/indian-express-gujarati/media/media_files/2026/03/02/bharwa-turai-recipe-2026-03-02-16-17-48.jpg)
Bharwa Turai Recipe : ભરેલા તુરિયાનું શાક બનાવવાની રીત. Photograph: (Social Media)
Bharwa Turai Recipe In Gujarati : તુરિયા એક શાકભાજી છે, જે વિવિધ પોષક તત્વોથી ભરપૂર હોય છે. જો કે ઘણા લોકોને તુરિયાનું શાક ભાવતું નથી. જો તેને રિંગણની જેમ મસાલા ભરીને બનાવવામાં આવે તો તુરિયા સ્વાદિષ્ટ લાગે છે. ઘણા લોકોને ભરેલા તુરિયાનું શાક કેવી રીતે બનાવવું તેની સાચી રીત ખબર હોતી નથી. અહીં ફેમસ શેફ અશ્વિની કાલસેકરે આપેલી ભરેલા તુરિયાના શાકની રેસીપી આપી છે, જે તમારે ઘરે ટ્રાય કરવી જ જોઇએ.
ભરેલા તુરિયાનું શાક બનાવવા માટે સામગ્રી : Bharwa Turai Recipe Ingredients
- તુરિયા : 1 - 2 નંગ
- હળદર પાઉડર : 2 ચમચી
- લાલ મરચું પાઉડર : 2 ચમચી
- ચણાનો લોટ : 2 - 3 ચમચી
- તેલ : 2 - 3 ચમચી
- મીઠું :સ્વાદ અનુસાર
Bharwa Turai Recipe : ભરેલા તુરિયાનું શાક બનાવવાની રીત
તુરિયાને પાણીમાં સારી રીતે ધોઇ લો. હવે તેની છાલ ઉતારી તેના 2 કે 3 ઇંચના લાંબા ટુકડા કરો. તુરિયાની અંદર મસાલા ભરવા માટે ટુકડાની વચ્ચે ચાકુ વડે એક ચીરો પાડો.
એક વાસણમાં લાલ મરચું પાઉડર, હળદર પાઉડર, ધાણા જીરું પાઉડર, મીઠું અને ગરમ મસાલો મિક્સો. હવે આ મસાલાને ચમચ વડે રિંગણ જેમ તુરિયાની અંદર ભરો.
હવે એક ગેસ પર એક કઢાઇમાં બે - 3 ચમચી તેલ ગરમ કરો. તેમા મસાલા ભરેલા તુરિયાને 5 થી 7 મિનિટ સુધી પકવવા દો. વધેલો મસાલો પણ તેમા અંદર નાંખો, જેથી તે સારી રીતે રંધાઇ જાય.
આ દરમિયાન કઢાઇને ઢાંકી દો. તુરિયા માંથી પાણી નીકળી પછી તેમા ચણાનો લોટ ઉમેરો. પછી તુરિયા હલાવતી વખતે સાવધાની રાખવી, જે તેથી તુટી ન જાય. તુરિયની અંદરની પાણી શોષાઇ એટલે કે ગેસ બંધ કરી દો. જો તમને રસા વાળું શાક ભાવતું હોય તો તેમા ઉપરથી પાણી ઉમેરી શકાય છે.
આ પણ વાંચો | ફરસાણવાળા જેવી તીખી સેવ રેસીપી, બહારથી ક્રિસ્પી અને અંદરથી નરમ
ભરેલા તુરિયાના શાકમાં લીબુંનો રસ અને લીલું કોથમીર ઉમેરી રોટલી કે પરાઠા સાથે સર્વ કરો. આ સરળ રીતે બનેલું ભરેલા તુરિયાનુ શાક દરેકને ભાવશે.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us