/indian-express-gujarati/media/media_files/2026/01/05/winter-yoga-poses-2026-01-05-20-44-40.jpg)
શિયાળામાં યોગ કરવાથી ઘણા ફાયદા થાય છે Photograph: (ફ્રીપિક)
Energy Boost Winter Yoga : શિયાળાની ઠંડી સવારે લોકો ઘણીવાર ઉઠવામાં આળસ કરે છે. આ આળસને કારણે શરીર અને મન આખો દિવસ થાક અનુભવે છે. શિયાળાની ઠંડી હવાથી બચવા માટે શરીર પોતાને ગરમ રાખવાનો પ્રયાસ કરે છે. તેમાં ઘણી એનર્જી લાગે છે.
આવી સ્થિતિમાં જો તમે સવારે ઠંડીમાં ઉઠીને 5 યોગાસન કરવાનું શરૂ કરો છો તો તે તમારા શરીરને હૂંફ અને ઊર્જા આપશે. સાથે મન પણ આખો દિવસ શાંત અને ખુશ રહેશે. આ યોગ આસનો આંતરિક ગરમી પેદા કરવામાં અને રક્ત પરિભ્રમણને સુધારવામાં મદદ કરે છે. તેઓ રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે. તેઓ સ્નાયુઓને સંપૂર્ણ રીતે સક્રિય કરવામાં અને ધ્યાન કેન્દ્રિત કરવામાં પણ મદદરૂપ છે.
સૂર્ય નમસ્કાર
શિયાળામાં તમારે સવારે ઉઠીને સૂર્ય નમસ્કાર કરવા જોઈએ. તેમાં 12 સ્ટેપ છે. જે કરવાથી આખું શરીર સારી રીતે ખેંચાય છે. ઉપરાંત, આમ કરવાથી તમે આખો દિવસ સક્રિય અને ઉર્જાવાન અનુભવશો. તમને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રાખે છે.
શીર્ષાસન
શિયાળાની ઋતુમાં આ આસાન કરવાથી તમને ગરમાગટ સાથે મજબૂતી મળશે. આમ કરવાથી તમે આખો દિવસ એક્ટિવ અનુભવશો. ખાસ વાત એ છે કે તે મનને શાંત કરે છે અને આખા શરીરને મજબૂત બનાવે છે.
નૌકાસન
શિયાળામાં આ આસન કરવાથી શરીર અને મન વચ્ચે સંતુલન રહે છે. આટલું જ નહીં તે તમને ઠંડીના દિવસોમાં ગરમ રાખે છે. તે શરીરની એલાઇનમેન્ટમાં પણ સુધારો કરે છે.
ત્રિકોણાસન
સવારે આ આસન કરવાથી કોર મસલ્સ સક્રિય થાય છે. આ સાથે તે શરીર અને મનમાં સંતુલન અને સ્થિરતા લાવવામાં મદદ કરે છે. કરોડરજ્જુને લચીવું બનાવવામાં મદદગાર છે.
આ પણ વાંચો - સવારનો પ્રથમ પાણીનો ઘૂંટડો બદલી દેશે તસવીર, જાણો 4 મિનિટનું અસરદાર હાઇડ્રેશન રુટીન
વૃક્ષાસન
તમે આ આસન સવારે ઠંડીમાં કરી શકો છો. તેમાં એક પગ પર ઉભા રહીને સંતુલન બનાવવાનું હોય છે. તેનાથી શરીર અને મન બંનેમાં સ્થિરતા આવે છે. ફોક્સ વધારે છે. તણાવ ઓછો થાય છે. આખો દિવસ એનર્જી જાળવી રાખવામાં મદદ કરે છે.
(ડિસ્ક્લેમર: લેખમાં લખેલી સલાહ અને સૂચનો માત્ર સામાન્ય માહિતી છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે, ચોક્કસપણે નિષ્ણાતની સલાહ લો.)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us