CT Scan Warning: સીટી સ્કેન કરાવવાથી કેન્સર થાય છે? મેડિકલ રિસર્ચમાં ખુલાસો

CT Scan Warning: સીટી સ્કેન શરીરની બીમારી શોધવા માટેની આધુનિક પદ્ધિત છે. બેંગલુરુની મણિપાલ હોસ્પિટલના સર્જિકલ ઓન્કોલોજિસ્ટ ડો.માધવી નાયરના જણાવ્યા અનુસાર, એકવાર સીટી સ્કેન કરવાથી સામાન્ય રીતે નુકસાન થતું નથી. પરંતુ જો તે વારંવાર કરવામાં આવે તો રેડિયેશનના સંપર્કમાં આવવાથી કેન્સરનું જોખમ વધી જાય છે.

CT Scan Warning: સીટી સ્કેન શરીરની બીમારી શોધવા માટેની આધુનિક પદ્ધિત છે. બેંગલુરુની મણિપાલ હોસ્પિટલના સર્જિકલ ઓન્કોલોજિસ્ટ ડો.માધવી નાયરના જણાવ્યા અનુસાર, એકવાર સીટી સ્કેન કરવાથી સામાન્ય રીતે નુકસાન થતું નથી. પરંતુ જો તે વારંવાર કરવામાં આવે તો રેડિયેશનના સંપર્કમાં આવવાથી કેન્સરનું જોખમ વધી જાય છે.

author-image
Ajay Saroya
New Update
ct scan increase cancer risk | ct scan side effects

CT Scan Side Effects : સીટી સ્કેન વારંવાર કરાવવાથી કેન્સરનું જોખમ વધી જાય છે. Photograph: (Freepik)

CT Scan Warning: સીટી સ્કેન શરીરની મેડિકલ તપાસની આધુનિક પદ્ધતિ છે. કમ્પ્યુટેડ ટોમોગ્રાફી (સીટી) સ્કેન તરીકે ઓળખાતી સીટી સ્કેન એ શરીરના આંતરિક અવયવો, હાડકાં, સ્નાયુઓ અને રક્ત વાહિનીઓની સ્પષ્ટ અને વિગતવાર તસવીરો લેવાની આધુનિક તકનીક છે. આ ટેસ્ટ ઇમરજન્સી, બાયોપ્સી પહેલાં અથવા કેન્સરને ઓળખવામાં ખૂબ મદદરૂપ છે. 

Advertisment

સીટી સ્કેન એક્સ-રે કરતાં વધુ સચોટ વિગતો આપે છે અને ડોકટરોને દર્દીને સારવાર કરવામાં મદદરૂપ થાય છે. તાજેતરના સંશોધનમાં ચેતવણી આપવામાં આવી છે કે વારંવાર સીટી સ્કેન કરવાથી કેન્સરનું જોખમ વધી શકે છે. અમેરિકામાં હાથ ધરવામાં આવેલા રિપોર્ટ અનુસાર, સીટી સ્કેન 1 લાખથી વધુ નવા કેન્સરના કેસ તરફ દોરી શકે છે, જે તમામ નવા કેસોના લગભગ 5% છે.

The Lancetમાં પ્રકાશિત સંશોધન અનુસાર, રેડિયેશનના વારંવાર સંપર્કમાં આવવાથી કેન્સરના કોષો વધવાની સંભાવના વધે છે. સંશોધન બતાવે છે કે બાળકો અને યુવાનોનું શરીર કિરણોત્સર્ગ પ્રત્યે વધુ સંવેદનશીલ હોય છે. 10 વર્ષથી ઓછી ઉંમરે કરવામાં આવેલા એકથી વધારે સીટી સ્કેન ભવિષ્યમાં કેન્સરનું જોખમ વધારી શકે છે.

સીટી સ્કેન કેન્સરનું જોખમ કેવી રીતે વધારે છે?

સીટી સ્કેન એ આજના સમયમાં રોગોને ઓળખવા માટેનું સૌથી સચોટ માધ્યમ છે, પરંતુ તેમાં ઉપયોગમાં લેવાતા આયનાઇઝિંગ રેડિયએશન (Ionizing Radiation) વિશે હંમેશા ચર્ચા થતી રહી છે. સંશોધન સૂચવે છે કે વધુ માત્રામાં રેડિયેશન કોષોના ડીએનએ ને નુકસાન પહોંચાડી શકે છે, જે ભવિષ્યમાં કેન્સર તરફ દોરી શકે છે. જો ડીએનએ ને નુકસાન થાય છે, તો કોષો અનિયમિત રીતે વધવા લાગે છે અને કેન્સર શરૂ થઈ શકે છે. આપણું શરીર ડીએનએ ને સુધારી શકે છે, પરંતુ સતત અથવા વારંવાર રેડિયેશનના સંપર્કમાં આવવાથી જોખમ વધે છે.

Advertisment

ક્યા પ્રકારના કેન્સરનું જોખમમાં વધે છે?

  • ફેફસાનું કેન્સર
  • આંતરડાનું કેન્સર
  • લ્યુકેમિયા
  • મૂત્રાશયનું કેન્સર
  • બ્રેઇન ટ્યુમર
  • સ્ત્રીઓમાં સ્તન કેન્સર
  • થાઇરોઇડ કેન્સર

કયા લોકોએ વધુ સાવચેત રહેવું જોઈએ?

  • સગર્ભા સ્ત્રીઓ અને ગર્ભને કિરણોત્સર્ગથી વધુ જોખમ રહે છે.
  • વારંવાર ઇમેજિંગ કરાવનાર લોકો કે જેમની બીમારીના કારણે વારંવાર સીટી સ્કેન કરાવવું પડે છે, તેને MRI કે અલ્ટ્રાસાઉન્ડ જેવા વિકલ્પ પસંદ કરવા જોઈએ.
  • જો સીટી સ્કેન કોન્ટ્રાસ્ટ ડાઇનો ઉપયોગ કરે છે, તો પહેલા તમારા ડૉક્ટરને જણાવો.

નિષ્ણાત શું કહે છે?

બેંગલુરુની મણિપાલ હોસ્પિટલના સર્જિકલ ઓન્કોલોજીના ડો.માધવી નાયરના જણાવ્યા અનુસાર, એકવાર સીટી સ્કેન કરવાથી સામાન્ય રીતે નુકસાન થતું નથી. પરંતુ જો તે વારંવાર કરવામાં આવે તો શરીરના કોષ રેડિયેશનના સંપર્કમાં આવે છે અને કેન્સરનું જોખમ પણ વધી જાય છે. ભારતમાં ડોકટરો જરૂર પડે ત્યારે જ સીટી સ્કેન કરે છે. ડોકટરો માને છે કે જો સ્થિતિ ગંભીર હોય, જેમ કે અકસ્માત અથવા ગાંઠની તપાસ, તો સીટી સ્કેનના ફાયદા જોખમો કરતા ઘણા વધારે છે. સમસ્યા ત્યારે થાય છે જ્યારે કોઈ નક્કર કારણ વિના અથવા વારંવાર સ્કેન કરવામાં આવે છે.

આટલું જાણો

શું તમે જાણો છો? એક સરેરાશ સીટી સ્કેન શરીરને એટલું કિરણોત્સર્ગ આપે છે જેટલું આપણે 3 થી 5 વર્ષમાં કુદરતી વાતાવરણ માંથી મેળવીએ છીએ. તેથી, એક્સપર્ટ્સ ‘ALARA’ (As Low As Reasonably Achievable) સિદ્ધાતનું પાલન કરવાની સલાહ આપે છે.

આ પણ વાંચો | આયુર્વેદની એક ચમત્કારિક ઔષધી, PM મોદીએ કર્યા વખાણ, તન અને મનને સંતુલિત રાખશે

Disclaimer : આ લેખ માત્ર સામાન્ય માહિતીના હેતુઓ માટે તૈયાર કરવામાં આવ્યો છે. કોઈપણ પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યા હોય તો પહેલા તમારા ડોક્ટરની સલાહ લેવી.

કેન્સર Health જીવનશૈલી