/indian-express-gujarati/media/media_files/2026/03/06/dahi-or-buttermilk-benefits-2026-03-06-19-20-02.jpg)
Curd Or Buttermilk Benefits : દહીં અને છાશ પીવાથી સ્વાસ્થ્ય પર અલગ અલગ અસર થાય છે. Photograph: (Freepik)
Dahi Or Buttermilk Health Benefits: ઉનાળામાં છાશ અને દહીંનું સેવન વધી જાય છે. ખાસ કરીને ગુજરાતીઓને ભોજન સાથે છાશ તો જોઇએ જ. દહીં અને છાશનું સેવન કરવાથી શરીર હાઇડ્રેટ અને પાચનતંત્ર સારં રહે છે. ઘણા લોકોને છાશ પીવી ગમે છે તો અમુક લોકને દહીં ખાવાનું પસંદ હોય છે. દહીં માંથી જ છાશ બંને છે પરંતુ બંનેના તાસીર અને ફાયદા અલગ અલગ છે.
જો તમને ડાયાબિટીશ અને કોલેસ્ટ્રોલની સમસ્યા છે અથવા વેટ લોસ કરવું છે તો છાશ અને દહીં બંને માંથી ક્યું શરીર માટે ઉત્તમ છે તેના વિશે લોકોને યોગ્ય જાણકારી હોતી નથી.
ગુરુગ્રામની અંતરા (મેક્સ) ઇન્ટિગ્રેટેડ વેલનેસ સેન્ટરના મેડિકલ ડિરેક્ટર ડોક્ટર પંકજ વર્મા એ તેમની યોગમ હેલ્થ યુટ્યુબ ચેનલ પર એક વીડિયોમાં દહીં અને છાશ કોના માટે ફાયદાકારક છે તેના વિશે જાણકારી આપી છે. એક વીડિયોમાં પંકજ વર્મા કહે છે કે, આજની જીવનશૈલીમાં દહીં ઘણા લોકો માટે નુકસાનકારક બની શકે છે. તમારા શરીરની તાસીર વાત્ત છે, પિત્ત છે કે કફ છે, તેનાથી નક્કી થાય છે કે, દહીં તમારા શરીર માટે ફાયદાકારક છે કે નહીં. જો તમારું શરીર પાતળું છે, તમને વાત્ત ની સમસ્યા છે, તમારી શારીરિક પ્રવૃત્તિ મજબૂત છે, તો તમે દહીંનું સેવન કરી શકો છો.
જો તમને એસિડિટી થાય છે, ગરમીની સમસ્યા છે, શરીરનું વજન વધારે છે, ડાયાબિટીશ છે, સાંધાના દુખાવાની સમસ્યા છે, ફેટી લિવર છે, આ બધા કિસ્સાઓમાં દહીં નુકસાનકારક બની શકે છે. દહીં ચીજોને શરીરની અંદર સ્ટોર કરે છે, જેનાથી તમારા શરીરની અંદર કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે છે, ફેટી લિવરની સમસ્યા વધારે છે અને શરીરનું વજન વધારી શકે છે. જો તમારે સેવન કરવું છે તો છાશ પીવી જોઇએ, પાતળી છાશની પ્રકૃતિ ઠંડી હોય છે અને શરીરને નુકસાન પહોંચાડતી નથી.
આ પણ વાંચો | ઘરની દાળ શાકમાં હોટેલ જેવો ટેસ્ટ, આ 7 સીક્રેટ કુકિંગ ટીપ્સ સ્વાદ અને સુગંધ વધારશે
દહીં કે છાશ પીવાના ફાયદા
- છાશ કરતા દહીં પાચનમાં ભારે હોય છે.
- છાશ કરતા દહીંમાં કેલેરીનું પ્રમાણ વધારે હોય છે.
- વેટ લોસ માટે છાશનું સેવન ફાયદાકારક હોય છે.
- છાશ અને દહીમાં ધાણાજીરું પાઉડર અને કાળું મીઠું મિક્સ કરીને પીવાથી પેટમાં રાહત મળે છે.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us