વાળના સારા વિકાસ માટે માત્ર શેમ્પૂ અને કન્ડિશનરની જ જરૂર નથી, પરંતુ વાળની પણ કાળજી લેવી જરૂરી છે. વાળની સંભાળ માટે વાળમાં તેલ લગાવવું અને વાળને ગરમીથી બચાવવા ખૂબ જ જરૂરી છે. ઘણીવાર કેટલીક સ્ત્રીઓને રોજેરોજ વાળ સુકાવા માટે હેર ડ્રાયરનો ઉપયોગ કરવાની આદત હોય છે. તમે જાણો છો કે હેર ડ્રાયરનો વધુ પડતો ઉપયોગ તમારા વાળમાંથી નેચરલ ઓઇલ છીનવી લે છે અને વાળને શુષ્ક બનાવી દે છે.
હેર ડ્રાયરનો દરરોજ ઉપયોગ કરવાથી વાળ ખરવા લાગે છે. વાળ સુકાવા માટે દરરોજ હેર ડ્રાયરનો ઉપયોગ કરવાનું ટાળો. ડ્રાયરનો ઉપયોગ કરવાથી વાળમાંથી ન માત્ર ભેજ દૂર થાય છે પરંતુ વાળ સફેદ પણ થાય છે.
વાળ પર નિયમિત હેર ડ્રાયરનો ઉપયોગ કરવાથી વાળમાં મેલાનિનની ઉણપ થાય છે. મેલાનિનની ઉણપને કારણે વાળનો રંગ પ્રભાવિત થાય છે અને વાળ સફેદ થવા લાગે છે. ચાલો જાણીએ કે દરરોજ વાળમાં ડ્રાયરનો ઉપયોગ કરવાથી કઈ સમસ્યાઓ થાય છે અને તેનો ઈલાજ કેવી રીતે કરવો.
આ પણ વાંચો: આંતરરાષ્ટ્રીય વોમેન્સ ડે 2023 : શું છે ઇતિહાસ, મહત્વ અને શા માટે આપણે 8 માર્ચે મહિલા દિવસ ઉજવીએ છીએ?
વાળ તૂટવાની સમસ્યા વધે છે:
જો તમે દરરોજ હેર ડ્રાયરનો ઉપયોગ કરો છો તો સ્પ્લિટ એન્ડ્સની સમસ્યા વધી શકે છે. વાળમાં પોષક તત્વોના સ્તરમાં ઘટાડો થવાને કારણે, વાળ વિભાજીત અને નબળા થઈ જાય છે અને ઝડપથી તૂટવા લાગે છે. હેર ડ્રાયર વાળને સુકાઈ જાય છે અને નબળા પાડે છે જેના કારણે વાળ ઝડપથી તૂટી જાય છે.
માથાની ચામડી ડીહાઇડ્રેટ થઈ શકે છે:
હેર ડ્રાયરનો વધુ પડતો ઉપયોગ તમારા સ્કેલ્પને ડીહાઇડ્રેટ કરી શકે છે. તેના ઉપયોગથી માથાની ચામડીમાં ડ્રાય પેચ, ખંજવાળ અને ડેન્ડ્રફ થઈ શકે છે.
આ પણ વાંચો: વુમેન્સ ડે 2023: નેચરલ ફિઝિકલ રિલેશનના એક વર્ષ પછી પણ ગર્ભ ધારણ કરી શકતા નથી? ઇંફર્ટિલિટીના આ 4 કારણો હોઈ શકે
નેચરલ ટિપ્સ અપનાવો:
હેયર વૉશ કર્યા પહેલા દહીં કે પછી એલોવેરા જેલ લગાવવું જેથી હેયર લાંબા સમય સુધી સિલ્કી એન્ડ શાઈની રહેશે, જે તમારી પર્સનાલિટીને વધુ સારી બનાવામાં ઉપયોગી સાબિત થશે.