/indian-express-gujarati/media/media_files/2026/02/10/ragi-thopa-recipes-2026-02-10-19-11-07.jpg)
રાગી થોપા નાસ્તામાં એક પારંપરિક અને હેલ્ધી વિકલ્પ છે Photograph: (Pinterest)
ragi thopa recipes: સવારે નાસ્તો કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. સવારે હેલ્ધી નાસ્તો કરવાથી આખો દિવસ શરીરમાં ઉર્જા રહે છે. જો તમે પણ સવારના નાસ્તામાં કંઈક હેલ્ધી અને સ્વાદિષ્ટ ટ્રાય કરવા માંગો છો, જે સ્વાદની સાથે પોષણથી પણ ભરપૂર છે તો તમે રાગી થોપા ટ્રાય કરી શકો છો.
રાગી થોપા નાસ્તામાં એક પારંપરિક અને હેલ્ધી વિકલ્પ છે, જે સ્વાસ્થ્ય માટે વધુ સારું માનવામાં આવે છે. તમે તેને ઘી સાથે પીરસી શકો છો. ખાસ કરીને દેશી ઘી માં તેનો સ્વાદ અનેકગણો વધી જાય છે.
રાગીમાં ઘણા પોષક તત્વો હોય છે
રાગીમાં કેલ્શિયમ, આયર્ન, ફાઇબર સહિતના ઘણા આવશ્યક ખનિજો જોવા મળે છે, જે પાચનને વધુ સારું રાખવામાં મદદ કરે છે. તેનું સેવન કરવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે. આ જ કારણ છે કે આજકાલ ફિટનેસ ફોલો કરનારા લોકો રાગીમાંથી બનેલા ખોરાકને પણ પોતાના ડાયેટમાં સામેલ કરી રહ્યા છે.
રાગી થોપા બનાવવા માટેની સામગ્રી
- રાગીનો લોટ
- દહીં અથવા છાશ
- મીઠું
- જીરું પાવડર,
- લીલા મરચાં
- ડુંગળી
- પાણી
રાગી થોપા કેવી રીતે બનાવવા?
રાગી થોપા બનાવવા માટે સૌપ્રથમ રાગીનો લોટ, દહીં અથવા છાશ, મીઠું, જીરું પાવડર, ઝીણું સમારેલું લીલું મરચું અને ડુંગળીમે પાણી સાથે સારી રીતે મિક્સ કરો. હવે આ મિશ્રણને થોડા સમય માટે આ રીતે છોડી દો.
આ પણ વાંચો - વધેલી રોટલીમાંથી મિલ્ક કેક બનાવો, એકદમ યુનિક રેસીપી
હવે એક કડાઇ લો અને તેમાં આ મિશ્રણ ઉમેરો અને મધ્યમ તાપ પર રાંધી લો. થોડા સમય પછી તે ખીરની જેમ જાડું થઈ જશે. જો તમે ઇચ્છો તો તવા પર થોડું તેલ અથવા ઘી લગાવીને તેને મોટા ચીલાની જેમ પણ પકાવી શકો છો.
રાગી થોપા કેવી રીતે ખાવા?
તમે ગરમ ઘી સાથે રાગી થોપા ખાઈ શકો છો. ઉપરથી નાખવામાં આવેલું ઘી તેની સુગંધ અને સ્વાદને વધુ આકર્ષક બનાવે છે. આ ઉપરાંત તમે તેને નાળિયેરની ચટણી, ટામેટાની ચટણી અથવા દહીં સાથે પણ પીરસી શકો છો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us