/indian-express-gujarati/media/media_files/2026/02/12/ahmedabad-famous-ghughra-sandwich-recipe-in-gujarati-2026-02-12-12-41-44.jpg)
અમદાવાદની ફેમસ ઘુઘરા સેન્ડવીચ રેસીપી। Ahmedabads Famous Ghughra Sandwich Perfect Recipe in gujarati Photograph: (Freepik)
જીવનશૈલી | સેન્ડવિચનું નામ આવે એટલે બાળકોથી લઇ મોટા બધાને મોઢામાં પાણી આવી જાય છે, નાસ્તામાં બનતી સેન્ડવિચ બધા પોતાના ટેસ્ટ પ્રમાણે અલગ અલગ સ્ટફીંગ કરીને બનાવતા હોય છે, પરંતુ શું તમે ક્યારય અમદાવાદની ફેમસ ઘૂઘરા સેન્ડવીચ ટ્રાય કરી છે?
અમદાવાદની ફેમસ ઘૂઘરા સેન્ડવીચ તમે કદી ટેસ્ટ ન કરી હોય તો વાંધો નહિ, તમે ઘરે પણ પરફેક્ટ સ્વાદ બનાવી શકો છો, જે બનતા માત્ર 10 મિનિટ લાગે છે, જોરદાર બને છે, જાણો ઘૂઘરા સેન્ડવીચ રેસીપી
ઘુઘરા સેન્ડવિચ રેસીપી
સામગ્રી
½ કપ બારીક સમારેલી ડુંગળી
½ કપ બારીક સમારેલી કેપ્સિકમ
¼ ચમચી મીઠું
¼ ચમચી કાળા મરી
½ ચમચી સેન્ડવિચ મસાલો
6 ક્રસ્ટલેસ સફેદ બ્રેડના ટુકડા
3 ચમચી બટર
3 ચમચી લીલી ચટણી 3 ચમચી
½ કપ છીણેલી પ્રોસેસ્ડ ચીઝ
મોરૈયા ખીચડી સાથે ખવાઈ એવી ખાટી મીઠી કઢી, ઉપવાસમાં આ રીતે બનાવો
ઘુઘરા સેન્ડવિચ બનાવાની રીત
એક બાઉલમાં સમારેલી ડુંગળી અને કેપ્સિકમ ઉમેરો, પછી મીઠું, કાળા મરી અને સેન્ડવિચ મસાલો ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. ક્રસ્ટલેસ બ્રેડના ટુકડા લો અને એક બાજુ માખણ સરખી રીતે ફેલાવો.
બ્રેડની માખણવાળી બાજુ પર લીલી ચટણી લગાવો. તૈયાર શાકભાજીનું મિશ્રણ બ્રેડ પર સરખી રીતે ઉમેરો. શાકભાજીની ઉપર પ્રોસેસ્ડ ચીઝ છીણી લો.
બીજી બ્રેડ સ્લાઈસથી ઢાંકી દો અને 3 લેયર સેન્ડવિચ બનાવો. સેન્ડવીચની બહારની બાજુઓ પર માખણ લગાવો.
ટોસ્ટર પર બંને બાજુ ક્રિસ્પી અને સોનેરી થાય ત્યાં સુધી ટોસ્ટ કરો. કેચઅપ અને લીલી ચટણી સાથે ગરમાગરમ પીરસો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us