બહારથી ક્રિસ્પી અંદરથી સોફ્ટ ફ્રેન્ચ ફ્રાઈસ બનશે, આ સિક્રેટ ટિપ્સ અપનાવો!

લાઇફ સ્ટાઇલ | બટાકાની પસંદગીથી લઈને તેને કયા તાપમાને બનાવામાં આવે છે તે ફ્રેન્ચ ફ્રાઈસની ક્વોલિટી પર અસર પડે છે. કેવા બટાકા પસંદ કરવા બેસ્ટ છે? અહીં જાણો ક્રિસ્પી બનાવાની સિક્રેટ ટિપ્સ

લાઇફ સ્ટાઇલ | બટાકાની પસંદગીથી લઈને તેને કયા તાપમાને બનાવામાં આવે છે તે ફ્રેન્ચ ફ્રાઈસની ક્વોલિટી પર અસર પડે છે. કેવા બટાકા પસંદ કરવા બેસ્ટ છે? અહીં જાણો ક્રિસ્પી બનાવાની સિક્રેટ ટિપ્સ

author-image
shivani chauhan
New Update
Crispy French Fries secret Recipe in gujarati

બહારથી ક્રિસ્પી અંદરથી સોફ્ટ ફ્રેન્ચ ફ્રાઈસ સિક્રેટ રેસીપી | Crispy French Fries secret Recipe in gujarati Photograph: (Freepik)

જીવનશૈલી | ઘરે ક્રિસ્પી અને સ્વાદિષ્ટ ફ્રેન્ચ ફ્રાઈસ (French fries) બનાવવા એ કોઈ પણ વ્યક્તિ થોડી કાળજી અને ધીરજથી કરી શકે છે. રેસ્ટોરાંમાંથી મળતા ક્રિસ્પી ટેક્સચર મેળવવા માટે કેટલીક ખાસ ટેકનિકની જરૂર પડે છે. સામાન્ય રીતે આપણે બટાકા કાપીને સીધા ફ્રાય કરીએ છીએ, પરંતુ આ ઘણીવાર યોગ્ય રીતે બનતું નથી. 

Advertisment

બટાકાની પસંદગીથી લઈને તેને કયા તાપમાને રાંધવામાં આવે છે તે સુધી, ફ્રેન્ચ ફ્રાઈસની ક્વોલિટી પર અસર પડે છે. ઓછા સ્ટાર્ચવાળા બટાકા પસંદ કરવા બેસ્ટ છે. બટાકાને કાપ્યા પછી ઠંડા પાણીમાં પલાળી રાખવાથી બહારનો સ્ટાર્ચ દૂર થાય છે અને તે વધુ ક્રિસ્પી બને છે.

પહેલા ધીમી આંચ પર રાંધીને અને પછી વધુ ટેમ્પરેચર પર તળવાથી, તમને પરફેક્ટ ફ્રાઈસ મળે છે જે અંદરથી નરમ અને બહારથી ક્રિસ્પી હોય છે. અહીં જાણો ઘરે ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાઈસ બનાવા શેની જરૂર પડશે?

ઘરે ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાઈસ બનાવાની સિક્રેટ રેસીપી 

સામગ્રી 

3-4 મોટા બટાકા
તેલ - તળવા માટે પૂરતું (સૂર્યમુખી તેલ આદર્શ છે)
મીઠું - જરૂર મુજબ
બટાકા પલાળવા માટે બરફનું પાણી
1 ચમચી કોર્નફ્લાવર 

Advertisment

ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાઈસ રેસીપી 

બટાકાને છોલીને લાંબા સમાન ટુકડા કરો. ધ્યાન રાખો કે તે એકસરખી જાડાઈના બને. કાપેલા ટુકડાઓને ઠંડા પાણીમાં 30 મિનિટ સુધી પલાળી રાખો. આનાથી વધારાનો સ્ટાર્ચ નીકળી જશે. પછી પાણીને સંપૂર્ણપણે નિતારી લો અને સુતરાઉ કપડાથી સૂકવી દો.
એક કડાઈમાં તેલ ગરમ કરો. તેલ મધ્યમ તાપ પર હોય ત્યારે, બટાકાના ટુકડા ઉમેરો અને મધ્યમ તાપ પર 5-6 મિનિટ માટે સાંતળો. કલર બદલાય તે પહેલાં તેને કાઢી લો અને ઠંડુ થવા દો.
પીરસતાં પહેલાં તેલ સારી રીતે ગરમ કરો. અડધા તળેલા ટુકડાઓને ફરીથી તેલમાં વધારે તાપમાને ગરમ મૂકો. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો.
તેલ ઠંડુ થઈ ગયા પછી ગરમ હોય ત્યારે મીઠું અને જો ઇચ્છા હોય તો થોડો મરી પાવડર અથવા મરચાં પાવડર ઉમેરો, અને સારી રીતે હલાવો જેથી મિશ્રણ ભેળવી શકાય. તમારા ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાઈસ તૈયાર છે. ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.

જીવનશૈલી રેસીપી