Cooking Tips: ઘરની દાળ શાકમાં હોટેલ જેવો ટેસ્ટ, આ 7 સીક્રેટ કુકિંગ ટીપ્સ સ્વાદ અને સુગંધ વધારશે

Hotel Style Dal Sabji Recipe Cooking Tips: ઘરના શાક અને દાળમાં હોટલ રેસ્ટોરેન્ટ જેવા સ્વાદ માટે અહીં 7 સીક્રેટ કિચન ટીપ્સ આપી છે. આ કુકિંગ ટીપ્સ ભોજનને વધુ સ્વાદિષ્ટ અને સુગંધિત બનાવે છે.

Hotel Style Dal Sabji Recipe Cooking Tips: ઘરના શાક અને દાળમાં હોટલ રેસ્ટોરેન્ટ જેવા સ્વાદ માટે અહીં 7 સીક્રેટ કિચન ટીપ્સ આપી છે. આ કુકિંગ ટીપ્સ ભોજનને વધુ સ્વાદિષ્ટ અને સુગંધિત બનાવે છે.

author-image
Ajay Saroya
New Update
cooking tips and tricks

Hotel Style Recipr Cooking Tips : ઘરે હોટલ જેવું શાક અને દાળ બનવવાની સીક્રેટ રેસીપી ટીપ્સ. Photograph: (Freepik)

Hotel Style Dal Sabji Recipe Cooking Tips: ભોજનનો સ્વાદ અને સોડમ સારી હોય તો જ ખાવાની ઇચ્છા થાય છે. મોટાભાગના લોકને ઘરમાં બનેલી દાળ કે શાક કરતા હોટલ કે રેસ્ટોરેન્ટની વધારે સ્વાદિષ્ટ લાગે છે. ઘણી મહિલાઓ ફરિયાદ કરે છે, વિવિધ મસાલાનો ઉપયોગ કરવા છતાં પણ ઘણી વખત હોટેલ સ્વાદ આવતો નથી. હોટેલના દાળ શાક સ્વાદિષ્ટ બનવાનું ખાસ કારણ માત્ર મસાલા નહીં પણ તેનો ઉપયોગ કરવાની સાચી રીત છે. અહીં 7 સીક્રેટ કુકિંગ ટીપ્સ આપી છે, જે અનુસરી ઘરે જ હોટેલ જેવી સબ્જી અને દાળનો સ્વાદ માણી શકાય છે.

Advertisment

મસાલા ફ્રાય કરવાની સાચી રીત

હોટલમાં સબ્જી બનાવતી વખતે મસાલા સારી રીતે ફ્રાય કરવામાં આવે છે. ફ્રાય કરતી વખતે મસાલા માંથી છુટ ન પડે ત્યાં સુધી પકવવામાં આવે છે. મસાલાને 3 થી 5 મિનિટ સુધી સારી રીતે ધીમા તાપે ફ્રાય કરો. તેનાથી દાળ શાકનો સ્વાદ અને સુગંધ બંને વધી જાય છે.

ઘી કે બટરનો ઉપયોગ કરો

હોટલમાં ઘણી વખત ઘણા શાક અને દાળમાં ઘી કે બટરનો ઉપયોગ કરવામાં છે, જે ભોજને વધુ સ્વાદિષ્ટ બને છે. આથી ઘરે શાક બની ગયા બાદ ઉપરથી બટર કે ઘી ઉમેરી શકાય છે.

ડુંગળી અને ટામેટા બરાબર ફ્રાય કરો

મોટાભાગના  શાકમાં ડુંગળી ટામેટા અને લસણનો ઉપયોગ થાય છે. હોટેલમાં ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી પકવવામાં આવે છે. તો ટામેટા પણ ફ્રાય કરતી વખતે બરાબર નરમ અને મસાલા માંથી તેલ છોડે ત્યાં સુધી ફ્રાય કરવામાં આવે છે. તેનાથી ડુંગળી ટામેટાનો સ્વાદ સબ્જીમાં સારી રીતે ભળી જાય છે.

Advertisment

આ પણ વાંચો | પ્રેશર કુકરની રબર રીંગ ઢીલી થઇ ગઇ છે? આ 4 કિચન ટીપ્સ મદદરૂપ થશે

કાજૂ કે ક્રીમનો ઉપયોગ કરો

ઘણી હોટલમાં ગ્રેવી વાળું શાક બનાવવા માટે કાજુની પેસ્ટ કે ફ્રેશ ક્રીમ વપરાય છે. તેનાથી ગ્રેવીનો સ્વાદ અને દેખાવ બંને બહુ આકર્ષક લાગે છે.

આ પણ વાંચો | સ્ટેનલેસ સ્ટીલ કે નોન સ્ટીક કઇ કઢાઈ ભોજન બનાવવા માટે ઉત્તમ હોય છે? જાણો

ફુલ તાપે મસાલો ફ્રાય કરો

હોટલ રેસ્ટોરન્સમાં ઘણી વાનગી ગેસ પર ફુલ તાપે બનાવવામાં આવે છે, જેનાથી તેનો દેખાવ અને સ્વાદ સરસ લાગે છે. થોડાંક સમય માટે સબ્જીને ફુલ આંચ પર પકવવો જેથી મસાલા અને શાક સારી રીતે મિક્સ થઇ જાય છે.

ગરમ મસાલો છેલ્લે ઉમેરો

ગરમ મસાલો શાકને સ્વાદિષ્ટ અને સુગંધિત બનાવે છે. હોટેલમાં સબ્જી બની ગયા બાદ છેલ્લે ગરમ મસાલો કે કસૂરી મેથી અથવા બટર ઉમેરવામાં આવે છે. 

આ પણ વાંચો | ગેસ સ્ટવ બર્નર સાફ કરવાની 5 સરળ રીત, નવા જેવા ચમકવા લાગશે

દાળ શાકમાં ડબલ તડકો

હોટેલમાં ઘણી વખત શાક કે દાળ બની ગયા બાદ ઉપરથી તડકો લગાવવામાં આવે છે. ડબલ તડકાથી દાળ શાક વધુ સ્વાદિષ્ટ લાગે છે. તેની માટે ઘીમાં જીરું, લસણ અને સુકા લાલ મરચાનો તડકો લગાવી શકાય છે. 

ભોજન રેસીપી જીવનશૈલી