/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/5-hidden-gems-in-india-.jpg)
ભારતમાં ઘણી એવી જગ્યા છે જેની સુંદરતા આજે પણ લોકોની નજરથી છુપાયેલી છે (તસવીર - ફ્રિપીક)
hidden vacation spots in India : શું તમે પણ વ્યસ્ત જીવન અને રોજિંદા તણાવથી થોડી રાહત મેળવવાનું વિચારી રહ્યા છો અને આ માટે પણ કોઇ ટ્રિપ પર જવાનું વિચારી રહ્યા છો? જો હા, તો આ લેખ તમારા માટે મદદરૂપ થઈ શકે છે. વેકેશન પર જવું અથવા શાંત અને સુંદર જગ્યાએ રજાઓ ગાળવી એ તણાવ અને સ્ટ્રેસથી રાહત મેળવવાનો શ્રેષ્ઠ માર્ગ માનવામાં આવે છે.
આવામાં લોકો જાણીતા પ્રવાસન સ્થળો તરફ ભાગે છે પરંતુ આવી જગ્યાઓ પર ભીડ અને અવાજના કારણે આરામથી સમય પસાર કરવો મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં જો તમે ભીડથી દૂર કોઈ સ્થળ શોધી રહ્યા છો, જ્યાં કુદરતી સૌંદર્ય, શાંતિ અને આરામનો અનોખો સંયોગ હોય, તો અમે તમને ભારતના આવા જ 5 Hidden Gem વિશે જણાવી રહ્યા છીએ.
આ એક એવી જગ્યા છે જેની સુંદરતા આજે પણ લોકોની નજરથી છુપાયેલી છે. વધુ આશ્ચર્યજનક વાત એ છે કે અહીં તમને શુદ્ધ હવા, હરિયાળી અને આરામદાયક વાતાવરણ પણ જોવા મળશે. તો ચાલો નજર કરીએ આ સુંદર સ્થળો પર.
તીર્થન વેલી, હિમાચલ પ્રદેશ
હિમાચલ પ્રદેશની તીર્થન વેલી ગ્રેટ હિમાલયન નેશનલ પાર્કની નજીક આવેલી છે અને પ્રકૃતિપ્રેમીઓ માટે તે કોઈ સ્વર્ગથી ઓછી નથી. અહીં તમને લીલાછમ જંગલો, વહેતી નદીઓ અને શાનદાર પહાડોનો અદભૂત નજારો જોવા મળશે. આ સિવાય જો તમને એડવેન્ચરનો શોખ હોય તો તમે અહીં ટ્રેકિંગ, કેમ્પિંગ અને રિવર ક્રોસિંગ જેવી અનેક રોમાંચક એક્ટિવિટી પણ કરી શકો છો. સેરોલસર તળાવ, ચોલકુલ ટ્રેક અને ગ્રેટ હિમાલયન નેશનલ પાર્કની અંદરના રસ્તાઓ ટ્રેકર્સ માટે એકદમ યોગ્ય છે.
ધનાચુલી, ઉત્તરાખંડ
ધનાચુલી ઉત્તરાખંડનું એક કોર્મશિયલી પર્યટનથી અજાણ એક સુંદર હિલ સ્ટેશન છે. શહેરના ઘોંઘાટથી દૂર શાંત અને તાજગીસભર વાતાવરણમાં થોડા દિવસ વિતાવવા માંગતા લોકો માટે આ સ્થળ એકદમ યોગ્ય છે. અહીંથી તમે ત્રિશુલ, નંદા દેવી અને પંચચુલી જેવા બરફથી ઢંકાયેલા હિમાલયના શિખરોનો અદભૂત નજારો જોઈ શકો છો.
આ પણ વાંચો - દ્રાક્ષની ચટણી કેવી રીતે બનાવવી? ઘરે તમારે ચોક્કસ ટ્રાય કરવી જોઈએ
ફુગતાલ મઠ, લદ્દાખ
ફુગતાલ મઠ એક ગુફાની અંદર બનેલો મઠ છે, જે ઉંચી પહાડીઓમાં સ્થિત છે. માનવામાં આવે છે કે આ મઠ લગભગ 2,500 વર્ષ જૂનો છે અને ઝારપુ નદીના કિનારે ખડકોમાં વસેલો છે, જેનાથી તેની સુંદરતામાં વધારો થાય છે. આ સ્થળ ઇતિહાસ અને આધ્યાત્મિકતાથી ભરેલું છે. જો તમે તમારા વ્યસ્ત જીવનમાંથી વિરામ લેવા માંગતા હોવ અને શાંતિ અને આત્મ-પ્રતિબિંબનો સમય પસાર કરવા માંગતા હો, તો આ સ્થાન તમારા માટે યોગ્ય છે.
માવલિનનોંગ, મેઘાલય
જો તમે એવી જગ્યાની શોધમાં હોવ જે માત્ર સુંદર જ નહીં, પરંતુ સ્વચ્છતા અને પ્રાકૃતિક સુંદરતાનું પણ એક ઉત્તમ ઉદાહરણ હોય, તો મેઘાલયના માવલિનનોંગ ચોક્કસપણે તમારી મુસાફરીની સૂચિમાં હોવું જોઈએ. આ ગામ માત્ર ભારતનું જ નહીં પરંતુ એશિયાનું સૌથી સ્વચ્છ ગામ બનવાનું બિરુદ પ્રાપ્ત કર્યું છે. હરિયાળી, સ્વચ્છ શેરીઓ, ઇકો-ફ્રેન્ડલી વાતાવરણ અને અનોખી પરંપરાઓ તેને વિશેષ બનાવે છે.
લખપત, ગુજરાત
ઇતિહાસ અને શાંતિના અદ્ભુત મિશ્રણથી સમૃદ્ધ, લખપત ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલું એક વિસરાઈ ગયેલું શહેર છે. તેના પ્રાચીન કિલ્લાઓ અને શાંત પરિદ્રશ્ય તેને ઇતિહાસ પ્રેમીઓ અને પ્રકૃતિ પ્રેમીઓ માટે એક આદર્શ સ્થળ બનાવે છે. આવી સ્થિતિમાં, તમે અહીં જવા માટે કોઈ યોજના બનાવી શકો છો.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us