/indian-express-gujarati/media/media_files/2026/02/10/shivratri-2026-makhana-kheer-secret-recipe-in-gujarati-2026-02-10-15-58-26.jpg)
શિવરાત્રી 2026 મખાના ખીર સિક્રેટ રેસીપી | Shivratri 2026 makhana kheer secret recipe in gujarati Photograph: (Freepik)
જીવનશૈલી | શિવરાત્રી (Shivratri) ના પવિત્ર અવસર પર ભગવાન ભોળાનાથને પ્રસાદ ધરવાની પરંપરા ખૂબ જ ખાસ છે. ભાવુક ભક્તો આ દિવસે ઉપવાસ કરે છે અને આ તહેવાર પર મહાદેવની ભકિત શ્રદ્ધા પૂર્વક કરે છે. આ દિવસ પર જો તમે પણ ઉપવાસ કરવાના છો તો ભગવાનના પ્રસાદમાં આ ખાસ ખીર બનાવી શકો છો.
ફરાળી મખાના ખીર સ્વાદિષ્ટ અને ઝડપથી બની જાય છે, જે તમે ઉપવાસ દરમિયાન લઇ શકો છો, અહીં જાણો ક્રીમી મખાના ખીર રેસીપી બનાવાની સિક્રેટ રેસીપી
મખાના ખીર રેસીપી
સામગ્રી
1 કપ મખાના
1 લિટર દૂધ
1/4 કપ ખાંડ (સ્વાદ મુજબ)
2-3 લીલી એલચી પાવડર
1 કપ બદામ
1/4 કપ પિસ્તા
10 કેસર
2 ચમચી ઘી
બહારથી ક્રિસ્પી અંદરથી સોફ્ટ ફ્રેન્ચ ફ્રાઈસ બનશે, આ સિક્રેટ ટિપ્સ અપનાવો!
મખાના ખીર બનાવાની રીત
સૌપ્રથમ એક કડાઈમાં ઘી ગરમ કરો અને તેમાં મખાના ઉમેરો અને તેને હળવા હાથે તળો જેથી તે ક્રિસ્પી થાય.
મખાનાને બાજુમાં રાખીને એક મોટા વાસણમાં દૂધ નાખો અને તેને ઉકળવા દો. દૂધ બળી ન જાય તે માટે તેને હલાવતા રહો. જ્યારે અડધું દૂધ બાકી રહે ત્યારે તેમાં ખાંડ અને એલચી પાવડર ઉમેરો. તેને સારી રીતે મિક્સ કરો.
હવે તેમાં શેકેલા મખાના ઉમેરો અને ખીરને ધીમા તાપે પાકવા દો. ખીર ઘટ્ટ થાય ત્યાં સુધી રાંધો. જ્યારે ખીર સારી રીતે ઘટ્ટ થઈ જાય, ત્યારે તેમાં સમારેલી બદામ, પિસ્તા અને કેસરના દોરા ઉમેરો. કેસર ખીરને અદ્ભુત કલર અને સુગંધ આપશે, ખીર ગરમ કે ઠંડા બંને રીતે પીરસી શકાય છે.
મખાના ખીર ગરમ કે ઠંડા બંને રીતે પીરસી શકાય છે. તમારા પરિવાર અને મિત્રો સાથે તેનો આનંદ માણો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us