તજનો લાંબા સમયથી પરંપરાગત દવા અને લોકપ્રિય મસાલા બંને તરીકે વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ અને મીઠી ખાદ્ય વસ્તુઓ તૈયાર કરવા માટે ઉપયોગમાં લેવાય છે. પરંતુ શું તેનો ઉપયોગ ફેટ બર્ન કરવા માટે પણ થઈ શકે છે? ડાયેટિશિયન મેક સિંઘની વાત માનીએ તો હા! તેમણે ઉમેર્યું હતું કે, “તમે તમારા રસોડામાંથી જ જાદુઈ મસાલામાંથી ફેટ બર્નર તૈયાર કરી શકો છો,” તેણે તજ વિશે વાત કરતી વખતે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે, “તજમાં ઔષધીય ગુણો છે અને તેનો આયુર્વેદમાં નોંધપાત્ર ઉપયોગ થાય છે.”
તે કેવી રીતે ચરબી બર્ન કરવામાં મદદ કરી શકે છે તે સમજાવતા, સિંહે લખ્યું હતું કે, “તજ તમને હોર્મોન ઇન્સ્યુલિન પ્રત્યેની તમારી સંવેદનશીલતામાં સુધારો કરીને તમારા શરીરના ચયાપચયને સુધારવા અને નિયંત્રિત કરવામાં મદદ કરે છે”.
આ પણ વાંચો: વ્યક્તિ ડિપ્રેશનમાં છે કે નહીં? તેની સોશિયલ મીડિયા પોસ્ટથી જાણી શકાશે; વૈજ્ઞાનિકોએ ખાસ મોડલ વિકસાવ્યું
વધુમાં, તેમણે ભારતીય મસાલાના અન્ય સ્વાસ્થ્ય લાભોને સૂચિબદ્ધ કર્યા જેમ કે, એન્ટીઑકિસડન્ટમાં ઉચ્ચ, બળતરા વિરોધી ગુણધર્મો, હૃદય રોગનું જોખમ ઘટાડે છે, બ્લડ સુગર લેવલ ઘટાડે છે અને તમને બેક્ટેરિયા અને ફંગલ ચેપ સામે લડવામાં મદદ કરે છે.
શું તજ ખરેખર વજન ઘટાડવામાં મદદ કરી શકે છે?
જ્યારે તજમાં વિવિધ અદ્ભુત ગુણધર્મો અને આરોગ્ય લાભો છે, ત્યારે તેનો “ફેટ બર્નનો દાવો હજુ પણ અનિર્ણિત છે”. indianexpress.com સાથે વાત કરતાં, રૂતુ ધોડાપકર, ડાયેટિક્સ ટીમ, પી ડી હિન્દુજા હોસ્પિટલ અને મેડિકલ રિસર્ચ સેન્ટર, ખારે શેર કર્યું હતું કે, “જ્યારે તજમાં સંખ્યાબંધ સ્વાસ્થ્ય લાભો છે, તે દાવાને સમર્થન આપવા માટે મર્યાદિત નિર્ણાયક પુરાવા છે કે તે વજન ઘટાડવામાં મદદ કરે છે. કેટલાક અભ્યાસો સૂચવે છે કે તજ બ્લડ સુગરના સ્તરને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે, જે ઇન્સ્યુલિન પ્રતિકાર ઘટાડીને અને ભૂખ અને ક્રેવિંગ્સ કંટ્રોલ કરીને વજન ઘટાડવામાં ફાળો આપી શકે છે. તે ઘણા પાચન ઉત્સેચકોની પ્રવૃત્તિને અવરોધિત કરવામાં પણ મદદ કરી શકે છે, આમ હાઈ કાર્બોહાઇડ્રેટ ડાયટ લીધા પછી લોહીમાંથી સુગરના શોષણ કરે છે.
ડૉ જી સુષ્મા,કન્સલ્ટન્ટ, ક્લિનિકલ ડાયેટિશિયન, કેર હોસ્પિટલ્સ, બંજારા હિલ્સ, હૈદરાબાદ એ સંમત થયા અને કહ્યું હતું કે,”કેટલાક અભ્યાસોએ સૂચવ્યું છે કે તજ બ્લડ સુગરના સ્તરને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે, જે આડકતરી રીતે સુગર વાળા ફુડ્સ ક્રેવિંગને ઘટાડીને વજન ઘટાડવાના પ્રયત્નોમાં મદદ કરી શકે છે. જો કે, તજના સંભવિત વજન ઘટાડવાના ફાયદાઓને સંપૂર્ણ રીતે સમજવા માટે વધુ સંશોધનની જરૂર છે.”
આ પણ વાંચો: સમર સ્પેશિયલ: આ હેલ્ધી સલાડ તમને એનર્જી અને રિફ્રેશ રાખવામાં થશે મદદગાર
તજના સ્વાસ્થ્ય લાભો
એક્સપર્ટએ તજના સ્વાસ્થ્ય લાભોને આ પ્રમાણે સૂચિબદ્ધ કર્યા છે:
એન્ટી- ઇન્ફ્લેમેટરી ગુણધર્મ
તજમાં એન્ટીઑકિસડન્ટો અને બળતરા વિરોધી રસાયણોનો સમાવેશ થાય છે જે સમગ્ર શરીરમાં બળતરા ઘટાડવામાં મદદ કરી શકે છે. વ્યક્તિની ઉંમર પ્રમાણે આ ફાયદાકારક હોઈ શકે છે, કારણ કે લાંબા સમયની બળતરા ઘણી ઉંમર સંબંધિત બીમારીઓના વધારામાં નોંધપાત્ર ભૂમિકા ભજવે છે.
બ્લડ સુગર કંટ્રોલ:
તજ ઇન્સ્યુલિનની સંવેદનશીલતા વધારીને અને પાચન તંત્રમાં કાર્બોહાઇડ્રેટના ભંગાણને ઘટાડીને બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે.
હૃદયનું સ્વાસ્થ્ય:
તજ કુલ કોલેસ્ટ્રોલ, એલડીએલ (“ખરાબ”) કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઈડ્સના સ્તરને ઘટાડીને હૃદયના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે, જ્યારે એચડીએલ (“સારા”) કોલેસ્ટ્રોલના સ્તરમાં વધારો કરે છે.
મગજનું કાર્ય:
કેટલાક અભ્યાસો સૂચવે છે કે તજ મગજના કાર્યમાં સુધારો કરી શકે છે અને વય-સંબંધિત જ્ઞાનાત્મક ઘટાડા સામે રક્ષણ આપે છે. તજમાં બે સંયોજનો હોય છે જે આ પ્રોટીનના નિર્માણને અટકાવે છે. આમાંના મોટા ભાગના પુરાવા પ્રાણીઓ અને ટેસ્ટ ટ્યુબ અભ્યાસોમાંથી મેળવવામાં આવ્યા છે, તેથી આ સંભવિત લાભને માન્ય કરવા માટે હજુ પણ ઘણા રિસર્ચ બાકી છે.
એન્ટિમાઇક્રોબાયલ ગુણધર્મો:
તજમાં એન્ટિમાઇક્રોબાયલ સંયોજનો છે જે બેક્ટેરિયા અને અન્ય પેથોજેન્સ સામે લડવામાં મદદ કરી શકે છે, જે ચોક્કસ ચેપ માટે સંભવિત કુદરતી ઉપાય છે.
ધ્યાનમાં રાખવા જેવી બાબતો
જો તમે તમારા ડાયટમાં તજ ઉમેરવાનું વિચારી રહ્યાં છો, તો ધ્યાનમાં રાખવાની કેટલીક બાબતો છે. ડૉ સુષ્માએ કહ્યું હતું કે, “તજ અમુક દવાઓ સાથે ક્રિયાપ્રતિક્રિયા કરી શકે છે, તેથી તમારા રૂટિનમાં તજના ઉમેરતા પહેલા તમારા ડોક્ટર સાથે વાત કરવી મહત્વપૂર્ણ છે.”
તેમણે ઉમેર્યું હતું કે, “વધુમાં, તજના કેટલાક પ્રકારોમાં કૌમરિન નામનું સંયોજન હોઈ શકે છે, જે મોટી માત્રામાં નુકસાનકારક હોઈ શકે છે”. હાઈ ક્વોલિટીવાળા તજ પ્રોડક્ટસ પસંદ કરવા અને તેનો ઉપયોગ પ્રમાણસર માત્રામાં કરવો શ્રેષ્ઠ છે.