/indian-express-gujarati/media/media_files/2026/01/21/ghee-2026-01-21-18-01-35.jpg)
ઘી ત્વચા માટે પણ ફાયદાકારક છે Photograph: (pinterest)
Ghee on Face : ઘી નો ઉપયોગ મોટાભાગના લોકો ખોરાકમાં કરે છે. જોકે તે ત્વચા માટે પણ ફાયદાકારક છે. ઘી નો ઉપયોગ સદીઓથી આયુર્વેદમાં ત્વચાને પોષણ આપવા, શુષ્કતા ઘટાડવા અને કુદરતી ચમક લાવવા માટે કરવામાં આવે છે.
આવી સ્થિતિમાં જો તમારી ત્વચા નિસ્તેજ અને શુષ્ક થઈ ગઈ છે, તો તમે ચહેરા પર ઘી લગાવી શકો છો. જો તેને યોગ્ય રીતે લગવાવામાં આવે તો તેનો ફાયદો અનેકગણો વધી જાય છે. અહીં અમે તમને ઘી લગાવવાની સાચી રીત જણાવીરહ્યા છીએ, જેને તમે ફોલો કરી શકો છો.
ચહેરા પર ઘી લગાવવાના ફાયદા
ઘી માં ફેટી એસિડ, વિટામિન એ, ડી, ઇ અને કે ઘી માં જોવા મળે છે, જે ત્વચાને ઊંડાણપૂર્વક પોષણ આપે છે. તે સ્કીન ડ્રાઇનેસની સમસ્યાને ઘટાડવામાં પણ મદદગાર છે. જો ઘી નો નિયમિત અને યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો ચહેરાની શુષ્કતા અને ખેંચાણની સમસ્યા ઓછી થાય છે. તેને લગાવવાથી ત્વચા નરમ રહે છે.
ચહેરા પર ઘી કેવી રીતે લગાવવું?
ચહેરા પર ઘી લગાવવા માટે સૌ પ્રથમ ફેસવોશથી ત્વચાને ધોઈ લો. હવે અડધી ચમચી શુદ્ધ દેશી ઘી લો અને તેને ચહેરા પર લગાવો. તેને ગાલ પર, હોઠની આસપાસ અને આંખોની નીચે હળવેથી લગાવો અને લગભગ બે મિનિટ સુધી મસાજ કરો. આ રીતે ઘી ત્વચામાં સારી રીતે સમાઇ જાય છે.
આ પણ વાંચો - શું તમે બનાવી છે જામફળની ચટણી? સ્વાદ લાજવાબ અને ફાયદા પણ ઘણા છે
ઘી લગાવતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો
જો તમારી ત્વચા ઓઇલી છે અથવા ખીલની સમસ્યા છે, તો મર્યાદિત માત્રામાં ઘી લગાવો. આ માટે તમે ત્વચાના ડોક્ટરની સલાહ પણ લઈ શકો છો. હંમેશા દેશી ગાયના શુદ્ધ ઘી નો ઉપયોગ કરવો જોઈએ. ભેળસેળયુક્ત ઘી ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.
ડિસ્ક્લેમર : લેખમાં લખેલી સલાહ અને સૂચનો માત્ર સામાન્ય માહિતી છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે, ચોક્કસપણે નિષ્ણાતની સલાહ લો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us