યોગ્ય હેલ્ધી ડાયટ લો છો તો પણ ફાસ્ટિંગ બ્લડ સુગર લેવલ કેમ વધે છે? એક્સપર્ટએ જણાવ્યું ચોંકાવનારું કારણ!

ડાયાબિટીસ કંટ્રોલ કરવા ડોક્ટર સલાહ આપે છે કે આહારમાં કાર્બોહાઈડ્રેટ્સનું પ્રમાણ ઓછું કરો અને બોડીને એકટીવ રાખો, કેટલાક ડાયાબિટીસના દર્દીઓ એવા છે કે ડાયાબિટીસને અનુકૂળ ડાયટનું પાલન કરે છે છતાં તેઓનું ફાસ્ટિંગ સુગર વધારે છે,

ડાયાબિટીસ કંટ્રોલ કરવા ડોક્ટર સલાહ આપે છે કે આહારમાં કાર્બોહાઈડ્રેટ્સનું પ્રમાણ ઓછું કરો અને બોડીને એકટીવ રાખો, કેટલાક ડાયાબિટીસના દર્દીઓ એવા છે કે ડાયાબિટીસને અનુકૂળ ડાયટનું પાલન કરે છે છતાં તેઓનું ફાસ્ટિંગ સુગર વધારે છે,

author-image
shivani chauhan
New Update
connection between diabetes and sleep deprivation

ડાયાબિટીસ અને ઊંઘની ઉણપ વચ્ચે જોડાણ બ્લડ સુગર લેવલ વધવાના કારણો હેલ્થ ટિપ્સ । connection between diabetes and sleep deprivation causes of high blood sugar levels in gujarati Photograph: (Freepik)

જીવનશૈલી | ડાયાબિટીસ એક એવો રોગ છે જેમાં ઉપવાસથી ભોજન પછી સુગર લેવલ સામાન્ય રહેવું જોઈએ, જો બ્લડ સુગરનું સ્તર વધી જાય તો શરીરના મહત્વના અંગોને નુકશાન પહોંચી શકે છે, લોહીમાં બ્લડ સુગર લેવલ વધુ રહેવાથી હૃદયના સ્વાસ્થ્યને નુકસાન થઇ શકે છે, કિડની અને ફેફસાને નુકસાન થવા લાગે છે, 

Advertisment

ડાયાબિટીસ કંટ્રોલ કરવા ડોક્ટર સલાહ આપે છે કે આહારમાં કાર્બોહાઈડ્રેટ્સનું પ્રમાણ ઓછું કરો અને બોડીને એકટીવ રાખો, કેટલાક ડાયાબિટીસના દર્દીઓ એવા છે કે ડાયાબિટીસને અનુકૂળ ડાયટનું પાલન કરે છે છતાં તેઓનું ફાસ્ટિંગ સુગર વધારે છે, તમે જાણો છો કે આહારમાં કાર્બોહાઈડ્રેટ્સનું પ્રમાણ ઓછું કર્યા પછી પણ તમારી રાતની ઊંઘ બ્લડ સુગર લેવલમાં વધારા માટે જવાબદાર છે.

કેટલાક ડાયાબિટીસના દર્દીઓને ઊંઘ નથી આવતી અને તેના કારણે ફાસ્ટિંગ સુગર વધે છે, થાણેની KIM હોસ્પિટલ્સના ડો. અનિકેત મુલેના મતે ઊંઘનો અભાવ શરીરને એવી રીતે અસર કરે છે કે મોટાભાગના લોકોને ખ્યાલ નથી હોતો, જો તમે રાત્રે થોડા કલાકો સૂઓ છો અને તમારું બ્લડ સુગર લેવલ સવારે વધે છે ભલે તમે ડાયાબિટીસ ફ્રેન્ડલી ડાયટ ફૉલો કરો છો. અહીં જાણો કેવી રીતે ઓછી ઊંઘ બ્લડ સુગર લેવલ વધારી શકે છે.

રાત્રે ઓછી ઊંઘ કેવી રીતે ફાસ્ટિંગ બ્લડ સુગર લેવલ વધવાનું કારણ બને?

એક્સપર્ટ અનુસાર જો 7 થી 8 કલાકની ઊંઘ ન કરો તો શરીરમાં કોર્ટિસોલનું લેવલ વધે છે, કોર્ટિસોલ એક સ્ટ્રેસ હોર્મોન છે જે વધવાથી શરીરમાં સ્ટ્રેસ વધે છે, આ હોર્મોન વધવાને કારણે શરીરના કોષો ઇન્સ્યુલિન પ્રત્યે ઓછા સેન્સટીવ બને છે, એનો મતલબ એ છે કે તમે સવારે જે નાસ્તો કરો છો તેનાથી બોડીને સુગર મળે છે, તે લાંબા સમય સુધી બ્લડમાં રહે છે, અને ઝડપથી કોષો સુધી પહોંચતી નથી, તમે દરરોજ એકજ નાસ્તો અને ડિનર કરી શકો છો, પરંતુ શરીરમાં આ બ્લડ સુગર લેવલ બદલાય છે, આવી સ્થિતિમાં જો દર્દી સામાન્ય અને ખોરાક લે તો લોહીમાં ગ્લુકોઝનું લેવલ વધી શકે છે.

Advertisment

એક રિસર્ચ મુજબ, એક સ્વસ્થ વ્યક્તિ 4 કલાકથી ઓછી ઊંઘ લે છે, તે પણ તેનું ઇન્સ્યુલિન લેવલ બીજા દિવસે સવારે 20 થી 25 % ઘટાડી શકે છે, ઊંઘનો આ અભાવ કોષોને હઠીલા બનાવે છે, તેઓ લોહીમાં સુગર શોષવાનું બંધ કરે છે, જેના કારણે જગ્યા પછી સવારે ફાસ્ટિંગ સુગર વધે છે.

શું એક રાત ઓછી ઊંઘ લેવાથી સુગર લેવલમાં ફેરફાર થાય છે?

એક્સપર્ટ કહે છે કે માત્ર એક રાત યોગ્ય રીતે ઊંઘ લેવાથી બ્લડ સુગર લેવલ ઝપથી વધી શકે છે, જો તમે રાત્રે માત્ર 4 કલાક સુઈ જાઓ છો તો તે કામચલાઉ ઇન્સ્યુલિન પ્રતિકારકનું કારણ બની શકે છે, જેની શરીર પર તાત્કાલિક અસર પડે છે, જયારે શરીરમાં તનાવ વધે છે, ત્યારે વ્યકિત ઓછું સુવે છે, આ પરિવર્તન ખોરાકના પાચનની રીતને અસર કરે છે, લોકો માંગે છે કે મેટાબોલિકમાં ફેરફારમાં મહિનાઓ લાગે છે, પરંતુ શરીર થોડા કલાકોમાં પ્રતિક્રિયા આપે છે, એક્સપર્ટ કહે છે કે ઘણીવાર જે નાસ્તો તમારા સુગર લેવલને કંટ્રોલમાં રાખે છે તે અચાનક તેને પ્રિ ડાયાબિટીક લેવલ પર લઇ જઈ શકે છે.

જો તમે ઓછી ઊંઘ લો છો અને સુગર લેવલ વધુ રહે છે તો શું કરવું?

એક્સપર્ટના મતે જો તમે રાત્રે ઓછી ઊંઘ લો છો તો સવારે અથવા દિવસભર તમારું બ્લડ સુગર લેવલ વધુ રહે છે, તો ટેંશન લેવાની જરૂર નથી, તમારા ડાયટમાં ઘટાડો કરશો નહિ, પરંતુ ઊંઘ પુરી કરો, ઊંઘના અભાવની અસર તમારા વિચારો કરતા વધુ છે, તમારા બોડીને હાઈડ્રેટેડ રાખવા માટે તમારા શરીરને હાઈડ્રેટેડ રાખો, હેલ્ધી ખોરાક લો, ડાયટમાં પ્રોટીન, ફાઈબર, હેલ્ધી ફેટ્સનો સમાવેશ કરો, જો તમારું બ્લડ સુગર લેવલ વારંવાર અસામન્ય રહે છે તો તે સંકેત છે કે ડાયટમાંજ નહિ પરંતુ ઊંઘની આદતમાં પણ ફેરફાર કરો.

મેટાબોલિક રોગ ડાયાબિટીસ માટે ઊંઘ કેમ મહત્વની? 

એક્સપર્ટના મતે પૂરતી ઊંઘએ શરીરનું દૈનિક રીસેટ મિકેનિઝમ છે, એક્સપર્ટ કહે છે ગાઢ ઊંઘ દરમિયાન ભૂખ, બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરતા હોર્મોન્સ તેના નેચરલ સાયકલમાં કાર્ય કરે છે, ઊંઘનો અભાવ આ સંતુલનને ખલેલ પહોંચાડે છે, ઊંઘનો અભાવ ભૂખમાં વધારો, કાર્બોહાઈડ્રેટ્સની ક્રેવિંગ અને સુગરની પ્રક્રિયા કરવામાં મુશ્કેલી તરફ દોરી જાય છે, આ પેટર્ન જો લાંબા સમય સુધી ચાલે તો જો વ્યકિત સારી રીતે ખાઈ રહી હોય તો પણ મેટાબોલિક સમસ્યા તરફ દોરી શકે છે.

બ્લડ સુગર લેવલ સામાન્ય કરવા શું કરવું?

ઊંઘ સંબંધિત સુગરની સમસ્યાઓથી બચવા માટે એકજ સમયે સુવાની આદત પાડો, યોગ્ય સમયે સૂવું અને સમયસર ઉઠવું બ્લડ સુગર લેવલને સામાન્ય કરી શકે છે. તમે સુતા પહેલા સ્ક્રીન ટાઈમ ઓછો કરી શકો છો.

રાત્રે ભારે ભોજન લેવાયુ ટાળો : સાંજે શાંત રહેવાથી કોર્ટિસોલનું લેવલ ઓછું થાય છે, જયારે તમને સારી રાત્રે ઊંઘ આવે છે ત્યારે સવારના સમયે બ્લડ સુગર લેવલ સામાન્ય રહે છે, દિવસભર બ્લડ સુગર લેવલનું લેવલ નિયંત્રિત રહે છે.

જીવનશૈલી