કોવિડ 19ની ભયજનક લહેર ભારતે કેમ ન જોઇ, હવે શું હશે સંભવિત પરિસ્થિતિ?

સવાલ એ થાય છે કે, જ્યારે દુનિયાના લગભગ દેશમાં કોવિડ 19નો કહેર છે ત્યારે ભારતમાં શા માટે કોવિડ 19ની ભયજનક લહેર હજુ સુધી જોવા મળી નથી અને આગળ શું કોઇ સંભવિત ખત્તરો હશે?

Written by mansi bhuva
Updated : January 25, 2023 10:16 IST
કોવિડ 19ની ભયજનક લહેર ભારતે કેમ ન જોઇ, હવે શું હશે સંભવિત પરિસ્થિતિ?
ભારતમાં કોવિડ 19ના પ્રતિદિન કેટલા કેસો આવે છે?

અમિતાભ સિન્હા, Covid 19 india: કોવિડ 19 આજે દુનિયાના ધણા દેશોમાં પહેલા કરતા પણ બમણી ગતિએ લોકોને સંક્રમિત કરી રહ્યો છે. યુરોપ, જાપાન, ચીન સહિત યુનાઇટેડ સ્ટેટમાં કોરોનાનો આંકડો સતત વધી રહ્યો છે. ત્યારે યુરોપમાં એક દિવસમાં 80,000થી વધુ નવા કોરોના કેસો નોંધાયા છે. જ્યારે જાપાનમાં પણ એક દિવસમાં એક મિલિનયથી વધુ એન યુનાઇટેડ સ્ટેટમાં લગભગ 40,000 જેટલા કોરોનાના કેસો સામે આવ્યાં છે.

આ સાથે ખાસ ભારતનો પાડોશી દેશ ચીનની વાત કરીએ તો તે સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઇ રહ્યું છે. કારણ કે ચીનની લગભગ 80 ટકા વસ્તી છેલ્લા ત્રણ મહિનામાં સંક્રમિત થઇ ચૂકી હોવાના સમાચાર છે.

આવા સંજોગોમાં હાલ આપણે ભારતની વાત કરીએ તો આ દેશોની તુલનાએ ભારતમાં પ્રતિદિન કોરોનાના 125 કેસ માંડ આવે છે. નવેમ્બરના પ્રાંરભમાં દરરોજ કોરોનાના કેસોની સંખ્યા 1,000 નીચે રહી છે. તો જૂન અને જુલાઇમાં કેસો વધ્યા હતા, પણ તે આંકડો 22,000થી ઉપર ગયો નથી. આ સાથે હોસ્પિટલમાં કોવિડ 19 કેસ અને તેના કારણે થતાં મૃત્યુઆંકની સંખ્યા ખુબ ઓછી છે.

આ પણ વાંચો: Norovirus case: કેરળમાં નોરોવાયરસના બે કેસ નોંધાયા, જાણો આ વાયરસ કેવી રીતે ફેલાય છે, લક્ષણો અને બચવાના ઉપાયો

ડિસેમ્બર 2022થી પ્રતિદિન નોંધાયેલા મૃત્યુની સંખ્યા સિંગલ ડિજિટમાં રહી છે. આ વચ્ચે સવાલ એ થાય છે કે, જ્યારે દુનિયાના લગભગ દેશમાં કોવિડ 19નો કહેર છે ત્યારે ભારતમાં શા માટે કોવિડ 29ની ભયજનક લહેર હજુ સુધી જોવા મળી નથી અને આગળ શું કોઇ સંભવિત ખત્તરો હશે?

ભારતમાં આ વાયરસની સારવાર કોઈ ખાસ પ્રકારે કે તરકીબથી કરવામાં આવી રહી નથી. તેમજ ભારત સરકારે કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે કંઈ ખાસ નથી. હકીકતમાં છેલ્લા દસ મહિનામાં કોરોના વાયરસના નવા વેરિએન્ટ ડેલ્ટા અને ઓમિક્રોનએ જે પ્રકારે કહેર મચાવ્યો છે તેમાંય હજુ ખતરો વધુ છે.

સમગ્ર મામલે વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે, ભારતમાં છેલ્લા છ મહિનામાં ખરેખર તો કોવિડ 19ના કેસોમાં કોઇ મોટો ઉછાળો આવ્યો નથી. તેમજ સામે આવેલી સંક્રમિતોની સંખ્યા સાચી નથી. કારણ કે લોકો ઝડપથી સંક્રમિત થઇ રહ્યા છે અને જો કે આ ચિંતાજનક બાબત નથી. કારણ કે, લોકોમાં રોગપ્રતિકારક શક્તિ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ