Monsoon Travel Tips: વરસાદની ઋતુ કોને ન ગમે? ઝરમર વરસાદમાં ઘણા લોકોને લાંબા પ્રવાસ પર નીકળવાનું મન થઈ જાય છે. જો તમે પણ વરસાદની સીઝનમાં ફરવા જવાનું વિચારી રહ્યા છો તો તમારી બેગમાં પેકિંગ સમયે શું સાથે રાખવું તેના વિશે જરૂરથી જાણી લેજો. વરસાદની સીઝનમાં ટ્રાવેલિંગ દરમિયાન કેટલીક મહત્ત્વની વસ્તુઓ સાથે રાખવી ખુબ જ જરૂરી છે.
જો તમે ચોમાસાની ઋતુનો સંપૂર્ણ આનંદ માણવાનું મન બનાવી લીધું છે, તો શા માટે વિલંબ કરો છો, તમારું પેકિંગ કરો અને તમારા મિત્રો અને પરિવાર સાથે લાંબા પ્રવાસ માટે નીકળો. ઉપરાંત ધ્યાનમાં રાખો કે પેકિંગ કરતી વખતે તમે કંઈપણ ભૂલી ન જાઓ. જેના કારણે તમારો પ્રવાસ બગડી શકે છે.
વરસાદની ઋતુમાં પ્રવાસ પર નીકળતા પહેલા તમારી બેગમાં યોગ્ય વસ્તુઓ અને સાધનો રાખવા ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેથી તમારો સેલ ફોન અને પાકીટ ભીનો ન થાય. ઝિપ લોક બેગ, છત્રી, મચ્છર ભગાડનાર સ્પ્રે અને વોટરપ્રૂફ બેકપેક તમારી સાથે રાખો.
આ પણ વાંચો: ભારતના આ 8 બેસ્ટ ડેસ્ટિનેશન, જે છે વરસાદની સિઝનમાં ફરવા માટે પરફેક્ટ
વરસાદની ઋતુમાં મુસાફરી કરતી વખતે કઈ જરૂરી વસ્તુઓ રાખવી તે વિશે જાણવું ખુબ જ જરૂરી છે. વરસાદની ઋતુમાં તમારી સાથે છત્રી અથવા રેઈનકોટ રાખો. તમારે વોટરપ્રૂફ બેગ પણ પેક કરવી જોઈએ. હંમેશા તમારી સાથે ઝિપ લોક બેગ રાખો. તે પાકીટ અને સ્માર્ટફોન, કેમેરા અને લેન્સ વગેરે જેવી અન્ય કિંમતી વસ્તુઓ રાખવા માટે ઉપયોગી સાબિત થાય છે અને તેમને ભીના થવાથી બચાવે છે.





