/indian-express-gujarati/media/media_files/2026/02/11/broccoli-paneer-kabab-2026-02-11-15-12-50.jpg)
બ્રોકલી અને પનીરથી તમે હેલ્ધી કબાબ બનાવી શકો છો Photograph: (Pinterest)
Broccoli Paneer Kebab recipe : જો તમે નાસ્તામાં કંઇક હેલ્ધી ખાઓ છો, તો તમે આખો દિવસ એનર્જેટિક અનુભવો છો. ઘણા લોકો પ્રોટીન ડાયેટ પર હોય છે, તેથી તેઓ હાઇ પ્રોટીનવાળા બ્રેકફાસ્ટની શોધમાં હોય છે જે ઝડપી બની જાય છે અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. બ્રોકોલી અને પનીરથી તમે હેલ્ધી કબાબ બનાવી શકો છો. બ્રોકોલી વિટામિન એ, કે અને સી સાથે-સાથે આયર્ન અને પોટેશિયમથી ભરપૂર હોય છે.
આ વસ્તુઓની જરૂર પડશે
1 મધ્યમ કદની બ્રોકોલી
200 ગ્રામ લીલા વટાણા
2 મોટી ચમચી ઘી
200 ગ્રામ પનીર (છીણેલું )
2 બટાટા ઘી
કબાબ પકાવવા માટે ઘી કે તેલ
સ્વાદ મુજબ મીઠું
પેસ્ટ બનાવવા માટે જરૂરી વસ્તુઓ
1 ઇંચ આદુ
8 લસણની કળી
6 લીલા મરચાં
આ મસાલા પાવડરની જરૂર પડશે
1/2 ચમચી કાળા મરી પાવડર
1 ચમચી જીરું પાવડર
1 ચમચી કોથમીર પાવડર
1 ચમચી લાલ મરચું પાવડર
બ્રોકોલી-પનીરથી સ્વાદિષ્ટ કબાબ બનાવવાની રીત
તેને બનાવવા માટે સૌ પહેલા બ્રોકોલીને ધોઈને કાપી લો. તેને બ્લેન્ડરમાં નાખીને અને તેને બરછટ રીતે પીસી લો. હવે તમારે મિક્સિંગ બાઉલની જરૂર છે. તેમાં બ્રોકોલી ઉમેરો. ત્યારબાદ તેમાં પીસેલા લીલા વટાણા ઉમેરો. હવે તેમાં સમારેલું આદુ, લસણ અને લીલા મરચાં ઉમેરી પેસ્ટ બનાવી લો. તેને એક બાઉલમાં બહાર કાઢી લો.
આ પણ વાંચો - નાસ્તામાં બનાવો હેલ્ધી અને પોષક તત્વોથી ભરપૂર રાગી થોપા, ઘી સાથે આવશે ટેસ્ટી સ્વાદ
બટાટા રાંધી લો. એક કડાઇમાં ઘી ગરમ કરો. જ્યારે ઘી પીગળી જાય ત્યારે તેમાં આદુ-લસણ-લીલા મરચાંની પેસ્ટ મેળવી ધીમા તાપ પર એક મિનિટ સુધી ફ્રાય કરી લો. ત્યારબાદ બ્રોકોલી અને લીલા વટાણાનું મિશ્રણ ઉમેરો. ત્યારબાદ 3-4 મિનિટ સુધી તળી લો. તે પછી તેમાં બધા મસાલા, પાવડર અને મીઠું મેળવી 2-3 મિનિટ સુધી સાંતળી લો. ત્યારબાદ ગેસ બંધ કરી દો.
હવે આ મિશ્રણને એક મોટા મિક્સિંગ બાઉલમાં કાઢી લો. તેમાં છીણેલું પનીર અને બાફેલા અને છીણેલા બટાટા ઉમેરો. સ્વાદ અનુસાર મીઠું ઉમેરો. તમારા હાથ પર તેલ લગાવો અને મિશ્રણનો એક ભાગ લો. તમે ઇચ્છિત કદ અને આકારના કબાબ બનાવી શકો છો. તેમને બનાવો અને થોડા સમય માટે રેફ્રિજરેટરમાં મૂકો. તે પછી એક કડાઇમાં થોડું તેલ નાખી ધીમા તાપ પર બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો. કબાબ તૈયાર છે. તેમને ચટણી સાથે પીરસો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us