/indian-express-gujarati/media/media_files/2026/01/04/heel-pain-relief-exercises-2026-01-04-14-03-21.jpg)
Heel Pain Relief Exercises : એડીનો દુખાવો મટાડવાની કસરત Photograph: (Freepik)
Ankle Pain Relief Exercises At Home : જો તમે સવારે ઉઠતાની સાથે જ પગની એડીમાં જકડન, ભારેપણું અથવા તાણ અનુભવો છો, તો તે આજકાલ ખૂબ જ સામાન્ય સમસ્યા બની ગઈ છે. ઘણીવાર લોકો તેને સામાન્ય ગણી નજર અંદાજ કરે છે, પરંતુ તે શરીરમાં કંઈક ખોટું હોવાનો સંકેત હોઈ શકે છે. રાત્રિ દરમિયાન, શરીરની હિલચાલ ઘણી ઓછી થાય છે, જે રક્ત પરિભ્રમણ ધીમું કરે છે. આ સિવાય આર્થરાઇટિસ, પ્લાન્ટર ફેસીસાઇટિસ અથવા પિંડીની માંસપેશીઓ કડક થવાને કારણે પણ સવારે પગની એડી જકડાઇ જાય છે.
કસરતથી કેવી રીતે રાહત મેળવવી
યશોદા હોસ્પિટલ, હૈદરાબાદના શોલ્ડર સર્જરી, આર્થ્રોસ્કોપી અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સ્પેશિયાલિસ્ટના સિનિયર કન્સલ્ટન્ટ અને ક્લિનિકલ ડિરેક્ટર ડૉ. સુકેશ રાવ સંકીનેનીના જણાવ્યા અનુસાર, દરરોજ સવારે લાઇટ સ્ટ્રેચિંગ પગની એડીના સાંધામાં લુબ્રિકેશનમાં વધારો કરે છે. આને કારણે સાંધા સરળતાથી હલનચલન કરવા લાગે છે અને જડતા ધીમે ધીમે ઓછી થાય છે. ઉપરાંત, લોહીનો પ્રવાહ વધુ સારો છે અને સ્નાયુઓની સ્થિતિસ્થાપકતા આવે છે. આ જ કારણ છે કે સવારે ઉઠતાની સાથે જ થોડી મિનિટોની કસરત કરવાથી આખો દિવસ ચાલવામાં આરામ મળે છે.
એંકલ સર્કલ્સ થી સાંધા સક્રિટ થશે
એંકલ સર્કલ્સ એક સરળ પરંતુ ખૂબ અસરકારક કસરત છે. આ કરવા માટે પલંગની કિનારી પર બેસો અથવા ખુરશીના ટેકાથી ઉભા રહો. એક પગ જમીન પરથી ઉપાડો અને ઘૂંટણથી સહેજ વાળો. હવે પગની એડીને ઘડિયાળની દિશામાં 10 વખત અને વિરુદ્ધ દિશામાં 10 વખત ધીમે ધીમે ફેરવો. આ કસરત પગની એડીના સાંધા અને સ્નાયુઓને સક્રિય કરે છે, રાતભરની જડતા ઘટાડે છે અને સાંધામાં હાજર પ્રવાહીનું પરિભ્રમણમાં સુધારો કરે છે.
ટુવાલ વડે ખેંચાવાથી દબાણ ઓછું થાય છે
પગની પિંડીની માંસપેથીઓ બહુ કડક થઇ જાય છે, ત્યારે તેની સીધી અસર પગની એડી પર પડે છે. તેનાથી સવારે ઉઠ્યા બાદ ચાલવામાં મુશ્કેલી પડે છે. આ સ્ટ્રેચિંગ માટે તમારી પીઠ પર સૂઈ જાઓ, એક પગ સીધો રાખો અને તેના પંજામાં ટુવાલ અથવા બેલ્ટ ફસાવો કરો. હવે ટુવાલને હળવેથી તમારી તરફ ખેંચો. આ સમય દરમિયાન ઘૂંટણને સીધા રાખો. તમને પગની પિંડી અને એડીની આસપાસ ઊંડો ખેંચાણ અનુભવશો. આ કસરતથી ચાલવા માટે જરૂરી સુગમતા વધે છે.
આલ્ફાબેટ રાઇટિંગ એક્સરસાઇઝથી મૂવમેન્ટ સુધરશે
આલ્ફાબેટ રાઇટિંગ વિથ એંકલ એક્સરસાઇઝમા તમારે પોતાના પગના અંગુઠા વડે હવામાં A થી Z સુધીના અક્ષરો લખવાના હોય છે. તે આરામથી બેઠીને કરો અને તમારું સંપૂર્ણ ધ્યાન હલનચલન પર રાખો. આ કસરત પગની એડીને દરેક દિશામાં હલનચલન કરવામાં મદદ કરે છે અને લાંબા સમય સુધી બેસી રહેવાથી અથવા ખોટી ચાલથી સર્જાયેલા અસંતુલનને સુધારવામાં અસરકારક છે.
આ બાબતો ધ્યાનમાં રાખો
આ કસરતોનો સંપૂર્ણ લાભ ત્યારે જ મળશે જો તે દરરોજ સવારે ઉઠતાની સાથે જ કરવામાં આવે. દરેક સ્ટ્રેટિંગને 20 થી 30 સેકંડ સુધી હોલ્ડ કરો અને ઊંડા શ્વાસ લેતા રહો. ઉપરાંત, યોગ્ય પગરખાં પહેરો, આખો દિવસ પૂરતું પાણી પીવો અને તમારા આહારમાં હળદર જેવા બળતરા વિરોધી આહારનો સમાવેશ કરો. જો પહેલાથી અસ્તિત્વમાં હોય તેવી ઇજા અથવા લાંબી બીમારી હોય, તો કસરત શરૂ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.
સવારે ઉઠતાની સાથે જ પગની એડીમાં જડકને અવગણવી યોગ્ય નથી. નિયમિત સ્ટ્રેચિંગ, સારી ટેવ અને થોડી કાળજી આ સમસ્યાને ઘણી હદ સુધી દૂર કરી શકે છે. જો જડતા લાંબા સમય સુધી રહે છે અથવા દુખાવો વધે છે, તો તે ગંભીર સમસ્યાની નિશાની હોઈ શકે છે. આ કિસ્સામાં, શ્રેષ્ઠ ઉપાય એ છે કે સમયસર ડોક્ટરની તપાસ કરવી.
આ પણ વાંચો | શિયાળામાં વધારે ઠંડી લાગે છે? આ ચીજનું સેવન કરવાથી ઠંડી થશે છૂમંતર, રોગપ્રતિકારક શક્તિ વધશે
Disclaimer : આ લેખમાં આપેલી માહિતી માત્ર જાણકારી છે. સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ પ્રકારના ફેરફાર અથવા આહારમાં ફેરફાર કરતા પહેલા તમારા ડૉક્ટર અથવા લાયક આરોગ્ય નિષ્ણાતની સલાહ લો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us