અમદાવાદ વિમાન દુર્ઘટના મામલાની તપાસમાં કેમ UN જોડાવા માંગે છે?

Air India Plane Crash: અમદાવાદ એર ઇન્ડિયા ક્રેશ કેસમાં એક નવા સમાચાર સામે આવ્યા છે. આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠન પણ આ અકસ્માતની તપાસમાં પોતાને સામેલ કરવા માંગે છે.

Written by Rakesh Parmar
June 27, 2025 20:43 IST
અમદાવાદ વિમાન દુર્ઘટના મામલાની તપાસમાં કેમ UN જોડાવા માંગે છે?
અમદાવાદ ક્રેશ કેસની તપાસમાં UN સંસ્થાનું જોડાવવું એક આશ્ચર્યજનક બાબત છે. (તસવીર: સોશિયલ મીડિયા)

Air India Plane Crash: અમદાવાદ એર ઇન્ડિયા ક્રેશ કેસમાં એક નવા સમાચાર સામે આવ્યા છે. આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠન પણ આ અકસ્માતની તપાસમાં પોતાને સામેલ કરવા માંગે છે. પરંતુ અત્યાર સુધી મોદી સરકારે આ માટે લીલી ઝંડી આપી નથી, સૂત્રો દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકાર હજુ પણ તેના પર વિચાર કરી રહી છે.

ICAO નું કામ શું છે?

માહિતી માટે તમને જણાવી દઈએ કે આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠન સંયુક્ત રાષ્ટ્રનું એક ઉડ્ડયન સંગઠન છે. સમજવા જેવી વાત એ છે કે આ સંગઠન ફક્ત એવા કેસોની તપાસ કરે છે જ્યારે કોઈ વિમાન સંઘર્ષ ક્ષેત્રમાં ક્રેશ થાય છે અથવા કોઈ લશ્કરી કાર્યવાહીને કારણે અકસ્માત થાય છે. આ કારણોસર નિષ્ણાતો માને છે કે અમદાવાદ ક્રેશ કેસની તપાસમાં UN સંસ્થાનું જોડાવવું એક આશ્ચર્યજનક બાબત છે.

આ અંગે સરકારનું શું વલણ છે?

નામ ન આપવાની શરતે એક સરકારી અધિકારીએ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે તેમની વિનંતી પર હાલમાં વિચારણા કરવામાં આવી રહી છે. તેમના પ્રસ્તાવને સંપૂર્ણપણે નકારી કાઢવામાં આવ્યો નથી. એ પણ ભાર મૂકવામાં આવ્યો છે કે અમદાવાદ વિમાન ક્રેશ કેસમાં તમામ આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ અને પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: ઓડિશા પુરી રથયાત્રામાં અદ્ભુત દ્રશ્ય, લાખોની ભીડ એમ્બ્યુલન્સ માટે બની માનવસાંકળ

ICAO એ શું કહ્યું છે?

આ સંદર્ભમાં આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠન દલીલ કરે છે કે ત્યાં તેમની હાજરી અને તપાસમાં સામેલ થવાથી ખાતરી થશે કે તમામ આંતરરાષ્ટ્રીય ધોરણોનું પાલન થઈ રહ્યું છે. અન્ય એક સરકારી અધિકારીએ સ્પષ્ટપણે કહ્યું છે કે તમામ નિયમોનું સંપૂર્ણ પાલન થઈ રહ્યું છે, આ ઉપરાંત રાષ્ટ્રીય પરિવહન સલામતી બોર્ડ પહેલેથી જ આ તપાસમાં સામેલ છે.

ICAO નો ઇતિહાસ

ICAO વિશે વાત કરીએ તો તેઓએ 2014 માં મલેશિયા એરલાઇન્સની ફ્લાઇટ M17 ના ક્રેશની તપાસ કરી હતી. તેવી જ રીતે 2020 માં તેઓ યુક્રેનની આંતરરાષ્ટ્રીય એરલાઇન્સની ફ્લાઇટ PS 572 ના ક્રેશની તપાસમાં પણ સામેલ હતા. પરંતુ આ બંને કિસ્સાઓમાં દેશે પોતે આ સંગઠન પાસેથી મદદ માંગી હતી પરંતુ અમદાવાદ વિમાન દુર્ઘટના કેસમાં ICAO પોતે તપાસમાં જોડાવાની વાત કરી રહ્યું છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ