં 24 એપ્રિલ સુધી ભીષણ ગરમી રહેશે. આને કારણે ઘણા શહેરોનું તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચી શકે છે. આ સમય દરમિયાન, ગુજરાતના કેટલાક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી વધુની અપેક્ષા છે.
આ પણ જાણો : બેંગ્લોર વિ રાજસ્થાન હેડ ટૂ હેડ રેકોર્ડ, જાણો કઈ ટીમનું પલડું ભારે
હવામાનશાસ્ત્રી પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે આગામી દિવસોમાં રાજ્યના હવામાનમાં પરિવર્તન આવશે. પરેશ ગોસ્વામીએ કહ્યું કે મેના પહેલા અઠવાડિયામાં હવામાન બદલાશે. ત્યાં જ ધૂળવાળુ હવામાન પણ મે મહિનામાં જોવા મળશે. આ સિવાય ધૂળનું તોફાન ચાલશે. કચ્છના કેટલાક ભાગોમાં પવનની ગતિ 45 કિ.મી સુધી પહોંચી શકે છે.