સીતાફળ ખાવાથી ડાયાબિટીસ વધે છે? જાણો હેલ્થ એક્સપર્ટ્સ શું કહે છે

Custard Apple in Diabetes : સીતાફળમાં વિટામીન, આયર્ન જેવા ઘણા પોષક તત્વો હોય છે, જોકે ડાયાબિટીસના દર્દીઓએ આ ફળ ન ખાવું જોઇએ તેવી માન્યતા છે. જાણો આ બાબતે હેલ્થ એક્સપર્ટ્સનું શું કહેવુ છે

Written by Ajay Saroya
March 12, 2023 15:02 IST
સીતાફળ ખાવાથી ડાયાબિટીસ વધે છે? જાણો હેલ્થ એક્સપર્ટ્સ શું કહે છે
ડાયાબિટીસના દર્દીએ સીતાફળનું સેવન ન કરવું જોઇએ તેવી માન્યતા ભુલ ભરેલી છે.

સીતાફળ એક ખૂબ જ લોકપ્રિય ફળ છે અને તેને ભારતીયોને પણ આ ફળ બહુ ભાવે છે. તેનો સ્વાદ અન્ય ફળો કરતા અલગ છે અને તેને ખાવાની રીત પણ અલગ છે. સીતાફળમા ઘણા પોષક તત્વો હોય છે, તેમાં ફાઈબર ભરપૂર પ્રમાણમાં મળી આવે છે. સીતાફળમાં રહેલા આયર્ન અને કોપર શરીરમાં એનિમિયાને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે.

સીતાફળમાં ક્યા – ક્યા પોષક તત્વો હોય છે?

સીતાફળનું સેવન બ્લડ પ્રેશર ઘટાડવાની સાથે સાથે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. આયુર્વેદમાં સીતાફળનો ઉપયોગ ઘણી બીમારીઓની સારવારમાં થાય છે. સીતાફળમાં વિટામિન બી-6, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા પોષક તત્વો હોય છે. પાઈનેપલ અને કેળામાં રહેલા તમામ તત્વો સીતાફળમાં પણ જોવા મળે છે. જો કે, માહિતીના અભાવને કારણે કેટલાક લોકો ઘણી વસ્તુઓમાં સીતાફળનો ઉપયોગ ન કરવાની ભલામણ આપે છે.

કેટલાક લોકો માને છે કે સીતાફળ ખાવાથી શરીરને નુકસાન થાય છે. આ ગેરસમજોને દૂર કરવા માટે, સેલિબ્રિટી ન્યુટ્રિશનિસ્ટ રાજુતા દિવેકરે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ લખી છે. આ પોસ્ટમાં તેમણે સીતાફળ વિશેની સાચી માહિતી જણાવી છે.

શું સીતાફળ ખાવાથી બ્લડ સુગર વધી શકે છે?

ઘણીવાર લોકોના મનમાં એવું હોય છે કે, જો સીતાફળ મીઠું હશે તો તેમાં સુગર પણ વધારે હશે, એટલા માટે ડાયાબિટીસવાળા લોકોએ સીતાફળ ન ખાવું જોઈએ. રૂજુતા દિવેકર કહે છે કે, સીતાફળ ડાયાબિટીસમાં ફાયદાકારક છે. તેનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઘણો ઓછો છે. લોહીમાં બ્લડ સુગરનું પ્રમાણ કોઇ વસ્તુ કેટલી વધી ગઇ છે તેની માટે ગ્લાયકેમિક ઇન્ડેક્સનો ઉપયોગ થાય છે

અલબત્ત ગ્લાયકેમિક ઇન્ડેક્સમાં સીતાફળનું લેવલ અત્યંત ઓછું હોવાથી, ડાયાબિટીસના દર્દીઓને સીતાફળનું સેવન કરવાની ભલામણ કરવામાં આવે છે. તેમણે કહ્યું કે સીતાફળ વિટામિન બીનો ઉત્તમ સ્ત્રોત છે. ખાસ કરીને તેમાં વિટામી B6 હોય છે. અહીંયા સુધી અપચાની સમસ્યા હોય ત્યારે સીતાફળનું સેવન ફાયદાકારક રહે છે. આથી તેમાં ફેટ હોવાની વાત ખોટી છે.

હાર્ટના પેશન્ટ માટે સીતાફળ કેટલું ફાયદાકારક છે?

રૂજુતા દિવેકરે ઈન્સ્ટાગ્રામ પર જણાવ્યું છે કે, સીતાફળમાં ઉચ્ચ સ્તરના પોષક તત્વો હોય છે. તેમાંથી મેંગેનીઝ અને વિટામિન સી જેવા ખનિજ તત્વો પણ મળી છે, જે હૃદય અને રુધિરાભિસરણ તંત્ર પર એન્ટી-એજિંગ જેવું કામ કરે છે.

આ પણ વાંચોઃ બાળકોને પણ થઇ શકે છે આ બીમારી, જાણો કઈ ઉંમરમાં વધે છે બ્લડ સુગર

તેમણે કહ્યું કે કેટલાક લોકો માને છે કે જે મહિલા PCOD (Polycystic Ovarian Disease)થી પીડિત છે તેમણે સીતાફળ ન ખાવું જોઈએ જ્યારે હકીકત એ છે કે સીતાફળ આયર્નથી ભરપૂર હોય છે જે થાક સામે લડે છે અને ચીડિયાપણું દૂર કરવામાં મદદ કરે છે. ઉપરાંત વંધ્યત્વને દૂર કરવામાં પણ મદદગાર સાબિત થઈ શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ