બ્લેક કોફી કે દૂધ અને ખાંડ વાળી કોફી? સ્વાસ્થ્ય માટે કઈ સારી? એક્સપર્ટએ સરખામણી કરી જણાવ્યા ફાયદા ગેરફાયદા

લાઇફ સ્ટાઇલ | છ મહિના સુધી, કોફીમાં દૂધ અને ખાંડ ન લેવાથી કેલરીની ઉણપ થઈ શકે છે?બ્લેક કોફી માત્ર વજન નિયંત્રણમાં મદદ કરી શકે છે કે નહિ? અહીં જાણો એક્સપર્ટ શું કહે છે?

લાઇફ સ્ટાઇલ | છ મહિના સુધી, કોફીમાં દૂધ અને ખાંડ ન લેવાથી કેલરીની ઉણપ થઈ શકે છે?બ્લેક કોફી માત્ર વજન નિયંત્રણમાં મદદ કરી શકે છે કે નહિ? અહીં જાણો એક્સપર્ટ શું કહે છે?

author-image
shivani chauhan
New Update
Black coffee vs milk coffee which is best for health

બ્લેક કોફી દૂધ વાળી કોફી ફાયદા ગેરફાયદા વેઇટ કંટ્રોલ ડાયાબિટીસ હેલ્થ ટિપ્સ। Black coffee vs milk coffee which is best for health weight management digestion diabetes tips in gujarati Photograph: (Indian Express)

જીવનશૈલી | શું દૂધ વાળી કોફી (રેગ્યુલર કોફી) છોડીને બ્લેક કોફી (black coffee) તરફ વળ્યા પછી લોકોમાં તાત્કાલિક કોઈ ફેરફાર જોવા મળે છે? થાણે સ્થિત KIMS હોસ્પિટલ્સના મુખ્ય ડાયેટિશિયન, ડા. અમરીન શેખે જણાવ્યું હતું કે, "ખાસ કરીને ખાંડ નાખેલી દૂધ વાળી કોફી (રેગ્યુલર કોફી) માં દૂધનું ફેટ અને લેક્ટોઝના લીધે કેલરી હોય છે. તેનાથી વિપરીત બ્લેક કોફી લગભગ કેલરી-મુક્ત છે. ઘણા લોકો થોડા અઠવાડિયામાં જ પીધા પછી લાઈટ ફીલ કરે છે ખાસ કરીને જો તેઓ ડેરી પ્રોડક્ટસ પ્રત્યે સેન્સટીવ હોય."

Advertisment

શું બ્લેક કોફી વેઇટ કંટ્રોલમાં અસર કરે?

હા, તે શક્ય છે, શેખે ખાતરી આપી છે. "છ મહિના સુધી, કોફીમાંથી દૂધ અને ખાંડ ન લેવાથી કેલરીની ઉણપ થઈ શકે છે. બ્લેક કોફી માત્ર વજન નહીં, તે સંતુલિત ભોજન અને શારીરિક પ્રવૃત્તિ સાથે જોડવામાં આવે ત્યારે વજન નિયંત્રણમાં મદદ કરી શકે છે. વધુમાં કેફીન ચયાપચયમાં થોડો વધારો કરી શકે છે અને કસરત દરમિયાન ચરબીનો ઉપયોગ સુધારી શકે છે."

રેગ્યુલર કોફીની સરખામણીમાં બ્લેક કોફી પાચનતંત્ર પર કેવી અસર કરે છે?

શેખે કહ્યું કે બ્લેક કોફી ગેસ્ટ્રિક એસિડ પ્રોડક્સને ઉત્તેજિત કરે છે, જે કેટલાક લોકો માટે પાચનમાં મદદ કરી શકે છે. તેણે indianexpress.com ને કહ્યું કે "જોકે જે લોકો એસિડિટી અથવા એસિડ રિફ્લક્સથી પીડાય છે તેઓ ખાલી પેટે પીવે તો તેઓ અસ્વસ્થતા અનુભવી શકે છે. દૂધ ઘણીવાર એસિડિટી ઘટાડે છે, તેથી તેને છોડી દેવાનો અર્થ એ થઈ શકે છે કે સવારે જમવાને બદલે જમ્યા પછી બ્લેક કોફી પીવી જોઈએ.''

બ્લેક કોફી બ્લડ સુગર કંટ્રોલ કરે?

શેખના મતે બ્લેક કોફી તરફ સ્વિચ કરવાથી રેગ્યુલર કોફીથી થતા બ્લડ સુગરના વધારાને ટાળે છે. શેખે કહ્યું કે "ઇન્સ્યુલિન પ્રતિકાર અથવા પ્રિડાયાબિટીસ ધરાવતા લોકો માટે આ ફેરફાર બ્લડ સુગર નિયંત્રણને વધુ સારી રીતે ટેકો આપી શકે છે. સમય જતાં જ્યારે એકંદર ખાંડનું સેવન ઓછું થાય છે ત્યારે ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં મદદ મળી શકે છે.''

Advertisment

શું રાત્રે દહીં ખવાય? 7 આ ખોટી માન્યતાઓ વિશે તમારે જાણવું જ જોઈએ

શું બ્લેક કોફી એનર્જી લેવલને અલગ રીતે અસર કરે છે?

ઘણા લોકો બ્લેક કોફીથી સ્વચ્છ ઉર્જાનો અનુભવ કરે છે. "દૂધ અને ખાંડ વિના, ઉર્જાનું સ્તર સ્થિર રહે છે, આનું કારણ એ છે કે બ્લેક કોફી બ્લડ સુગરમાં ઝડપી ફેરફાર લાવતી નથી.

શું કોફીમાં દૂધ ન ઉમેરવાના કોઈ ગેરફાયદા છે?

શેખે કહ્યું કે દૂધ કેલ્શિયમ અને પ્રોટીન પૂરું પાડે છે, તેથી જ્યારે તમે તેને દૂર કરો છો, ત્યારે તે પોષક તત્વો દહીં, પનીર, બદામ, સીડ્સ અથવા  લીલા પાંદડાવાળા  શાકભાજી જેવા અન્ય ખોરાકમાંથી આવવા જોઈએ. શેખે કહ્યું કે "બ્લેક કોફીમાં જ એન્ટીઑકિસડન્ટો હોય છે , જે મધ્યમ માત્રામાં પીવામાં આવે ત્યારે હૃદય અને ચયાપચય સ્વાસ્થ્યને ટેકો આપે છે.''

શું બ્લેક કોફી દરેક માટે યોગ્ય છે?

ગેસ્ટ્રાઇટિસ, ચિંતા અથવા ઊંઘની સમસ્યા ધરાવતા લોકોએ તેમના સેવનને મર્યાદિત કરવું જોઈએ. શેખે કહ્યું કે "આદર્શ રીતે, બ્લેક કોફીનું સેવન મધ્યમ માત્રામાં કરવું જોઈએ. દિવસમાં 1 થી 2 કપ લેવી જોઈએ અને મોડી સાંજે કોફી પીવાનું ટાળવું જોઈએ.''

જીવનશૈલી