મોરૈયા ખીચડી સાથે ખવાઈ એવી ખાટી મીઠી કઢી, ઉપવાસમાં આ રીતે બનાવો

લાઇફ સ્ટાઇલ | મહાશિવરાત્રીમાં જે લોકો ઉપવાસ કરે છે તેઓ શક્કરિયા, સાબુદાણા, મોરૈયો વગેરે ખાય છે. મોટાભાગે મોરૈયા ખીચડી બનાવે છે, આ ખીચડી સાથે કઢી ખુબજ ટેસ્ટી લાગે છે, જો તમે પણ ઉપવાસ દરમિયાન ફરાળી કઢી ખાવા માંગતા હો, આ રીતે બનાવો.

લાઇફ સ્ટાઇલ | મહાશિવરાત્રીમાં જે લોકો ઉપવાસ કરે છે તેઓ શક્કરિયા, સાબુદાણા, મોરૈયો વગેરે ખાય છે. મોટાભાગે મોરૈયા ખીચડી બનાવે છે, આ ખીચડી સાથે કઢી ખુબજ ટેસ્ટી લાગે છે, જો તમે પણ ઉપવાસ દરમિયાન ફરાળી કઢી ખાવા માંગતા હો, આ રીતે બનાવો.

author-image
shivani chauhan
New Update
Mahashivratri 2026 farali kadhi recipe in gujarati

મહાશિવરાત્રી 2026 ફરાળી કઢી રેસીપી। Mahashivratri 2026 farali kadhi recipe in gujarati Photograph: (Social Media)

જીવનશૈલી | મહાશિવરાત્રીનો પવિત્ર તહેવાર આ વર્ષે 15 ફેબ્રુઆરી રવિવારના દિવસે આવે છે. આ ઘણા લોકો  ભક્તિભાવથી ઉપવાસ રાખે છે આ તહેવાર પર મહાદેવની ભકિત શ્રદ્ધા પૂર્વક કરે છે. આ દિવસ પર જો તમે પણ ઉપવાસ કરવાના છો અને ઉપવાસ માટે ફરાળી ટેસ્ટી રેસીપી શોધી રહ્યા છો તો અહીં ખાસ રેસીપી આપી છે.

Advertisment

મહાશિવરાત્રીમાં જે લોકો ઉપવાસ કરે છે તેઓ શક્કરિયા, સાબુદાણા, મોરૈયો વગેરે ખાય છે. મોટાભાગે લોકો મોરૈયા ખીચડી બનાવે છે, આ ખીચડી સાથે કઢી ખુબજ ટેસ્ટી લાગે છે, જો તમે પણ ઉપવાસ દરમિયાન ફરાળી કઢી ખાવા માંગતા હો, આ રીતે બનાવો.

ફરાળી કઢી રેસીપી 

સામગ્રી 

3/4 કપ દહીં
2 ચમચી શિંગોડાનો  લોટ
1/2 ચમચી મરચું પાવડર
1/4 ચમચી તજ પાઉડર
જરૂર મુજબ સિંધવ મીઠું
જરૂર ખાંડ
2 ગ્લાસ પાણી
2 ચમચી કોથમીર
2 ચમચી ઘી
1/2 ચમચી જીરું
1 સૂકું લાલ મરચું 
5 મીઠા લીમડાના પાન 

ફરાળી કઢી બનાવાની રીત 

સૌ પ્રથમ એક બાઉલ લો અને તેમાં દહીં, પાણી, શિંગોડાનો  લોટ, તજ પાવડર, સિંધવ મીઠું અને લાલ મરચું પાવડર ઉમેરો. 
બધી સામગ્રી મિક્સ કરો. પાણી ઉમેરો અને ફરીથી મિક્સ કરો જેથી મિશ્રણમાં કોઈ ગઠ્ઠો ન રહે. આ આખું મિશ્રણ એક તપેલીમાં રેડો અને ધીમા તાપે મિશ્રણને ઉકાળવાનું શરૂ કરો. વારંવાર હલતા રહો. 
વઘાર માટે ફ્રાઈંગ પેનમાં ઘી ગરમ કરો. ઘી ગરમ થયા પછી તેમાં જીરું ઉમેરો. જ્યારે જીરું તતડવા લાગે, ત્યારે તેમાં સૂકા લાલ મરચાં અને મીઠા લીમડાના પાન ઉમેરો. સારી રીતે હલાવો અને એક મિનિટ માટે શેકો. 
તરત જ આ મસાલાને ઉકળતા દહીંના મિશ્રણમાં રેડો અને સારી રીતે મિક્સ કરો. મિશ્રણને 5-6 મિનિટ સુધી અથવા કઢી ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો. સમારેલી કોથમીરથી સજાવીને ગરમાગરમ પીરસો. 

Advertisment
રેસીપી જીવનશૈલી મહાશિવરાત્રી