scorecardresearch

Coronavirus : ચીનમાં વધતા કોવિડ કેસો અંગે હેલ્થ મિન્સ્ટ્રીએ કહ્યું “ભારત માટે આગામી 40 દિવસ મહત્વના”

Covid cases in india :ભારતભરની હોસ્પિટલોએ સાધનસામગ્રી, પ્રક્રિયા અને મેનપાવર પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને કોવીડ સમર્પિત સુવિધાઓ ( Covid-dedicated facilities) ઓપરેશનલ તૈયારી ચકાસવા માટે મોક ડ્રીલ હાથ ધરી હતી. કેન્દ્ર સરકારે એક દિવસ પહેલા એડવાઈઝરી જારી કર્યા અને રાજ્યોને તેમની કોવિડ-સંબંધિત ક્રિયાઓ વધારવા માટે કહ્યું તે પછી આ કવાયત શરૂ થઈ હતી.

Coronavirus : ચીનમાં વધતા કોવિડ કેસો અંગે હેલ્થ મિન્સ્ટ્રીએ કહ્યું “ભારત માટે આગામી 40 દિવસ મહત્વના”
(Photo: PTI)

Explained Desk :ચીનમાં કોરોના વેરિએન્ટ B.F7 કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે ભારતમાં બુધવારે (28 ડિસેમ્બર) યુનિયન હેલ્થ મિનિસ્ટરએ કહ્યું હતું કે. આગામી 40 દિવસ ભારતમાં માટે ખુબજ મહત્વના છે,કારણ કે આગામી જાન્યુઆરીમાં કોવીડ કેસોમાં તીવ્ર વધારો થઇ શકે છે.

જો કે, ગવર્મેન્ટ સોર્સ દ્વારા જાણવા મળ્યું છે કે ગઈ વખતની કોરોના વાઇરસ વેવ બાદ મોટાભાગના લોકોએ વેક્સીન લઇ લીધી છે તેથી જો હવે કોવીડ વેવ આવશે તો પણ મૃત્યુ અને હોસ્પિટલાઇઝેશન ઓછું જોવા મળશે.

પ્રેસ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા (પીટીઆઈ) એ રિપોર્ટ આપ્યો છે કે અગાઉના ટ્રેન્ડ્સનું એનાલિસિસ કર્યા પછી 40 દિવસની આ ફિગર સામે આવી હતી.

અગાઉ, એવું નોંધવામાં આવ્યું છે કે નવી કોવિડ-19 વેવની પૂર્વ એશિયામાં ત્રાટક્યા બાદ લગભગ 30-35 દિવસ પછી ભારતમાં ત્રાટકી હતી. અને આ એક ટ્રેન્ડ રહ્યો છે,” પીટીઆઈ દ્વારા કહેવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: શું ફર્શ પર બેસવાથી કોઈ સ્વાસ્થ્ય લાભ થાય?

ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, હોંગકોંગ, થાઈલેન્ડ અને સિંગાપોરથી આવતા મુસાફરો માટે આવતા સપ્તાહથી ‘એર સુવિધા’ ફોર્મ ભરવા અને 72-કલાક જૂના RT-PCR ટેસ્ટ ફરજિયાત કરવામાં આવી શકે છે.

દેશમાં આવતા લગભગ 6,000 માંથી 39 આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ (international travellers ) કોવીડ -19 પોઝિટિવ ડિટેકટ થયા હતા, આ ગાઇડલાઇન્સ જાહેર થઇ છે જેમનું 26 ડિસેમ્બર આસપાસ રેન્ડમલી ટેસ્ટ કરવામાં આવ્યો હતો.

અગાઉ મંગળવારે, ભારતભરની હોસ્પિટલોએ સાધનસામગ્રી, પ્રક્રિયા અને મેનપાવર પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને કોવીડ સમર્પિત સુવિધાઓ ( Covid-dedicated facilities) ઓપરેશનલ તૈયારી ચકાસવા માટે મોક ડ્રીલ હાથ ધરી હતી. કેન્દ્ર સરકારે એક દિવસ પહેલા એડવાઈઝરી જારી કર્યા અને રાજ્યોને તેમની કોવિડ-સંબંધિત ક્રિયાઓ વધારવા માટે કહ્યું તે પછી આ કવાયત થઈ હતી.

બ્લૂમબર્ગે 24 ડિસેમ્બરે રિપોર્ટ આપ્યા બાદ દેશના નેશનલ હેલ્થ કમિશનના અંદાજ મુજબ ડિસેમ્બરના પ્રથમ 20 દિવસમાં ચીનના કોવિડના વધતા કેસોને પગલે સાવચેતીનાં પગલાં લેવામાં આવી રહ્યા છે કે જેણે ડિસેમ્બરના પ્રથમ 20 દિવસમાં 248 મિલિયન લોકો અથવા તેની લગભગ 18% વસ્તીને સંક્રમિત કર્યા હોઈ શકે છે.

આ પણ વાંચો: મગજમાં રહેલું પ્રોટીન સ્કીઝોફ્રેનીયા માટે નવી દવા હોઈ શકે

આરોગ્ય એજન્સીએ અવલોકન કર્યું કે સમગ્ર ચીનમાં કોવિડ ઝીરો પ્રતિબંધોને ઝડપથી હળવા કરવાથી ચેપી ઓમીક્રોન જે લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી છે તેવા લોકોમાં ઝડપથી ફેલાયો છે. એજન્સીના અંદાજ મુજબ ચીનના દક્ષિણપશ્ચિમમાં આવેલા સિચુઆન પ્રાંત અને રાજધાની બેઇજિંગના અડધાથી વધુ રહેવાસીઓને ચેપ લાગ્યો છે.

23 ડિસેમ્બરના રોજ, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે (Union Health Ministry) જણાવ્યું હતું કે ભારતમાં કોવિડ પોઝિટીવીટી દર-અઠવાડિયે ઘટી રહી છે. જારી કરાયેલા નિવેદન અનુસાર, મંત્રાલયે જણાવ્યું હતું કે ઓક્ટોબર 7-13 વચ્ચે સરેરાશ દૈનિક કેસ 2,408 (1.05%) હતા, જે પછી 16-22 ડિસેમ્બરની વચ્ચે ઘટીને 153 (0.14%) થઈ ગયા હતા.

સીરમ સંસ્થા કેન્દ્રને 2 કરોડ કોવિશિલ્ડ ડોઝ ઓફર કરે છે

પીટીઆઈએ બુધવારે રિપોર્ટ આપ્યો છે કે, કેટલાક દેશોમાં કોવિડના કેસ વધી રહ્યા હોવાથી, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (SII) એ કેન્દ્રને કોવિશિલ્ડ વેક્સિનના બે કરોડ ડોઝ મફતમાં ઓફર કર્યા છે.

Web Title: Covid cases in india news 40 days crucial air suvidha health ministry

Best of Express