Health Tips: સલાડ ક્યારે ખાવું જોઇએ? બાબ રામદેવ પાસેથી જાણો સાચો સમય અને રીત

Best time to eat salad: યોગ ગુરુ બાબા રામદેવે સ્વસ્થ જીવનશૈલી પર ભાર મૂક્યો છે. બાબા રામદેવના મતે કચુંબર ખાવાનો યોગ્ય સમય અને રીત હોય છે. તે ભોજન સાથે ન ખાવું જોઈએ.

Best time to eat salad: યોગ ગુરુ બાબા રામદેવે સ્વસ્થ જીવનશૈલી પર ભાર મૂક્યો છે. બાબા રામદેવના મતે કચુંબર ખાવાનો યોગ્ય સમય અને રીત હોય છે. તે ભોજન સાથે ન ખાવું જોઈએ.

author-image
Ajay Saroya
New Update
Baba Ramdev Best time to eat Salad

Baba Ramdev Health Tips On Best time to eat Salad : બાબા રામદેવે સલાડ ખાવાના યોગ્ય સમય અને રીત વિશે જાણકારી આપી છે. Photograph: (Freepik/ Social Media)

Right Time To Eat Salad: યોગ ગુરુ બાબા રામદેવ લોકોને યોગ અને પ્રાણાયામ દ્વારા સ્વસ્થ રહેવાની પ્રેરણા આપે છે. વર્તમાન સમયમાં આયુર્વેદને પ્રોત્સાહન આપવામાં બાબા રામદેવની મહત્વની ભૂમિકા રહી છે. આચાર્ય બાલકૃષ્ણ સાથે મળીને તેમણે હરિદ્વારમાં પતંજલિ યોગપીઠની સ્થાપના કરી, જ્યાં યોગની સાથે આયુર્વેદ દ્વારા અનેક બીમારીઓનો ઈલાજ કરવામાં આવે છે. બાબા રામદેવ યોગ્ય જીવનશૈલી અપનાવવાની સાથે સાથે લોકોને ખોરાક પર ધ્યાન આપવાનું કહે છે.

Advertisment

બાબા રામદેવનો યુટ્યુબ પર એક વીડિયો છે જેમાં તેમણે સલાડ અને ભોજન વિશે માહિતી શેર કરી છે. મુખ્યત્વે સલાડ ને લોકો ખોરાક સાથે પસંદ કરવામાં આવે છે. પરંતુ તેનો એક યોગ્ય સમય હોય છે, ચાલો જાણીએ બાબા રામદેવ પાસેથી:

સલાડ ખાવાનો યોગ્ય સમય 

બાબા રામદેવના જણાવ્યા અનુસાર, સલાડમાં ફણગાવેલા કઠોળ અને ફળોનો સમાવેશ કરોવો જોઈએ. પહેલા કાચા ખોરાકનું સેવન કરવું જોઈએ. આવી સ્થિતિમાં, જ્યારે પણ તમે ખાઓ છો, પહેલા સલાડ ખાઓ. યોગ ગુરુના જણાવ્યા અનુસાર, મૂળાને અન્ય વસ્તુઓની સાથે સલાડમાં શામેલ કરવો જોઈએ. તે પાચનતંત્ર માટે ખૂબ જ ફાયદાકારક છે.

ભોજનમાં આ બે ચીજનું ઓછું સેવન કરવું

સલાડ અને ફળ બાદ રાંધેલા ભોજનનું સેવન કરવું જોઇએ. પરંતુ તેમા ઘઉં અને ચોખાનું પ્રમાણ ઓછું હોવું જોઇએ. આને બદલે, તમે શાકભાજીનું પ્રમાણ વધારી શકો છો. ભોજનમાં દૂધી, પાલક, પરવર, ભીંડા અને અન્ય પોષક તત્વોથી ભરપૂર શાકભાજીનું સેવન કરવું જોઈએ.

Advertisment

મીઠાઈઓ ક્યારે ખાવી?

બાબા રામદેવના જણાવ્યા અનુસાર, જો તમને મીઠાઈ ખાવાનો શોખ છે, તો તે જમ્યા પછી ખાવી જોઈએ. તમે ગોળ અથવા મધનું સેવન કરી શકો છો. આ સિવાય તમે ગોળ માંથી બનેલો શીરો કે અથવા ખીરનું પણ સેવન કરી શકો છો.

ભોજનના છેલ્લે શું ખાવું?

બાબા રામદેવના મતે, પ્રાચીન સમયમાં દરેક ઘરમાં કાનજી અને સરકો બનાવવામાં આવતો હતો. મૂળા, બીટ, ગાજર, સરસવ, જીરું, હળદર અને કાળું મીઠું મિક્સ કરી તે ઘરે બનાવી શકાય છે. ભોજનના અંતે થોડોક સરકો લેવો જોઈએ. તેનાથી પાચન યોગ્ય રીતે કામ કરે છે.

સાંજે કયા સમયે અને શું ખાવું? 

બાબા રામદેવના જણાવ્યા અનુસાર,મોડી રાત્રે ખાવાની આદત શરીરને નુકસાન પહોંચાડી શકે છે. તમારે સાંજે સાત વાગ્યા પહેલાં ભોજન કરી લેવું જોઈએ. રાત્રે હળવો ખોરાક લેવો જોઈએ. તેમા ફળો અથવા બાફેલા શાકભાજીનું સેવન વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમે તેની સાથે એક ગ્લાસ દૂધ પણ પી શકો છો.

આ પણ વાંચો | બીયર પીવાથી કિડનીની પથરી ઓગળી જાય છે? આવી 4 સ્વાસ્થ્ય માન્યતા અને હકીકત જાણો

ડિસ્ક્લેમર : આ લેખમાં આપવામાં આવેલી સલાહ અને સૂચનો ફક્ત સામાન્ય માહિતી હેતુઓ માટે છે. આ માહિતી બાબા રામદેવની યુટ્યુબ ચેનલ પર શેર કરવામાં આવેલી સામગ્રી પર આધારિત છે. તમારી જીવનશૈલી અથવા આહારમાં કોઈ ફેરફાર કરતા પહેલા કૃપા કરીને ડૉક્ટર અથવા નિષ્ણાતની સલાહ લેવી. આ માહિતીની ચોકસાઈ અથવા પરિણામો માટે ઈન્ડિયન એક્સપ્રેસ જવાબદાર રહેશે નહીં.

લાઇફસ્ટાઇલ હેલ્થ