Diabetes in children: ડાયાબિટીસ એક એવી બીમારી છે જે જીવન શૈલી અને અને ખાદ્ય પદાર્થોની ખોટી આદતોથી થાય છે. વધતી ઉંમરમાં ડાયાબિટીસનું જોખમ વધે છે, ખોટી આદત અને ખરાબ લાઈફ સ્ટાઇલના લીધે બાળકો પણ ડાયાબિટીસનો શિકાર બને છે. અગાઉના વર્ષોમાં ભારત સહિત દુનિયાભરમાં બાળકોમાં ટાઈપ-1 ડાયબિટીસ અને ટાઈપ-2 ડાયાબિટીસની બીમારી વહી રહી છે.
બાળકોમાં ટાઈપ 2 ડાયબિટીસ :
એવું કહેવાય છે કે ડાયાબિટીસ માત્ર વૃદ્ધ લોકોને પ્રભાવિત કરે છે. પરંતુ હવે નાના બાળકો પણ આ બીમારીનો શિકાર બની શકે છે. તેમાં મોટાભાગના કેસ ટાઈપ 2 ડાયાબિટીસના હોય છે. હવે ટાઈપ 2 ડાયાબિટીસ શરૂ થવાની સાચી ઉંમર શું છે તે જાણવું મુશ્કેલ છે. Dr Makkar’s Diabetes And Obesity Centre ના ડોક્ટર બૃજ મોહન મક્કડના મત અનુસાર 14 થી 20 વર્ષની ઉંમરના બાળકો આ બીમારીથી સૌથી વધુ પ્રભાવિત થાય છે. અગાઉના 10 વર્ષમાં આ ઉંમરમાં લોકોમાં ટાઈપ-2 ડાયાબિટીસના દર્દીની સંખ્યામાં ઘણો વધારો થયો છે. બાળકોમાં ડાયાબિટીસના બધા કેસમાં લગભગ 12 થી 25% ટાઈપ-2 ડાયાબિટીસ હોય છે.
આ પણ વાંચો: શું ફર્શ પર બેસવાથી કોઈ સ્વાસ્થ્ય લાભ થાય? જાણો એક્સપર્ટ શું કહે છે
બાળકોમાં વધતી સ્થૂળતા ચેતવણીનો સંકેત :
ડો. બીએમ મક્કડનું કહેવું છે કે બાળકોમાં સ્થૂળતાની સમસ્યા વધી રહી છે, જેનું કારણ ફિઝિકલ એક્ટિવિટીઝ ઓછી હોવી, મોદી રાત સુધી કામ કરવું, જંક ફૂડનું વધારે સેવન છે, તેનાથી ડાયબિટીસના દર્દીઓની સંખ્યામાં વધારો થાય છે. પ્રેગ્નેન્ટ મહિલા સ્થૂળતાથી પરેશાન છે તો બાળક મોટું થાય ત્યારે ટાઈપ 2 ડાયાબિટીસનું જોખમ વધારે રહે છે.
એક રિપોર્ટ મુજબ દેશની 20 થી 70 વર્ષની ઉંમરની કુલ વસ્તીના 8.7% લોકો ડાયબિટીસથી પીડિત છે. આપણે બધા જાણીએ છીએ કે આ બીમારી જીવન શૈલીને લગતી બીમારી છે પરંતુ હવે આ બીમારી મહામારી બની રહી છે. ડાયબિટીસ ઘણા કારણોથી થઇ શકે છે, તેથી છુટકારો મેળવવા માટે અલગ અલગ નુસખા અપનાવામાં આવે છે.
બાળકો પણ થઇ શકે છે ડાયાબિટીસનો શિકાર :
ખોટી ખાવા પીવાની આદતો, ખરાબ લાઈફ સ્ટાઇલ, સ્થૂળતા અને પરિવારમાં કોઈને ડાયાબિટીસ હોઈ તો બાળકોને થવાની શક્યતા છે. બાળકોમાં ડાયાબિટીસની વૃદ્ધિ ત્યારે થાય છે જયારે શરીરમાં પૂરતા પ્રમાણમાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન થયુ નથી. ઇન્ટરનેશનલ ફેડરેશનની રિપોર્ટ મુજબ વર્ષ 2019 સુધી ભારતમાં ડાયાબિટીસના 7.7 કરોડ દર્દી છે. આ સિવાય ભારત 20 થી 80 વર્ષના લોકોની ડાયાબિટીસ દર્દીની સંખ્યા બીજા નંબરે છે.
આ પણ વાંચો: રકૂલ પ્રીત સિંહ કહ્યું,”હેલ્થીએ બોરિંગ નથી”, અભિનેત્રીને લાગી આ ચટપટી હેલ્થી ચાટની લત
બાળકોમાં ટાઈપ-1 ડાયાબિટીસ :
બાળકોમાં ટાઈપ 1 ડાયાબિટીસ એક એવી સ્થિતિ છે જેમાં બાળકોનું શરીર એક મહત્વપૂર્ણ હોર્મોન ઇન્સ્યુલિનનું ઉત્પાદન કરતા નથી. બાળકોમાં ટાઈપ 1 ડાયાબિટીસની કોઈ સારવાર નથી, પરંતુ આ કંટ્રોલ કરી શકાય છે, બાળકોમાં ટાઈપ 1 ડાયાબિટીસના લક્ષણ જેમકે વધારે તરસ લાગવી, વારંવાર પેશાબ લાગવો, ઉલ્ટી, આળસ આવવી અને વધારે ઊંઘ આવે તો બ્લડ સુગર ટેસ્ટ કરાવવો જોઈએ.
આ વાતનું ધ્યાન રાખો:
બાળકોમાં બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરવું ખુબજ જરૂરી છે. કેમ કે જો ટાઈપ 2 ડાયાબિટીસ વાળા બાળકોની સાર સંભાળ અને નિયંત્રણ ન કરવામાં આવે તો જીવને જોખમ રહે છે. એવામાં 35 વર્ષની ઉંમરમાં જોખમ પેદા થઇ શકે છે અને આ તેમના જીવનને પ્રભાવિત કરી શકે છે, જો તમે બાળકોમાં ડાયાબિટીસથી બચવા ઈચ્છો છો તો આ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે.
- બાળકોને હંમેશા સક્રિય રાખવા જેમ કે રમવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ
- તે લોકોનું વજન વધવા દેવું જોઈએ નહિ
- બાળકોના ખાવા પીવા પર ધ્યાન આપવું અને જંક ફૂડનું સેવન કરવા પર રોક લગાવી જોઈએ
- બાળકોનો સ્કિન ટાઈમ (મોબાઈલ, ટીવી, કપ્મ્યુટર જોવું) 1-2 કલાકથી વધારે ન હોવી જોઈએ.