Mahila Swavalamban Yojana: આ યોજનામાં રાજ્યની મહિલાઓને સબસિડી સહિત વિશેષ લાભ મળશે

રાજ્ય સરકાર દ્વારા બ્યુટી પાર્લર, ટેલરિંગ, અગરબત્તી, તમામ પ્રકારના મસાલા, ભરતકામ, મોતીકામ, દૂધ ઉત્પાદન સહિત 307 વ્યવસાયો માટે 2 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે.

રાજ્ય સરકાર દ્વારા બ્યુટી પાર્લર, ટેલરિંગ, અગરબત્તી, તમામ પ્રકારના મસાલા, ભરતકામ, મોતીકામ, દૂધ ઉત્પાદન સહિત 307 વ્યવસાયો માટે 2 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
Mahila Swavalamban Yojana, મહિલા સ્વરોજગાર યોજના

આ યોજનામાં સબસિડીના દર શ્રેણીવાર નક્કી કરવામાં આવે છે. (તસવીર: Freepik)

ગુજરાતમાં મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે સરકાર પ્રયત્નશીલ રહે છે. મહિલા અને બાળ વિકાસ વિભાગની 'મહિલા સ્વરોજગાર યોજના' મહિલાઓને તેમના કૌશલ્યના આધારે સ્વરોજગાર પૂરી પાડવાની દિશામાં એક પ્રશંસનીય પગલું છે.

Advertisment

આ યોજના હેઠળ જે મહિલાઓ પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગે છે તેમને રાજ્ય સરકાર દ્વારા બ્યુટી પાર્લર, ટેલરિંગ, અગરબત્તી, તમામ પ્રકારના મસાલા, ભરતકામ, મોતીકામ, દૂધ ઉત્પાદન સહિત 307 વ્યવસાયો માટે 2 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે.

કોને મળશે લાભ

રાજ્યમાં 18 થી 65 વર્ષની વયની કોઈપણ મહિલા આ યોજનાનો લાભ લઈ શકે છે. આ યોજનામાં સબસિડીના દર શ્રેણીવાર નક્કી કરવામાં આવે છે. જેમાં સામાન્ય શ્રેણીની મહિલાઓ માટે પ્રોજેક્ટ ખર્ચના 30% અથવા મહત્તમ 1 લાખ રૂપિયાની રકમ મંજૂર કરવામાં આવશે.

આ પણ વાંચો: ગુજરાતના હવામાનમાં થશે બદલો, જાણો આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન?

Advertisment

અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની મહિલાઓ માટે 30 અથવા 60,000 રૂપિયા આપવામાં આવશે. વિધવા મહિલાઓ અને 40 ટકાથી વધુ અપંગતા ધરાવતી મહિલાઓને 5,000 રૂપિયા અને 40 ટકા સુધી અથવા 80,000 રૂપિયા, જે ઓછું હોય તે સબસિડી ઉપલબ્ધ છે.

આ યોજના હેઠળ શહેરી વિસ્તારોમાં રહેતા એવા લોકોને લાભ મળશે જેમના પરિવારની વાર્ષિક આવક 25 લાખ રૂપિયા છે. ગ્રામીણ વિસ્તારોમાં રૂ. 1,50,000 અને રૂ. 1,20,000 સુધીની સંપત્તિ ધરાવતી કોઈપણ મહિલા અરજી કરી શકે છે.

સરકારી યોજના ગુજરાતી ન્યૂઝ ગુજરાત સરકાર ગુજરાત