દર વર્ષે, 8 માર્ચને વિશ્વભરની મહિલાઓની સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક અને રાજકીય સિદ્ધિઓની ઉજવણી કરવા માટે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ લૈંગિક સમાનતાને વેગ આપવા અને આ લક્ષ્યોને હાંસલ કરવા માટે એજન્ડા અને લક્ષ્યો નક્કી કરવા માટે કૉલ ટુ એક્શન પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે. આ ધ્યેય હાંસલ કરવા માટે ઈવેન્ટ્સ, ટોક્સ અને અવેરનેસ કેમ્પેઇનનું આયોજન કરવામાં આવે છે.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો ઇતિહાસ
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો ખ્યાલ સૌપ્રથમ 1900 ના દાયકાની શરૂઆતમાં ઉભરી આવ્યો હતો. મહિલા દિવસ સૌપ્રથમ 1909માં અસ્તિત્વમાં આવ્યો અને તેને રાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઓળખવામાં આવ્યો હતો. આ દિવસ શરૂઆતમાં 28 ફેબ્રુઆરી 1909ના રોજ ઉજવવામાં આવ્યો હતો, જ્યારે 15,000 મહિલાઓએ ન્યૂ યોર્ક સિટીમાં ઓછા કલાકો, સારો પગાર અને મતદાનના અધિકારોની માગણી સાથે કૂચ કરી હતી.
આ પણ વાંચો: વુમન્સ ડે 2023 : શું PCOS થી પીડાવ છો? તો અહીં આપેલ ડાયટ ટિપ્સ કરો ફોલૉ
યુરોપમાં લગભગ તે જ સમયે, 1910માં, ડેનમાર્કના કોપનહેગનમાં વર્કિંગ વુમનની બીજી આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ હતી, જ્યાં જર્મનીમાં સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી માટે મહિલા કાર્યાલયનું નેતૃત્વ કરતી ક્લારા ઝેટકીને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો વિચાર રજૂ કર્યો હતો. અને 9 માર્ચ, 1911 ના રોજ, ઓસ્ટ્રિયા, ડેનમાર્ક, જર્મની અને સ્વિટ્ઝર્લેન્ડમાં પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનું સન્માન કરવામાં આવ્યું હતું.
યુનાઈટેડ નેશન્સ (યુએન) એ 197 માં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવાનું શરૂ કર્યું અને 1977 માં, તે સત્તાવાર રીતે સંમત થયું કે દર વર્ષે 8 માર્ચે આ દિવસ વ્યાપકપણે મનાવવામાં આવશે.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનું મહત્વ
આપણા સમાજમાં જાતિય અસમાનતા અને ભેદભાવ મોટા પ્રમાણમાં જોવા મળે છે અને મોટાભાગે મહિલાઓ તેનો ભોગ બને છે. આ જેન્ડર બાયસ સામે લડવા અને લિંગ સમાનતા, પ્રજનન અધિકારો અને મહિલાઓ સામે હિંસા અને દુર્વ્યવહાર જેવા મુદ્દાઓ પર ધ્યાન દોરવા માટે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. તે જાગૃતિ લાવવા અને સમાજમાં પરિવર્તન લાવવાનું એક મંચ બની ગયું છે.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ થીમ- 2023
યુનાઈટેડ નેશન્સ અનુસાર આ વર્ષના મહિલા દિવસની થીમ છે “ડિજિટલ: જેન્ડર ઇક્વાલિટી માટે ઈન્વોએશન અને ટેક્નોલોજી” અને તેનો ઉદ્દેશ જેન્ડર મુદ્દાઓને પ્રકાશમાં લાવવામાં ટેકનોલોજીના મહત્વ પર ભાર આપવાનો છે.