Year Ender 2024: ગુજરાત માટે વર્ષ 2024 નકલીની બોલબાલા, જ્યાં જુઓ ત્યાં નકલી જ નકલી, વાંચો ખાસ અહેવાલ

વર્ષ 2024માં ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં નકલીની બોલબાલા રહી છે. ત્યારે રાજ્યમાં નકલી પોલીસ અધિકારી, નકલી જજ, નકલી ઈડી અધિકારી, નકલી પીએ અને નકલી ઘી સુધીની એવી વસ્તુઓ મળી આવી છે કે હવે રાજ્યના નાગરીકોને દરેક વસ્તુઓ પર શંકા ઉપજી રહી છે.

વર્ષ 2024માં ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં નકલીની બોલબાલા રહી છે. ત્યારે રાજ્યમાં નકલી પોલીસ અધિકારી, નકલી જજ, નકલી ઈડી અધિકારી, નકલી પીએ અને નકલી ઘી સુધીની એવી વસ્તુઓ મળી આવી છે કે હવે રાજ્યના નાગરીકોને દરેક વસ્તુઓ પર શંકા ઉપજી રહી છે.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
Gujarati News, Year 2024 Fake Items, Fake Officials, Fake Judges,

નકલી, નકલી, નકલી, હવે તો રાજ્યના નાગરીકોને દરેક વસ્તુઓ પર શંકા ઉપજી રહી છે. (તસવીર: ફાઈલ ફોટો)

Year Ender 2024: વર્ષ 2024માં ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં નકલીની બોલબાલા રહી છે. ત્યારે રાજ્યમાં નકલી પોલીસ અધિકારી, નકલી જજ, નકલી ઈડી અધિકારી, નકલી પીએ અને નકલી ઘી સુધીની એવી વસ્તુઓ મળી આવી છે કે હવે રાજ્યના નાગરીકોને દરેક વસ્તુઓ પર શંકા ઉપજી રહી છે. ગુજરાતમાં નકલી ચીજ વસ્તુઓની સાથોસાથ અધિકારીઓ પણ નકલી હોવાના કિસ્સા સામે આવ્યા. આખે આખી સરકારી કચેરીઓ પણ બોગસ હોવાના ચોંકાવનારા કિસ્સા સામે આવ્યા. ગુજરાતમાં નકલીની બોલબાલા અંગે વાંચો ખાસ અહેવાલ.

Advertisment

ગુજરાતમાં વર્ષ 2024 દરમિયાન સવાલ એ થાય કે, ગુજરાતમાં અસલી છે શું? પહેલાં દવાઓ નકલી, પછી દવા આપનારો ડોક્ટરો નકલી, પછી નકલી માર્કશીટ, પછી નકલી ઉમેદવાર પરીક્ષા આપી ગયા, પછી નકલી પરિણામ, આટલું પુરતું નહોંતું તો નકલી પોલીસ, પછી અધિકારીઓ નકલી, ત્યાં સુધી કે નકલી IPS અધિકારી, CMO અને PMO માં કામ કરતા હોવાનું કહીને રોફ મારતા નકલી અધિકારીઓ, મંત્રીના નકલી પીએ, નકલી ડોક્ટરો, નકલી સરકારી કચેરીઓ આટલું બધું ગુજરાતમાં નકલી એટલે કે સાવ બોગસ હોવાનું અત્યાર સુધી સામે આવી ચુક્યું છે.

  • એપ્રિલ, 2024 : ગુજરાત યુનિવર્સિટી પોલીસે સૌરિશ ઘોષ નામના ઠગને પકડી લીધો હતો. તે નકલી ગૃહમંત્રાલયના અધિકારી તરીકે ઓળખ આપતો હતો.
  • 21 એપ્રિલ, 2024: સુરતના અડાજણ પોલીસ સ્ટેશનમાં અડાજણ વિસ્તારમાં હોટલ સંચાલકે 29/09/2023ના રોજ ગોપાલ પટેલ નામના ઇસમ સામે એક છેતરપિંડીનો ગુનો નોંધાવ્યો હતો. જેમાં તેને ફરિયાદમાં જણાવ્યું હતું કે ગોપાલે G-20નું ટેન્ડર કે જે પોલીસ મકાન બાંધવાનું છે તે ગાંધીનગરમાંથી બહાર પાડવાનું છે અને આ ટેન્ડર અપાવવાની લાલચ આપીને હોટલ સંચાલક પાસેથી કટકે કટકે 28 લાખ રૂપિયા લઇ તેની સાથે છેતરપિંડી કરી હતી.
  • નકલી સ્કૂલ, 5 જુલાઈ-2024 : માલિયાસણ નજીક પીપળિયામાં ગત 5 જુલાઈએ ગૌરી ઈંગ્લિશ મીડિયમ સ્કૂલના નામે છેલ્લા 6 વર્ષથી શિક્ષણ વિભાગની મંજૂરી વિના ધમધમતી નકલી સ્કૂલને સીલ કરવામાં આવી હતી. ગૌરી સ્કૂલના સંચાલકોએ શિક્ષણ વિભાગની મંજૂરી વિના 6 વર્ષથી ગેરકાયદે સ્કૂલ ચલાવતા હતા. સ્કૂલના નામની માર્કશીટ અપાતી હતી. વાલીઓને ફીની પહોંચ અપાતી હતી. આ કેસમાં નકલી સ્કૂલ ઊભી કરનાર તિવારી દંપતી ફરાર છે.
  • ઓગસ્ટ, 2024 : સુરતના કામરેજથી નકલી IPS પ્રદીપ પટેલ ઝડપાયો હતો.
  • ઓગસ્ટ, 2024 : સુરતના સિંગણપોર પોલીસે મહિલાઓની પજવણી કરતા નકલી CID અધિકારી તરૂણ ભટ્ટને પકડી પાડ્યો હતો.
  • સપ્ટેમ્બર, 2024 : હિમાંશુ રાય નામનો ઠગ નકલી કસ્ટમ અધિકારી બનીને ફરતો હતો. તે સુરતના વરાછા પાસેથી ઝડપાયો
  • સપ્ટેમ્બર, 2024 : પ્રકાશ નાઈ નામનો વ્યક્તિ નકલી ડેપ્યુટી કલેક્ટર બનીને રોફ જમાવતો હતો તેને બાયડ પાસેથી પકડી લેવાયો હતો.
  • સપ્ટેમ્બર, 2024 : નકલી CBI અધિકારી બનીને ફરતા હિતેશ્વરસિંહ મોરીને ઝડપી લેવાયો હતો. તેની પૂછતાછ કરતાં તે સુરેન્દ્રનગર પાલિકાનો ભાજપનો કોર્પોરેટર નીકળ્યો હતો.
  • સપ્ટેમ્બર, 2024 : નેતાઓ સાથેના ફોટા બતાવી લૂંટ ચલાવનાર ભરત છાબડા પોતાની ઓળખ નકલી કેન્દ્રીય એજન્સી અધિકારી તરીકે ઓળખ આપતો હતો.
  • નવેમ્બર, 2024 : પોતાની ઓળખ IAS તરીકે આપીને અમદાવાદમાં બાઉન્સર સાથે ફરતા મેહુલ શાહ નામના વ્યક્તિને દબોચી લેવાયો હતો.
  • નકલી જજ, 22 ઓક્ટોબર-2024: મોરિસ સેમ્યુલ ક્રિશ્ચયન નામના શખ્સે ગાંધીનગરમાં નકલી કોર્ટ બનાવીને અબજો રૂપિયાની જમીન પોતાના નામે કરાવી લીધી હતી. મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયને 100 એકરથી વધુની સરકારી જમીનો પોતાના નામે કરવાના નકલી હુકમો કરી અબજોની જમીન હડપી લીધી છે. તેણે આર્બિટ્રેટર જજ બનીને નકલી સ્ટાફ અને વકીલો રાખીને કોર્ટનો માહોલ ઊભો કર્યો હતો.
  • નકલી IAS અધિકારી, નવેમ્બર, 2024 : મોરબીમાં રહેતા અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પકડેલા મેહુલ શાહ નામના આરોપીએ પોતે નકલી IAS હોવાની ઓળખ આપીને અનેક લોકો સાથે છેતરપિંડી કરી હતી. આરોપી પોતે IAS અધિકારી છે તેવું સાબિત કરવા માટે ઇનોવા ગાડીમાં અવરજવર કરતો હતો. જેમાં સાયરન અને લાલબત્તી પણ લગાવી હતી. આરોપી સાથે બાઉન્સર પણ રાખતો હતો.
  • 5 ડિસેમ્બર, 2024: સુરત ઝોન-4 પોલીસ દ્વારા 14 જેટલા બોગસ ડૉક્ટરોને ઝડપી પાડવામાં આવ્યા હતા. બોર્ડ ઓફ હોમિયોપેઠીનો ડાયરેક્ટર અમદાવાદના બીકે રાવતની પણ સુરત પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જેમાં 1200 જેટલી બોગસ ડિગ્રીના ડેટા પણ મળી આવ્યા હતા. જેમાં BEHM.COM ગુજરાતની વેબ પોર્ટલના માધ્યમ પરથી રજીસ્ટ્રેશન કરતા હોવાની જાણકારી મળી હતી.
યર એન્ડર ગુજરાતી ન્યૂઝ અમદાવાદ ગુજરાત