વડોદરા હરણી બોટકાંડનો મામલો આજે ફરીથી ગુંજ્યો છે. વડોદરામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ચાલુ કાર્યક્રમમાં બે મહિલાએ પોતાની વ્યથા ઠાલવી હતી. ચાલુ કાર્યક્રમમાં મહિલાઓએ પોતાની રજૂઆત કરી હતી એ દરમિયાન સીએમ ભૂપેન્દ્ર પટેલે તેઓને કહ્યું હતું કે, તમે કોઈ એજન્ડા સાથે આવ્યા છો અને પ્રીપ્લાનથી આવ્યા છો. જોકે આ દરમિયાન સંધ્યા નિઝામા અને સરલા શિંદેને પોલીસે બેસાડી દીધા હતા.
હરણી બોટકાંડના દોઢ વર્ષ બાદ પણ ન્યાય ન મળતા આજે સંધ્યા નિઝામા અને સરલા શિંદેએ મુખ્યમંત્રીને ચાલુ કાર્યક્રમમાં જ પોતાની રજૂઆત કરી હતી. આ દરમિયાન મૃદુ સ્વભાવના સીએમ ભૂપેન્દ્ર પટેલનું નવું સ્વરૂપ જોવા મળ્યું હતું અને તેઓ મહિલાઓને બેસી જવા અને ખાસ એજન્ડા સાથે પ્રીપ્લાન કરી આવ્યા હોવાનું કહ્યું હતું. જોકે બાદમાં સીએમ એ આ મહિલાઓને કાર્યક્રામ બાદ મળવાનું કહ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બંને મહિલાઓ સાથે વાતચીત કરી હતી. જોકે બાદમાં બંને મહિલાના પતિ પંકજ શિંદે અને કલ્પેશ નિઝામાને પોલીસે ડિટેઇન કર્યા હતા અને ત્યારબાદ બંને મહિલા અને તેમના પતિને ક્રાઇમ બ્રાન્ચ લઈ જવાયા હતા, જ્યાં તેમને કોઈના કહેવાથી વિરોધ કર્યો છે કે કેમ તે જાણવા માટે તેમની પૂછપરછ કરાઈ રહી છે.
મુખ્યમંત્રીએ મહિલાઓને શું કહ્યું?
“બેન, તમે સ્પેશિયલ એજન્ડાથી આવ્યાં છો. તો અત્યારે બેસી જાઓ, મને મળો શાંતિથી. તમે અત્યારે બેસી જાઓ, મને મળીને જજો. આ બાજુ જુઓ તમે. એની પર ધ્યાન ના આપશો, તે સ્પેશિયલ એજન્ડાથી આવ્યાં છે, એટલે તેની પર ધ્યાન આપવાની જરૂર નથી.
કોઈપણ મુશ્કેલી હોય, સોમવારે આપણે કોઇને રોકતા નથી. ત્યાં આવીને કોઈપણ મળી શકે છે અને ઘણા બધા રેગ્યુલર આવે પણ છે, પણ જ્યારે કોઈ પ્રોગ્રામમાં આવ્યા હોઇ ત્યારે તે પ્રોગ્રામમાં આવીને રજૂઆત કરવી તે આપણી સંસ્કારી નગરીને શોભે નહીં અને આની અંદરથી જ આપણે બહાર નીકળવાનું છે.
આ પણ વાંચો: વિદ્યાર્થીને ભગાડી જનાર શિક્ષિકા નીકળી પ્રેગ્નેન્ટ, હવે પોલીસ DNA ટેસ્ટ કરાવશે
મહિલાઓએ શું કહ્યું?
સંધ્યા નિઝામા અને સરલા શિંદે હરણી બોટકાંડમાં ન્યાય ન મળતા મુખ્યમંત્રીના કાર્યક્રમમાં પહોંચી હતી અને તેમણે કહ્યું કે, સાહેબ અમે તમને મળવા માંગીએ છીએ પણ મળવા દેવામાં આવતા નથી. વારંવાર અધિકારીઓ અમને તમને મળવાથી રોકી રહ્યા છે. અમને ન્યાય મળ્યો નથી. દોઢ વર્ષથી અમે તમને મળવા માટે આવીએ છીએ, કોઈ મળવા દેતું નથી.





