/indian-express-gujarati/media/media_files/2026/01/06/amla-pickle-recipe-2026-01-06-18-15-28.jpg)
તેલ મસાલા વગર આમળાનું અથાણું બનાવવાની રીત. Photograph: (સોશિયલ મીડિયા)
Amla Pickle Recipe : અથાણું માત્ર ભૂખ જ નહીં પરંતુ ભોજનનો સ્વાદ પણ ડબલ કરે છે. પરંતુ ભારતીય રસોડામાં તૈયાર કરવામાં આવેલા મોટાભાગના અથાણાં તેલ અને મસાલાથી ભરપૂર હોય છે. જેના કારણે ફિટનેસ લોકો ઇચ્છે તો પણ અથાણાનો મસાલેદાર સ્વાદ લઇ શકતા નથી. જો તમે પણ અથાણાં ખાવાના શોખીન છો પરંતુ તેમાં હાજર તેલ અને મસાલાને કારણે તેને ખાવાનું ટાળો છો. તો અમે તમારા માટે એક અલગ રીત લઇ આવ્યા છીએ.
જેમાં આમળાનું અથાણું અલગ રીતે તૈયાર કરવામાં આવે છે. તેમાં તેના ઔષધીય ગુણો અકબંધ રહે છે. આ સિવાય તેનો અસલી અને કુદરતી સ્વાદ પણ બહાર આવે છે. આ અથાણું બનાવવા માટે તેલનું એક ટીપું અથવા કોઈ વધારે મસાલાનો ઉપયોગ કરવામાં આવતો નથી. આ હોવા છતાં આ અથાણું ટેસ્ટી બને છે. તેલ અને મસાલા વિના આમળાનું અથાણું બનાવવાની રીત જણાવી રહ્યા છીએ.
તેલ-મસાલા વિના આમળાનું અથાણું બનાવવા માટેની સામગ્રી
500 ગ્રામ આમળા
5 લંબાઇમાં કાપેલા લીલા મરચાં
કાપેલા આદુના ટુકડા
સ્વાદ મુજબ મીઠું
અડધી ચમચી હળદર પાવડર
2 ચમચી લીંબુનો રસ
પાણી
તેલ અને મસાલા વિના આમળાનું અથાણું બનાવવાની રીત
તેલ-મસાલા વગર આમળાનું અથાણું બનાવવા માટે સૌપ્રથમ આમળાને સારી રીતે ધોઈ લો. હવે એક વાસણમાં પાણી ગરમ કરી તેમાં આમળા ઉમેરી લગભગ 10 મિનિટ સુધી ઉકાળો. આમળા હળવા નરમ થાય ત્યાં સુધી ઉકાળો. આવું કરતી વખતે આમળા વધુ ઉકાળવામાં ન આવે તેનું ધ્યાન રાખો.
આમળાનો ઠળીયો અલગ થઇ જાય તેટલું તેને પકાવો. ત્યારબાદ ઉકાળેલા આમળાને પાણીમાંથી કાઢો અને તેને ઠંડા થવા દો. જ્યારે ઠંડા થાય ત્યારે તમારા હાથથી દબાવીને ઠળીયાને અલગ કરો.
આ પણ વાંચો - શિયાળાની ઠંડીમાં સવારે ઉઠીને કરો આ 5 યોગાસન, શરીર આખો દિવસ એક્ટિવ રહેશે અને મન શાંત રહેશે
હવે આમળાના ટુકડાઓને એક મોટા કાચની બરણીમાં મૂકો. તેમાં સમારેલા લીલા મરચાં, આદુ, હળદર અને મીઠું ઉમેરો. જો તમને થોડી વધુ ખટાશની જરૂર હોય તો લીંબુનો રસ પણ ઉમેરો. જો તમે ઇચ્છો તો તમે આમળા ઉકાળેલું થોડું પાણી પણ ઉમેરી શકો છો. જેથી અથાણું લાંબા સમય સુધી રસદાર રહે.
બરણીનું ઢાંકણ બંધ કરી તેને તડકામાં અથવા ગરમ જગ્યા પર 2-3 દિવસ સુધી મૂકો. ત્રીજા દિવસે તમારું સ્વાદિષ્ટ તેલ વગરના આમળાનું અથાણું ખાવા માટે તૈયાર છે. તેને દાળ-ભાત, રોટલી કે પરોઠા સાથે સર્વ કરો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us