શિયાળામાં ખાંસી- શરદીથી છુટકારો મેળવા આ 3 ઉપાયો અજમાવો, જલ્દી મળશે રાહત

cough home remedies: હળદર તેના એન્ટી- ઇનફ્લીમેટરી ગુણધર્મ માટે પ્રખ્યાત છે. હળદરનો ઉપયોગ વિશ્વભરમાં સાંધાના દુખાવામાં, ચામડીની તકલીફો અને ફેફસાને લગતી તકલીફોમાં સહીત વિવિધ બીમારીઓની સારવારમાં માટે થાય છે.

cough home remedies: હળદર તેના એન્ટી- ઇનફ્લીમેટરી ગુણધર્મ માટે પ્રખ્યાત છે. હળદરનો ઉપયોગ વિશ્વભરમાં સાંધાના દુખાવામાં, ચામડીની તકલીફો અને ફેફસાને લગતી તકલીફોમાં સહીત વિવિધ બીમારીઓની સારવારમાં માટે થાય છે.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update

શિયાળાની ઋતુમાં આપણી ઇમ્યુનીટી નબળી થવાથી બીમારીઓ જેવી કે વાયરલ ઇન્ફેકશન, કફ - ખાંસી, તાવ જેવી સમસ્યાઓ થાય છે,કફની ફરિયાદ મોટાભાગના લોકોની રહે છે, આવી તકલીફમાં આપણે દવા ઉપરાંત ઘરગથ્થુ ઉપચાર કરી શકો છો જે તમને જલ્દી આવી બીમારીઓમાંથી રાહત આપે છે, ક્યારેક હઠીલો કફ થાય છે જે જલ્દી મટી શકતો નથી તેમાં તમે કફમાંથી છુટકારો મેળવા આ ઘરગથ્થુ ઉપચાર કરી શકો છો જે તમને કફમાંથી છુટકારો મેળવામાં મદદરૂપ સાબિત થઇ શકે છે, જાણો અહીં

Advertisment
હળદર :

હળદર એક એવો મસાલો છે. જે દરેક રસોડામાં જોવામાં જોવા મળે છે. ભારતમાં બધાજ ઘરે ભોજનમાં મોટાભાગે હળદરનો ઉપયોગ થાય છે. હળદર તેના એન્ટી- ઇનફ્લીમેટરી ગુણધર્મ માટે પ્રખ્યાત છે. હળદરનો ઉપયોગ વિશ્વભરમાં સાંધાના દુખાવામાં, ચામડીની તકલીફો અને ફેફસાને લગતી તકલીફોમાં સહીત વિવિધ બીમારીઓની સારવારમાં માટે થાય છે.

આ પણ વાંચો: આ 4 બીમારીઓમાં આદુનું સેવન શરીર માટે તદ્દન હાનીકારક સાબિત થઇ શકે, અહીં જાણો સાઈડ ઈફેક્ટસ

હળદરમાં કરક્યુમીન કમ્પાઉન્ડ હોય છે જે કફ માંથી સાજા થવામાં મદદરૂપ થાય છે. જો તમે કફથી તકલીફથ પરેશાન છો તો ગરમ દૂધમાં હળદર નાખીને, ગરમ પાણીમાં હળદર નાખીને તેનું સેવન કરી શકો છો.

Advertisment
મીઠાના પાણીના કોગળા કરવા:

મીઠાના પાણીના કોગળા કરવાથી બેક્ટેરિયાને મારી અને તમારા ગળામાં રહેલ કફને છૂટો કરવામાં મદદ મળી શકે છે. અને માતારૂ ગળું સાફ થાય છે તેથી ઉધરસમાંથી ઝડપથી છુટકારો મેવવામાં મદદ મળી છે. મોટાભાગના એક્સપર્ટ ડોકટરના જણાવ્યા અનુસાર તમે ઠંડા પાણી અથવા ગરમ પાણીમાં મીઠું નાખી તમે કોગળા કરી શકો છો બંને સમાન અસર કરે છે, છતાં ગરમ પાણીમાં મીઠું નાખી કોગળા કરવાથી જલ્દી ઉધરસની છુટકારો મળી શકે છે.

આ પણ વાંચો: આ બીમારીઓમાં હાનિકારક છે બીટનું સેવન, જાણો અહીં

મધનું સેવન:

મધ ખૂબ ચીકણું હોય છે તેનું સેવન કરવાથી દુખાવા અથવા ખંજવાળ દૂર કરે છે. એક રિસર્ચમાં તારણ મળ્યું છે કે મધએ શ્વસન ચેપના લક્ષણો, જેમકે ઉધરસને સુધારવા માટે શ્રેઠ વિલ્કપ છે. મધમાં એન્ટી- ઇન્ફ્લેમેટરી, એન્ટી ઓક્સિડેન્ટ અને એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મ ધરાવે છે. આ ગુણધર્મ ચેમ સામે લડવામાં મદદ કરે છે અને તમારી રોગપ્રતિકારક શક્તિને વધારી શકે છે.

health tips