/indian-express-gujarati/media/media_files/2026/01/06/naliyer-laddu-recipe-2026-01-06-14-58-40.jpg)
નાળિયેરના લાડુ બનાવવાની રેસીપી. Photograph: (સોશિયલ મીડિયા)
દર વર્ષે 14 જાન્યુઆરીએ મકરસક્રાંતિ એટલે કે ઉત્તરાયણનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે ગુજરાત સહિત દેશમાં લોકો ધાબા પર ચઢીને પગંત ઉડાવીને મજા કરે છે. સાથે જ અલગ-અલગ પ્રકારના નાસ્તાની મોજ માણે છે. ત્યારે આ દિવસે મહેમાનો સતત ઘરે આવતા રહે છે, અને અગાઉથી ખાસ મીઠાઈ તૈયાર કરવાથી ઉજવણી વધુ અદ્ભુત બને છે. આવામાં તમે બજારમાં મળતી ભેળશેળ વાળી મીઠાઈઓ કરતા ઘરે બનાવેલી સ્વાદિષ્ટ મીઠાઈ મહેમાનોને પીરસી શકો છો.
ઉત્તરાયણના તહેવાર માટે તમે ઝડપી મીઠાઈ અગાઉથી તૈયાર કરી શકો છો. તેને તૈયાર કરવામાં વધુ સમય લાગતો નથી અને ઘણા દિવસો સુધી બગડતી નથી. ખાસ વાત એ છે કે બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેકને આ સ્વાદિષ્ટ મીઠાઈનો આનંદ માણવા મળે છે. જ્યારે તમે ઘરે મહેમાનોને તમારા પોતાના હાથે બનાવેલી મીઠાઈઓ પીરસો છો, ત્યારે તમને ચોક્કસ પ્રશંસા સાંભળવા મળશે.
નાળિયેરના લાડુ માટે સામગ્રી
- 2 કપ છીણેલું નાળિયેર
- 1 કપ કન્ડેન્સ્ડ મિલ્ક
- 1 ચમચી એલચી પાવડર
- સજાવટ માટે સૂકા નાળિયેર અથવા સૂકા ફળો
નાળિયેરના લાડુ બનાવવાની રીત
સૌપ્રથમ એક સ્વચ્છ તપેલી લો અને તેમાં છીણેલું નારિયેળ અને કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરો. ગેસ ધીમા તાપે રાખો અને મિશ્રણને સતત હલાવતા રહો જેથી તે તળિયે ચોંટી ના જાય અથવા તપેલી પર ચોંટી ના જાય. થોડીવારમાં નારિયેળ અને કન્ડેન્સ્ડ મિલ્ક સારી રીતે ભળી જશે અને ઘટ્ટ થવા લાગશે.
કબજિયાતથી લઈને સાંધાના દુખાવા સુધી... સવારે હળદર-કાળા મરી મિક્સ પાણી અને એક ચમચી ઘી નાંખીને પીવો
જ્યારે મિશ્રણ તપેલીમાંથી બહાર નીકળવાનું શરૂ કરે અને એકસાથે બનવાનું શરૂ કરે, ત્યારે તેમાં એલચી પાવડર ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. પછી ગેસ બંધ કરો અને મિશ્રણને થોડું ઠંડુ થવા દો જેથી તે હાથથી લાડુ બનાવી શકાય.
જ્યારે મિશ્રણ હૂંફાળું થઈ જાય ત્યારે તમારા હથેળીઓ પર થોડું ઘી લગાવો અને નાના લાડુ બનાવો. છેલ્લે તેમને સુકા નારિયેળ અથવા બારીક સમારેલા સૂકા ફળોથી સજાવો. આ લાડુ માત્ર સ્વાદિષ્ટ જ નથી પણ નવા વર્ષની ઉજવણી માટે એક સંપૂર્ણ મીઠાઈ પણ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us