/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/Gujarat-Rain-Forecast-2.jpg)
આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગાહી પહેલાં ગુજરાતમાં પ્રવેશ કરે તેવી શક્યતા છે. (તસવીર: Freepik)
Gujarat Weather Update: છેલ્લા એક-બે અઠવાડિયાથી ગુજરાતમાં કમોસમી વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી છે, જ્યારે કેટલાક ભાગોમાં ભારે ગરમી પણ પડી રહી છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. તમને જણાવી દઈએ કે, 23 થી 30 મે દરમિયાન ઘણી જગ્યાએ પ્રિમોન્સૂન પ્રવૃત્તિઓ થઈ શકે છે. હવામાન વિભાગે આવતીકાલે રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરી છે.
17 થી 21 મે દરમિયાન કેવું રહેશે હવામાન
17 મે 2025ના રોજ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
18 મે 2025 ના રોજ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે, જ્યારે 19 મે 2025 ના રોજ અમરેલી, ભાવનગર, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે.
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) May 16, 2025
20 અને 21 મે 2025 ના રોજ દાહોદ, નર્મદા, છોટા ઉદેપુર, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
આ પણ વાંચો: વિશ્વભરમાં ભૂખમરો ભયાનક ગતિએ વધ્યો, યુએનનો નવો રિપોર્ટ ચોંકાવનારો
ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે?
હવામાન વિભાગે જણાવ્યું છે કે આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગાહી પહેલાં ગુજરાતમાં પ્રવેશ કરે તેવી શક્યતા છે. સામાન્ય રીતે ચોમાસુ 15 જૂને ગુજરાતમાં પહોંચે છે. જોકે આ વર્ષે તે 4 દિવસ વહેલું 10 કે 11 જૂનની આસપાસ પહોંચશે. તેની અસર 12 જૂનની આસપાસ ગુજરાતમાં દેખાશે અને એટલું જ નહીં, તે ખૂબ જ ટૂંક સમયમાં સમગ્ર રાજ્યને આવરી લેશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us