Almond Side Effects: બદામ સ્વાસ્થ્ય માટે ઘણી ફાયદાકારક ગણાય છે. એક્સપર્ટસ મુજબ, બદામનું સેવન બ્લડ શુગરથી લઇ કોલેસ્ટ્રોલ અને હૃદય સંબંધિત બીમારીઓમાં ખુબજ લાભદાયક છે. પરંતુ શું તમે જાણો છો કે જરૂરિયાતથી વધારે બદામનું સેવન ઘણી બીમારીઓનું કારણ બની શકે છે. એક્સપર્ટ કેટલીક બીમારીઓમાં બદામનું સેવન ન કરવાની સલાહ આપે છે.
બદામ ખાવાથી થતા નુકસાન
કિડની સ્ટોનનું જોખમ: બદામમાં ઓક્ઝેલેટ નામનું તત્વ હોય છે જે મજબૂત હોય છે અને કિડનીમાં જમા થઇ શકે છે. ઓક્ઝેલેટના લીધે કિડની સ્ટોનનું જોખમ વધી જાય છે, જો તમને કિડની સ્ટ્રોનની પ્રોબ્લેમ હોય તો બદામ ખાવાનું ટાળવું જોઈએ.
એલર્જીનું જોખમ: બદામમાં અમાન્ડાઇન (Amandine) નામનું પ્રોટીન હોય છે. આ પ્રોટીનના લીધે ઘણા લોકોને એલર્જીની પ્રોબ્લેમ થઇ શકે છે. એક્સપર્ટ મુજબ જે લોકોને એલર્જીની પ્રોબ્લેમ હોઈ તેઓએ ડોકટરની સલાહ અનુસાર બદામનું સેવન કરવાનું ટાળવું જોઈએ.
આ પણ વાંચો: Orange Peel Tea: કબજિયાત- એસિડિટીથી છુટકારો મેળવવા માંગો છો? સવારે આ છાલની ચાનું કરો સેવન
એસીડીટી અને ડાયરિયાનું જોખમ: જરૂરિયાતથી વધારે બદામનું સેવન કરવાથી અપચો, એસીડીટી અને પેટ સંબંધિત પ્રોબ્લેમ થઇ શકે છે. ઘણી વખત ડાયરિયાની પ્રોબ્લેમ પણ થઇ જાય છે.
શ્વાસ સંબંધિત પ્રોબ્લેમ:
બદામમાં હાઈડ્રોસાયણિક એસિડ (Hydrocyanic Acid) હાજર હોય છે, જો શરીરમાં HCNની જરૂરિયાતથી વધારે માત્રા જાય તો શ્વાસ સબંધિત પ્રોબ્લેમ ઉભી થઇ શકે છે. તેથી બદામનું સંતુલિત માત્રામાં સેવન કરવું જોઈએ.
બદામના ફાયદા:
બદામમાં ઘણા પ્રકારના પોષક તત્વો હોય છે, જે શરીર માટે જરૂરી છે. કાનપુર ના ‘ દ ગેસ્ટ્રો લીવર હોસ્પિટલ’ના ડો. વીકે મિશ્રા પોતાના એક વીડિયોમાં કહે છે કે બદામ ખરેખર સુપરફુડ છે અને ઘણી બીમારીઓમાં લાભદાયી છે. હૃદય સંબંધી બીમારીઓમાં આ એલડીએલ કોલેસ્ટ્રોલ કે બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે. આ રીતે, ડાયબિટીસના દર્દીઓમાં પણ બદામ રામબાણની જેમ કામ કરે છે. તમામ રિચર્સમાં સામે આવ્યું છે કે જો તમે નિયમિત 3 મહિના સુધી બદામનું સેવન કરો છો તો તમારું hb 1ac લેવલ પહેલા કરતા ઘટી જાય છે.
આ પણ વાંચો: Piles control : પાઈલ્સને કંટ્રોલ કરવા અજમાનું આ 3 રીતે કરો સેવન, જાણો ફાયદા
બદામને છાલ સાથે ખાવી કે છાલ વગર?
ડો. વીકે મિશ્રા કહે છે કે બદામને લઈને વિવિધ ભ્રમ છે. તેઓ કહે છે કે સાયન્ટિફિકલી બદામને છાલની સાથે જ ખાવી જોઈએ, કેમ કે છાલમાં પોલીફિનોલ્સ હોય છે, જે પ્લાન્ટ બેસ્ડ એન્ટી ઓક્સીડેન્ટ છે. તેમાં ઘણા પ્રકારના પોષક તત્વો હોય છે. સાથે બદામની છાલમાં ફાઈબર પણ હોય છે. પ્રતિદિન 10-12 કે 56 ગ્રામ સુધી બદામ ખાય શકાય છે.