/indian-express-gujarati/media/media_files/2026/01/05/winter-jacket-2026-01-05-23-21-41.jpg)
શિયાળામાં જેકેટ સુકાવવાની ટિપ્સ Photograph: (પિન્ટરેસ્ટ)
clean heavy winter jacket without washing : શિયાળામાં કપડાં સૂકવવા એ સૌથી વધુ મુશ્કેલી છે. તેમાં પણ જો જેકેટ ગંદા થઈ જાય છે તો તેને સાફ કરવું સૌથી વધુ મુશ્કેલ બની જાય છે. ઠંડીની ઋતુમાં એક જ જેકેટ ઘણા દિવસો સુધી પહેરવું પડે છે, જેના કારણે તેના પર ગંદકી, પરસેવાની ગંધ અથવા ધૂળ જમી જાય છે.
આવી સ્થિતિમાં જો તમારું જેકેટ પહેરતી વખતે ગંદુ થઈ ગયું છે તો તમે તેને ધોયા વિના સરળતાથી સાફ કરી શકો છો. અમે તમારા માટે કેટલીક ખાસ ટિપ્સ લાવ્યા છીએ, જેની મદદથી તમે જાડા જેકેટને ધોયા વિના સરળતાથી સાફ કરી શકો છો.
જેકેટને ખુલ્લી હવામાં રાખો
સતત જેકેટ પહેરવાને કારણે ઘણી વખત પરસેવાના કારણે દુર્ગંધ આવવા લાગે છે. આ કિસ્સામાં જેકેટમાંથી દુર્ગંધ દૂર કરવા માટે તેને થોડા સમય માટે ખુલ્લી, હવાઉજાસવાળી જગ્યાએ અથવા હળવા સૂર્યપ્રકાશમાં રાખી શકાય છે. તેનાથી જેકેટમાંથી દુર્ગંધ દૂર થાય છે. જોકે તેજ સૂર્યપ્રકાશમાં જેકેટને રાખવાનું ટાળવું જોઈએ.
સ્પોટ ક્લીનિંગથી જેકેટની સફાઇ કરો
કેટલીકવાર જેકેટ પર ડાઘ પડી જાય છે. આવી સ્થિતિમાં મોટાભાગના લોકો આખું જેકેટ ધોઈ નાખે છે, જ્યારે તેની જરૂર હોતી નથી. જેકેટમાંથી ડાઘ દૂર કરવા માટે તમે સ્પોટ ક્લીનિંગનો ઉપયોગ કરી શકો છો. આ માટે નવશેકા પાણીમાં થોડું હળવું ડિટર્જન્ટ અથવા લિક્વિડ સાબુ ઉમેરો. હવે ચોખ્ખા કપડા અથવા સ્પોન્જની મદદથી ડાઘવાળા સ્થાનને હળવા હાથથી સાફ કરો.
આ પણ વાંચો - શિયાળાની ઠંડીમાં સવારે ઉઠીને કરો આ 5 યોગાસન, શરીર આખો દિવસ એક્ટિવ રહેશે અને મન શાંત રહેશે
હેન્ડ સ્ટીમરથી જેકેટને સાફ કરો
તમે જેકેટને સાફ કરવા માટે હેન્ડ સ્ટીમરનો ઉપયોગ પણ કરી શકો છો. તેમાં જેકેટ ધોવાની જરૂર નથી. સ્ટીમથી જેકેટમાં હાજર બેક્ટેરિયા ઓછા થાય છે.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us