Taking ginger might increase Health risk: આદુ ભારતનો એક મુખ્ય હર્બ્સ અને શાકભાજી છે જે પોષક તત્વોથી ભરપૂર છે. આદુનો ઉપયોગ ચા બનાવામાં અને ભોજનમાં પણ થાય છે. આહારમાં આદુનું સેવન ન માત્ર સ્વાદ વધારે છે પરંતુ ભોજનને પોષ્ટીક પણ બનાવે છે. કાચા આદુમાં ભરપૂર માત્રામાં વિટામિન-A, વિટામિન D, વિટામિન, આયર્ન, ઝીંક અને કેલ્શિયમ જેવા પોષક તત્વો હાજર હોય છે.
શરદી -ખાંસી જેવા વાયરલ ઇન્ફેકશનથી બચાવ કરવામાં આદુનું સેવન અસરકારક સાબિત થાય છે. આદુનું સેવન કરવાથી ઇમ્યુનીટી સ્ટ્રોંગ થાય છે અને ઘણી બીમારીઓથી પણ બચાવે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે આદુનું સેવન સ્વાસ્થય માટે ખુબજ ફાયદાકારક છે. આદુ પાચનને તંદુરસ્ત રાખે છે અને કોલેસ્ટ્રોલને પણ કંટ્રોલ કરે છે. વેબએમડી (WebMD)ના મત મુજબ સ્વાસ્થ્ય માટે ઉપયોગી આદુનું સેવન ઘણી બીમારીઓમાં શરીર માટે હાનિકારક છે. આવો જાણીએ 4 બીમારીઓ વિષે જેમાં આદુનું સેવન શરીર પર સાઈડ ઈફેક્ટ કરે છે.
આ પણ વાંચો: શું શિયાળામાં ફ્લૂની વેક્સીન તમને બચાવી શકે છે હાર્ટ અટેકથી? જાણો એક્સપર્ટ પાસેથી
પાચનને બગાડી શકે છે આદુ:
ઘણા રિચર્ચ પરથી જાણવા મળ્યું છે કે રોજ 5 ગ્રામથી વધારે આદુનું સેવન કરવાથી પાચન સંબંધી તકલીફો થવા લાગે છે. તેનું વધારે સેવન કરવાથી હાર્ટ બર્ન(heartburn), ડાયરિયા(diarrhea), ઓડકાર આવવા અને પેટ સંબંધી તકલીફો પેદા કરી શકે છે. જો તમને પાચન સંબંધી સમસ્યા હોય તો આદુનું સેવન બિલકુલ ન કરવું જોઈએ.
બ્લીડીંગની તકલીફો હોય તો:
આદુનું સેવન કે ચામાં વધારે આદુનું સેવન કરવાથી જોખમ વધી શકે છે તેથી તેનું સીમિત માત્રામાં સેવન કરવું જોઈએ. ગરમ તાસીર ધરાવતું આદુ બ્લીડીંગની તકલીફ વધારી શકે છે. ડોક્ટર સલાહ આપે છે કે સર્જરીથી ઓછામાં ઓછા 2 અઠવાડિયા પહેલા આદુનું સેવન કરવાનું બંધ કરી દેવું જોઈએ.
આ પણ વાંચો: સવારે ઉઠતા ગરદન અને ખભાના દુખાવાથી પરેશાન છો? આ યોગ દુખાવામાં આપશે રાહત
લો બ્લડ પ્રેશરની સમસ્યા વધી શકે:
ઘણા રિસર્ચમાં આ વાત સામે આવી છે કે આદુનું સેવન વધારે કરવાથી બ્લડ પ્રેશર ઓછું પણ થઇ શકે છે. આદુ ખાવાથી બેચેની વધી શકે છે અને ધૂંધળું દેખાય છે. આ બધા લક્ષણ બ્લડ પ્રેશરના છે. આદુનું વધારે સેવન હૃદય રોગનું જોખમ પણ વધી શકે છે.
સ્કિન અને આંખોમાં એલર્જીનું કારણ બની શકે:
આદુનું સેવન કરવાથી સ્કિન અને આંખમાં એલર્જીની તકલીફ વધી શકે છે. આદુનું સેવન કરવાથી સ્કિન પર લાલ ચકામા, ખંજવાળ, સોજો આવવો જેવી તકલીફ વધી શકે છે.જયારે આદુનું સેવન કરવાથી આંખોમાં તકલીફ થવા લાગે છે. આંખોમાં સોજો પણ આવી શકે છે.