એક અભ્યાસ સૂચવે છે કે પેંડેમીક પહેલા વધારે પડતા એર પોલ્યુશનના કોન્ટેક્ટમાં આવતા લોકોમાં કોવિડ-19 રસીઓ માટે એન્ટિબોડી રિસ્પોન્સ ઓછો હોવાની શક્યતા છે. અભ્યાસમાં સંશોધકોએ જણાવ્યું હતું કે ફાઈન પાર્ટિક્યુલેટ મેટર (PM2.5), નાઈટ્રોજન ડાયોક્સાઈડ (NO2) અને બ્લેક કાર્બનના સંપર્કમાં પહેલા ચેપ વગરના લોકોમાં IgM અને IgG એન્ટિબોડી પ્રતિભાવમાં લગભગ 10 ટકાનો ઘટાડો થયો હતો. એન્વાયર્નમેન્ટલ હેલ્થ પર્સ્પેક્ટિવ્સ જર્નલમાં પ્રકાશિત થયેલા તારણો પણ રોગપ્રતિકારક શક્તિ પર વાયુ પ્રદૂષણની પ્રતિકૂળ અસરોના વધુ પુરાવા પ્રદાન કરે છે.
ટીમે 40 થી 65 વર્ષની વયના 927 સહભાગીઓના ડેટાનું એનાલિસિસ કર્યું હતું જેમણે 2020 ના ઉનાળા અને 2021 ના પ્રશ્નનો જવાબ આપ્યો અને લોહીના નમૂના સબમિટ કર્યા હતા. તે બધાને સ્પેનમાં સંચાલિત પ્રાથમિક COVID-19 રસીના એક કે બે ડોઝ મળ્યા હતા, AstraZeneca, Pfizer અથવા Moderna.
બાર્સેલોના ઇન્સ્ટિટ્યૂટ ફોર ગ્લોબલ હેલ્થ (ISGlobal) ના મેનોલિસ કોગેવિનાસે જણાવ્યું હતું કે, “વાયુ પ્રદૂષણ ફેફસાના કેન્સર, કાર્ડિયોવેસ્ક્યુલર અને શ્વસન સંબંધી રોગ અને ડાયાબિટીસ સહિતના પ્રતિકૂળ સ્વાસ્થ્ય પરિણામો સાથે સંકળાયેલું છે.”
આ પણ વાંચો: યોગ દર્શન : કમર અને પગની માંસપેશીઓ મજબૂત બનાવશે ‘ચક્ર પાદાસન’
ડૉ. રિતેશ શાહ, એમડી સિનિયર કન્સલ્ટન્ટ ફિઝિશિયન, ભાટિયા હોસ્પિટલ, મુંબઈએ જણાવ્યું હતું કે, “વાયુ પ્રદૂષણ ક્રોનિક સોજાને પ્રેરિત કરી શકે છે, જે રસીની અસરકારકતા પર નકારાત્મક અસર સાથે સંકળાયેલ છે. રોગચાળા પહેલા વધારે વાયુ પ્રદૂષણના કોન્ટેક્ટમાં આવતા લોકોમાં કોવિડ-19 રસીઓ માટે એન્ટિબોડી પ્રતિભાવ ઓછો હોવાની શક્યતા છે.”
તેમણે વધુમાં નોંધ્યું હતું કે વાયુ પ્રદૂષણ T હેલ્પર લિમ્ફોસાઇટ પ્રકાર 2 (Th2) અને T હેલ્પર લિમ્ફોસાઇટ પ્રકાર 17 (Th17) અનુકૂલનશીલ ઇમ્યુન રિસ્પોન્સને વધારી શકે છે, જેમ કે એલર્જી અને અસ્થમામાં જોવા મળે છે, અને એન્ટિ-વાયરલ રોગપ્રતિકારક પ્રતિભાવોને અવ્યવસ્થિત કરી શકે છે.
સંશોધન ટીમે ત્રણ પ્રકારના એન્ટિબોડીઝ (IgM, IgG અને IgA) થી પાંચ વાયરલ એન્ટિજેન્સ (તેમાંથી ત્રણ રસીમાં સમાયેલ સ્પાઇક પ્રોટીન પર) માપ્યા હતા. PM2.5, બ્લેક કાર્બન, NO2 અને ઓઝોન (O3) પ્રત્યે પ્રત્યેકના કોન્ટેક્ટમાં પેંડેમીક તે પહેલા તેમના સ્થાનના આધારે અંદાજવામાં આવ્યો હતો.
ડૉક્ટર શાહના જણાવ્યા અનુસાર, “આ ટેસ્ટ તમારા લોહીમાં ઇમ્યુનોગ્લોબ્યુલિન નામના એન્ટિબોડીઝની સંખ્યાને માપે છે. તમારી રોગપ્રતિકારક શક્તિ બેક્ટેરિયા, વાયરસ અને અન્ય આક્રમણકારો સામે લડવા માટે એન્ટિબોડીઝ બનાવે છે જે તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. તમારું શરીર અનેક પ્રકારના ઇમ્યુનોગ્લોબ્યુલિન અથવા એન્ટિબોડીઝ બનાવે છે. તેમને IgM, IgG, IgA અને IgE કહેવામાં આવે છે.”
પરિણામો દર્શાવે છે કે બિનચેપી વ્યક્તિઓમાં, PM2.5, NO2 અને બ્લેક કાર્બન સાથે પ્રી-પેન્ડેમિક એક્સપોઝર રસી-પ્રેરિત સ્પાઇક એન્ટિબોડીઝમાં 5 થી 10 ટકાના ઘટાડા સાથે સંકળાયેલું હતું. સંશોધકોએ જણાવ્યું હતું કે, એન્ટિબોડીઝમાં ઘટાડો શરૂઆતના IgM રિસ્પોન્સ અને IgG દ્વારા માપવામાં આવેલા અંતમાં રિસ્પોન્સ બંને માટે દર્શાવવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: બ્યુટી ટિપ્સ : ડર્મેટોલોજિસ્ટ જણાવે છે કે જિમમાં જનારાઓએ સ્કિનકૅર મિસ્ટેક ટાળવી જોઈએ
પ્રથમ ડોઝ પછી IgG રિપસોન્સ ઉચ્ચ સ્તરના વાયુ પ્રદૂષણના સંપર્કમાં આવતા લોકોમાં પાછળથી ટોચ પર પહોંચ્યો હતો, એક વ્યક્તિને ડોઝ લીધા પછી ઘણા મહિનાઓ સુધી નીચા IgG સ્તરો ચાલુ રહ્યા હતા. ત્રણેય રસીઓ માટે પરિણામો સમાન હતા.
સંશોધકોએ જણાવ્યું હતું કે અગાઉના ચેપથી રસીના રિસ્પોન્સમાં વધારો થાય છે તે હકીકત એ સમજાવી શકે છે કે શા માટે પ્રદૂષકોની અસર માત્ર એવા લોકોમાં જ જોવા મળી હતી જેમાં અગાઉ ચેપ લાગ્યો ન હતો. જો કે, હાઇબ્રિડ ઇમ્યુનિટી (ચેપ વત્તા રસીકરણ) પર વાયુ પ્રદૂષણના લાંબા ગાળાના સંપર્કની તપાસ પણ કરવી જોઈએ.





