પ્રેમી અને મામા સાથે મળી પત્નીએ કરી પતિની હત્યા, પોલીસે ત્રણ દિવસ બાદ દફનાવેલી લાશ બહાર નીકાળી

Vadodara Crime News: પોલીસે જણાવ્યું હતું કે હત્યાની રાત્રે 18 નવેમ્બરે ગુલબાનુએ ઇર્શાદના ખોરાકમાં કંઈક ભેળવીને તેને બેભાન કરી દીધો હતો. ત્યારબાદ તૌસિફ અને તેના મામાએ ઘરમાં ઘૂસીને ગુલબનના દુપટ્ટાથી તેના પતિનું ગળું દબાવી દીધું અને પછી ભાગી ગયા હતા.

Written by Rakesh Parmar
November 24, 2025 14:54 IST
પ્રેમી અને મામા સાથે મળી પત્નીએ કરી પતિની હત્યા, પોલીસે ત્રણ દિવસ બાદ દફનાવેલી લાશ બહાર નીકાળી
પ્રેમી અને મામા સાથે મળી પત્નીએ કરી પતિની હત્યા. (તસવીર: CANVA)

વડોદરામાં એક 25 વર્ષીય મહિલાની તેના પતિની હત્યાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેણે તેના પ્રેમી અને મામા સાથે મળીને કાવતરું ઘડ્યું હતું. મહિલાની ઓળખ ગુલબાન બંજારા તરીકે થઈ છે. શરૂઆતમાં તેણીએ દાવો કર્યો હતો કે તેના પતિનું મૃત્યુ હૃદયરોગના હુમલાથી થયું હતું, પરંતુ તેના વર્તનથી પોલીસને શંકા ગઈ હતી. ત્યારબાદ રવિવારે સાંજે તેની ધરપકડ કરવામાં આવી. તેનો પ્રેમી, તૌસિફ અને મામા હજુ પણ ફરાર છે.

ટીઓઆઈના અહેવાલ મુજબ, પોલીસે જણાવ્યું હતું કે હત્યાની રાત્રે 18 નવેમ્બરે ગુલબાનુએ ઇર્શાદના ખોરાકમાં કંઈક ભેળવીને તેને બેભાન કરી દીધો હતો. ત્યારબાદ તૌસિફ અને તેના મામાએ ઘરમાં ઘૂસીને ગુલબનના દુપટ્ટાથી તેના પતિનું ગળું દબાવી દીધું અને પછી ભાગી ગયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર 18 નવેમ્બરે સવારે લગભગ 3 વાગ્યે ગુલબાનુએ ઇર્શાદના પરિવારને ફોન કર્યો અને અસ્વસ્થતા અનુભવવાની જાણ કરી. જ્યારે પરિવારે તેને હોસ્પિટલ લઈ જવાનો આગ્રહ કર્યો ત્યારે તેણે કહ્યું કે તે સ્વસ્થ થઈ રહ્યો છે અને ફોન કાપી નાખ્યો. બીજા દિવસે સવારે તે મૃત હાલતમાં મળી આવ્યો.

ગુલબાનુએ દાવો કર્યો હતો કે તે મોડી રાત સુધી તેનો મોબાઇલ ફોન વાપરતો હતો અને જ્યારે તે સૂતી હતી ત્યારે તેને હાર્ટ એટેક આવ્યો હતો. પરિવારને થોડો શંકા ગઈ પણ પછી તેની પત્ની પર વિશ્વાસ કરી લીધો અને તે જ દિવસે મૃતદેહને દફનાવી દેવામાં આવ્યો.

આ પણ વાંચો: વિજાપુરમાં બીજા ધોરણમાં ભણતી બાળકી સાથે શાળા પરિસરમાં છેડતી, માસૂમે કહ્યું, “તે માણસે મને ઇન્જેક્શન આપ્યું”

ડીસીપી (ઝોન II) મંજીતા વણજારાએ જણાવ્યું હતું કે ઇર્શાદના પરિવારે જોયું કે દફનવિધિના દિવસે ગુલબાનુ સતત કોઈની સાથે ફોન પર વાત કરી રહી હતી. જ્યારે તેઓએ તેનો ફોન ચેક કર્યો ત્યારે તેમને ચોક્કસ નંબર સાથે લાંબી વાતચીત જોવા મળી. જ્યારે પરિવારે તેણીને આ વિશે પૂછપરછ કરી ત્યારે તે ચૂપ રહી, જેના કારણે તેઓએ 21 નવેમ્બરના રોજ જેપી રોડ પોલીસનો સંપર્ક કરીને તપાસની વિનંતી કરી. પોલીસે જણાવ્યું હતું કે, “બધી જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા પછી અમે ઇર્શાદના મૃતદેહને બહાર કાઢ્યો. પોસ્ટમોર્ટમમાં બહાર આવ્યું કે તેનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી.” ત્યારબાદ પોલીસે ગુલબાનુની ધરપકડ કરી.

પૂછપરછ દરમિયાન એવું બહાર આવ્યું કે ગુલબાનનો તૌસિફ સાથે એક વર્ષથી અફેર હતું. તે દરજી છે. શરૂઆતમાં બંનેએ ભાગી જવાની યોજના બનાવી હતી પરંતુ પછી તેઓએ પતિની હત્યા કરવાની યોજના બનાવી. માહિતી મુજબ ત્રણેય છેલ્લા ત્રણ મહિનાથી હત્યાની યોજના બનાવી રહ્યા હતા. હત્યાના દિવસે બંનેએ ઇર્શાદનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બેભાન થવાને બદલે ઇર્શાદે ચીસો પાડવાનું શરૂ કર્યું. આ પછી તેઓએ દુપટ્ટો વાપર્યો. ગુલબાને વિચાર્યું કે બાળકો તેમના પિતાનો અવાજ સાંભળીને જાગી જશે તેથી ગુલબાને પોતે તૌસીફને તેનો દુપટ્ટો આપ્યો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ