/indian-express-gujarati/media/media_files/2026/01/21/aamir-khan-secret-weight-loss-diet-tips-in-gujarati-2026-01-21-14-42-43.jpg)
આમિર ખાન સિક્રેટ વેઇટ લોસ ટિપ્સ ડાયટ ફિટનેસ ટિપ્સ। Aamir Khan secret weight loss diet fitness tips in gujarati Photograph: (Social Media)
જીવનશૈલી | બોલિવૂડ સ્ટાર આમિર ખાન (Aamir Khan) ફરી એકવાર સમાચારમાં છે. આ વખતે આમિરને લઈને ચર્ચામાં રહેલી ફિલ્મ માટે કોસ્ચ્યુમ બદલવાની વાત નથી, પરંતુ તેનું અદ્ભુત શારીરિક પરિવર્તન છે. કોઈ પણ ટાઈપની સખત કસરત કે જીમમાં પરસેવો પાડ્યા વિના આમિરે 18 કિલો વજન ઘટાડ્યું છે.
આમિર ખાન સિક્રેટ વેઇટ લોસ ટિપ્સ
આમિર ખાનની નવી ફિલ્મ 'હેપ્પી પટેલ: ખતરનક જાસૂસ' ના પ્રમોશન દરમિયાન ચાહકોને આમિરને વધુ પાતળો દેખાતો જોઈને આશ્ચર્ય થયું હતું. તેણે પોતે આ ફેરફાર પાછળનું સિક્રેટ, 'બળતરા વિરોધી આહાર' જાહેર કર્યું હતું. આમિર કહે છે કે તેણે વજન ઘટાડવાના ઉદ્દેશ્યથી આ આહાર પસંદ કર્યો ન હતો.
વર્ષોથી તેને પરેશાન કરી રહેલા ગંભીર માઈગ્રેનથી રાહત મેળવવા માટે તેણે આ આહાર અપનાવ્યો. આમિરે કહ્યું કે "આ આહાર, જે મેં સ્વાસ્થ્યના કારણોસર શરૂ કર્યો હતો, તે મને જાદુ જેવો લાગ્યો. મારા માઈગ્રેનમાં માત્ર નોંધપાત્ર ઘટાડો થયો જ નહીં, પરંતુ બોનસ તરીકે, મેં 18 કિલો વજન પણ ઘટાડ્યું હતું.''
બળતરા વિરોધી આહાર શું છે? (Anti-Inflammatory diet)
બળતરા વિરોધી અથવા એન્ટી ઇનફ્લેમેટરી ડાયટ આ એક એવો આહાર છે જે શરીરમાં બળતરા ઘટાડવામાં મદદ કરે છે. શરીરના કોષોમાં થતી આ બળતરા સ્થૂળતા, હૃદય રોગ, સંધિવા અને માઇગ્રેન જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓનું મુખ્ય કારણ છે. આ આહારમાં ટાળવા જેવી મુખ્ય વસ્તુ પ્રોસેસ્ડ ફૂડ છે. પેકેટમાં આવતા ખોરાક, ખાંડ, બ્રેડ, બિસ્કિટ અને તળેલા ખોરાક સંપૂર્ણપણે ટાળવા જોઈએ. તેના બદલે, ફળો, શાકભાજી, અનાજ, ઓમેગા-3 ધરાવતી માછલી અને બદામનો આહારમાં સમાવેશ કરવો જોઈએ.
આ પહેલા અભિનેત્રી વિદ્યા બાલને પણ આવો જ ખુલાસો કર્યો હતો.અભિનેત્રીએ જણાવ્યું હતું કે તેણે જીમ ગયા વિના વજન ઘટાડ્યું હતું અને શરીરનું પેટ ફૂલવું ઓછું કરવા માટે તેણે અપનાવેલા ડાયટથી તેને મદદ મળી હતી.
ફટાફટ વજન ઘટાડવું છે? તમારી આ 10 ભૂલો આજે જ સુધારો
દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલના કન્સલ્ટન્ટ ડાયેટિશિયન મુક્તા વસિષ્ઠના મતે, ડિફોલ્ટ ડાયટ એ કોઈ કામચલાઉ ડાયટ નથી જે ઝડપી પરિણામો માટે લેવામાં આવે છે. તેણે કહ્યું કે "હકીકતમાં તે એક બેઝિક ખાવાની રીતનો ઉલ્લેખ કરે છે જે તમારા શરીર માટે યોગ્ય છે અને લાંબા સમય સુધી જાળવી શકાય છે, નિયમિત અંતરાલે પુનરાવર્તિત થાય છે. તેમાં શરીરના મેટાબોલિઝ્મને ફરીથી સેટ કરવા અને ધીમે ધીમે ફેરફારો લાવવા માટે કેલરી અને પોષક તત્વોની ચોક્કસ ગોઠવણી છે.''
વસિષ્ઠે કહ્યું કે "આ ડાયટ મેડિટેરિયન ડાયટ જેવું જ છે; તે ફ્રેશ, નેચરલ ફૂડ પર ભાર મૂકે છે. સરળ શબ્દોમાં કહીએ તો મુખ્ય પાસું એ છે કે પેકેજ્ડ ખોરાકને સંપૂર્ણપણે ટાળવો. આમાં ચટણી, ફ્રોઝન મીટ, ઇન્સ્ટન્ટ મસાલા, ટામેટા કેચઅપ, અનાજ, બ્રેડ અને કૂકીઝનો સમાવેશ થાય છે. કાર્બોનેટેડ ડ્રીંક પણ ટાળવા જોઈએ. આ એવી વસ્તુઓ છે જેનો આપણે દરરોજ ઉપયોગ કરીએ છીએ અને તેની હાનિકારક અસરો વિશે વિચારતા નથી.''


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us