Basant Panchami 2026: વસંત પંચમી પર બનાવો ગોલ્ડન હલવો, પૌષ્ટિક અને સ્વાદથી ભરપૂર

Basant Panchami Special Pumpkin Halwa Recipe : વસંત પંચમી પર દેવી સરસ્વતીની પૂજામાં પીળી વાનગીનો ભોગ અર્પણ કરવાની પરંપરા છે. અહીં ખાસ ગોલ્ડન હલવો બનાવવાની રેસીપી આપી છે, જે સ્વાસ્થ્ય માટે અદભુત અને સ્વાદથી ભરપૂર હોય છે.

Basant Panchami Special Pumpkin Halwa Recipe : વસંત પંચમી પર દેવી સરસ્વતીની પૂજામાં પીળી વાનગીનો ભોગ અર્પણ કરવાની પરંપરા છે. અહીં ખાસ ગોલ્ડન હલવો બનાવવાની રેસીપી આપી છે, જે સ્વાસ્થ્ય માટે અદભુત અને સ્વાદથી ભરપૂર હોય છે.

author-image
Ajay Saroya
New Update
pumpkin halwa recipe | Kaddu Ka Halwa Recipe | kola no halwa recipe

Pumpkin Halwa Recipe: કોળાનો હલવો બનાવવાની રીત. Photograph: (Freepik)

Basant Panchami Special Pumpkin Halwa Recipe In Gujarati : વસંત પંચમી હિન્દુ ધર્મનો મહત્વપૂર્ણ તહેવાર છે. હિન્દુ કેલેન્ડર મુજબ મહા માસની સુદ પાંચમ તિથિ પર વસંત પંચમી ઉજવાય છે. આ  તહેવાર પર ધર્મ, પ્રકૃતિ અને સંસ્કૃતિનું ત્રિવેણી સંગમ જોવા મળે છે. વસંત પંચમી પર વિદ્યાની દેવી સરસ્વતી અને પુસ્તક કલમની પૂજા કરવામાં આવે છે. સાથે જ આ દિવસે પીળા વસ્ત્ર પહેરવાની પરંપરા છે. ઉપરાંત દેવી સરસ્વતીને પીળી વાનગીનો ભોગ અર્પણ કરવામાં આવે છે. અહીં વસંત પંચમી સ્પેશિયલ પીળી વાનગી પમ્પકીન હલવો એટલે કે કોળાનો હલવો બનાવવાની રીત જણાવી છે.

Advertisment

Pumpkin Halwa Recipe Ingredients : કોળાનો હલવો બનાવવા માટે સામગ્રી

પીળું કોળું - 1 કિલો
ઘી - 4 ચમચી
તજ - 2 નંગ
ખાંડ - સ્વાદ મુજબ
પાણી - 150 મીલી
એલચી પાઉડર - 1 ચમચી
ડ્રાયફુટ્સના ટુકડા - 1 કપ
સુકા કોપરાની છીણ - 1 કપ

Pumpkin Halwa Recipe : કોળાનો હલવો બનાવવાની રીત

સૌપ્રથમ પીળા કોળાની છાલ ઉતારી લો. પછી તેને ગાજર જેમ ખમણી પર ગાજર ઘસીને છીણી કાઢી લો. હવે ગેસ ચાલુ કરી એક કઢાઇમાં કોળાની છીણ નાંખો. પછી તેમા દૂધ નાંખી કોળાની છીણ એકદમ નરમ થાય ત્યાં સુધી ગેસ પર ધીમા તાપે પકવવા દો. 

કોળાની છીણ એકદમ નરમ થઇ જાય અને બધુ દૂધ શોષાઇ જાય પછી તેમા ઘી નાંખી 5 મિનિટ સુધી પકવવા દો. આ દરમિયાન સામગ્રીને સતત હલાવતા રહો, જેથી તે ચોંટી ન જાય. હવે તેમા ખાંડ સુકા કોપરાની છીણ, તજ પાઉડર, એલચી પાઉડર ઉમેરો, પછી બધી સામગ્રીને બરાબર મિક્સ કરો. તમે ખાંડના બદલે ગોળ પણ વાપરી શકો છે.

Advertisment

આ પણ જુઓ | વસંત પંચમી સ્પેશિયલ મીઠાઇ પનીર રાજભોગ રેસીપી

બધી ખાંડ ઓગળીને કોળામાં ભળી થઇ જાય પછી તેમા કાજુ, બદામ, પીસ્તા અને સુકી દ્રાક્ષના ટુકડા ઉમેરી સારી રીતે મિક્સ કરો. આ રીતે ઓછા સમયમાં વસંત પંચમી પર આ પરંપરાગત કોળાનો હલવો બનાવી શકાય છે.

ભોજન રેસીપી વસંત પંચમી જીવનશૈલી