ગુજરાતમાં શિયાળો સત્તાવાર બેસી ગયો છે પરંતુ શિયાળાની કડકડતી ઠંડી હજી નથી પડતી. બુધવારે રાત્રે અને ગુરુવારે સવારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં માવઠું પડ્યું હતું. ગુજરાતમાં મહત્તમ અને લઘુ્તમ તાપમાન સામાન્યથી 11 ડિગ્રી વધારે છે. જોકે આગામી બે દિવસોમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય. ત્યારબાદ લગભગ બેથી ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આશા છે. ભારત મૌસમ વિજ્ઞાન વિભાગના એક બુલેટિન પ્રમાણે આગામી બે ત્રણ દિવસોમાં તાપવાનનો પારો ગગડશે અને કડકડતી ઠંડી પડવાની શક્યાઓ છે.
ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં તાપવાનની વાત કરીએ મીડિયમથી ઉચ્ચતમ તાપમાન દિવમાં 11 ડિગ્રી નોંધાયું હતું. અમરેલી અને વડોદરામાં 21.4 ડિગ્રી સેલ્સિયસ પ્રત્યેક સામાન્ય ન્યૂનતમ તાપમાનથી ક્રમશઃ નવ અને આઠ ડિગ્રી વધારે ગરમ રહ્યું હતું.
ત્યારબાદ અમદાવાદમાં 20.5 ડિગ્રી, ભાવગનરમાં 22.2 ડિગ્રી, પોરબંદરમાં 23 ડિગ્રી, વેરાવળમાં 24 ડિગ્રી તાપમાન સાત-સાત ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. 32.2 ડિગ્રી સેલ્સિયસ સાથે ભૂજમાં મહત્તમ તાપમાનમાં ચાર ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. જે રાજ્યનું સૌથી વધારે તાપમાન હતું. આનું લઘુત્તમ તાપમાન 16.8 ડિગ્રી સેલ્સિયસ હતું જે સામાન્ય તાપમાનથી 6 ડિગ્રી વધારે હતું.
આ પણ વાંચોઃ- આજનો ઇતિહાસ: 16 ડિસેમ્બરે પાકિસ્તાની સેના સામે ભારતની જીતની યાદમાં ‘વિજય દિવસ’ની ઉજવણી
શુક્રવારે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે. મહત્તમ અને લઘુત્તમ તાપમાન બંનેમાં વૃદ્ધિ થઈ છે જે સામાન્ય તાપમાનથી ક્રમશઃ બે અને સાત ડિગ્રી સેલ્સિયસથી વધારે છે. હવામાન વિભાગે શુક્રવારે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદનું પણ અનુમાન લગાવ્યું છે.
આ પણ વાંચોઃ- પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવમાં અમિત શાહ હાજર રહ્યા, કહ્યું- લાખો યુવાનોને BAPS દ્વારા વ્યસન મુક્ત કરાયા
હવામાન વિભાગે અમદાવાદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, ડાંગ, સૂરત, નર્મદા, નવસારી, વલસાડ અને સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી જિલ્લામાં અલગ-અલગ સ્થાનો ઉપર હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે 17 ડિસેમ્બરે નર્મદા, તાપી, છોટા ઉદેપુર અને ડાંગ જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરી છે.